________________
૯૯૯ -(33)
પૂછોને, સાહેબ! ” તમે તો અમારા ગુરુના સ્થાને છો.”
“મેં સાંભળ્યું છે કે તમારા પતિદેવ બહુ ક્રોધી છે.” એમણે ટુંકાણમાં માં હલાવ્યું. મેં આગળ ચલાવ્યું “તે તમને ઘણીવાર અપશબ્દો બોલે છે, ગાળો પણ આપે છે.” તેઓ બોલ્યા, “હોય, સંસારમાં બધુ ચાલ્યા કરે.” આટલું બોલી પતિદેવનું ખરાબ ન દેખાય અને હું આગળ ન પૂછું એવી મોંઢા પર નારાજગી દેખાડી.
પણ મારી મનની ગૂંચવણ દૂર કરવા હું મર્યાદા ચૂકી, પૂછવાનું ચાલુ રાખ્યું, અરે મે તો સાંભળ્યું છે કે તમને તમારા પતિદેવ ખૂબ માર પણ મારે છે. એમણે કહ્યું કે હા, મારા કોઈક પાપકર્મનો ઉદય છે. બાકી મારા પતિદેવ તો ખરેખર ખૂબ ઉત્તમ છે.
માર મારવા સુધીનું કૃત્ય કરનાર પોતાના પતિદેવને ઉત્તમ માનનાર આ શ્રાવિકાને અંતરથી હું ઝૂકી પડી.
ફરી હું બોલી કે મને એ સમજાતું નથી કે તમારા પતિદેવ તરફથી તમને આટલું દુઃખ પડે છે, છતાં તમારું મુખ સદાય હસતું જ હોય છે અને તમે તેમને ઉત્તમ માનો છો. એની પાછળ રહસ્ય શું છે?
“સાહેબજી ! આજે તમે જીદે જ ચડ્યા છો તો મારે કહેવું જ રહ્યું ! સાંભળો. હું નાની હતી ત્યારથી જ મા-બાપના ખૂબ સારા સંસ્કારો, સાધુ-સાધ્વીજી ભગવંતોનો સમાગમ. ધર્મના રંગે રંગાતી ગઈ. ૧૮ વર્ષની થઈ અને એક સાધ્વીજી ભગવંતના નીકટના પરિચયથી વૈરાગ્યના રંગોથી રંગાઈ. સંયમજીવન લેવાની તાલાવેલી થઈ.
બુધ્ધિવાદી નહિ શુધ્ધિવાદી બનો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org