Book Title: Jain Adarsh Prasango Part 11
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 36
________________ --- ---- (૩૪) જે -૨૯ ઘરે આવીને ચારિત્રની ભાવનાની વાત મૂકી. બધા સભ્યો ખળભળી ઉઠ્યાં, મારા પ્રત્યેની લાગણી અને કદાચ દીક્ષા લઈ ઘરે પાછી આવે તો એવા ભયથી પિતાજીએ ખૂબ સ્પષ્ટ શબ્દોમાં ના કહી દીધી. અવસરે અવસરે હું વાત મૂકતી અને પિતાજીનો આક્રોશ ઠલવાતો. ઘરનું વાતાવરણ વધુ કલુષિત થતું. તેથી હવે ચારિત્રની વાત મેં પડતી મૂકી. સાધુ-સાધ્વી ભગવંતોનો સમાગમ ઘટાડ્યો અને વૈરાગ્ય ઓસરતો ગયો. પણ લગ્ન તો નથી જ કરવાં. અબ્રહ્મનું પાપ તો મારે નથી જ સેવવું. સંસાર તો મારે નથી માંડવો એવો ર્દઢ નિર્ધાર કરી ચૂકી હતી. ઉંમર થતાં વારંવાર ઘરના સભ્યો તરફથી વાત મુકાતી પણ મક્કમપણે હું મારી ના જ જાહેર કરતી. આ બાજુ ઉંમર વધતી ચાલી અને સામેથી માંગાઓ આવવાના શરૂ થયાં. સમાજમાં પણ લોકો વાતો કરવા લાગ્યા કે કેમ આ છોકરીને ઘરના લોકો વળાવતાં નથી. હકીકત શું છે. વિગેરે વાતોથી ભડકેલા પિતા એક દિવસ ખૂબ જ આવેશમાં મારા પર તૂટી પડ્યાં. તને કાંઈ ભાન છે કે નહિ? સમાજમાં અમારી ઈજ્જત તારે રાખવી છે કે નહિ ? નાનપણ થી મોટી કરી, આટલા બધા ઉપકારો કર્યા, એનો આ બદલો આપવાનો? આના કરતાં તો તું અમારા ઘરે ના આવી હોત તો સારું !! સાથે મમ્મી, નાનીબેન, ભાઈ બધા પણ અવસરની રાહ જ જોતા હતાં. બધા પોત પોતાની તીખી ભાષામાં મને ધોઈ નાંખી. એક બાજુ હું એકલી અને બીજીબાજુ આખો પરિવાર. હવે હું હિમ્મત હારી ગઈ. તુટી ગઈ. સમૃધ્ધિ નહિ સમાધિ માટે પુરુષાર્થ કરો. ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52