Book Title: Jain Adarsh Prasango Part 11
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 34
________________ છે.” “ એમને વળી શેનું દુઃખ ? '' પેલા બેન ધીમેથી બોલ્યાં, “ સાહેબજી હું બાજુમાં જ રહું છું. કોઈને કહેતાં નહિ. (અવાજ એકદમ ધીમો પડી ગયો.) અઠવાડીયામાં ૨-૩ વા૨ ધર્મિષ્ઠાબેનને એમનો પતિ ખૂબ મારે છે. પતિ ખૂબ ક્રોધી છે. ન બોલવાની ગાળો અને અપશબ્દો ઘણીવાર સાંભળ્યા છે. ૩૨ મારી આંખો એકદમ પહોળી થઈ ગઈ. સંસારની અસારતા મનમાં વધુ ને વધુ ફીટ થતી ગઈ. પેલા બેનો તો જતાં રહ્યા પણ મારા મનમાં ગૂંચવણ ઉભી થઈ. પતિ એટલો ક્રોધી, દુઃખ આપે, મારે, અપશબ્દો અને ગાળો બોલે છતાં એ વાતની કોઈને ખબર ન પડે એવું હસતું મુખડું. કાંઈ સમજાતું નથી. ૩ દિવસ બાદ એ જ ધર્મિષ્ઠાબેન સહજ રીતે સામાયિક પારીને સત્સંગ કરવા આવીને મારી પાસે પલાંઠી લગાવીને બેસી ગયાં. દીક્ષાની ભાવના કેવી રીતે થઈ ? કેટલો પર્યાય ? શું ભણ્યાં ? પ્રસન્નતા છે ને ? ગુરુજી પ્રત્યે સમર્પિત છો ને ? સેવા ચૂકતા નથી ને ? વિગેરે એક પીઢ શ્રાવિકાને શોભે એવા ઘણા પ્રશ્નો પૂછી કાઢયાં. મનમાં ખૂબ આનંદ થયો કે અમ્માપ્રિયા જેવા શ્રાવિકાઓ પણ છે. જે ખરી માતા બનીને નિર્ભયતા-પૂર્વક અમારી કાળજી કરે છે. યથાયોગ્ય બધાના ઉત્તરો આપ્યા. ત્યારબાદ મનમાં પેલા બેન દ્વારા ઉભી થયેલી ગૂંચવણ યાદ આવી ગઈ. આટલી આત્મીયતા થવાથી પૂછવામાં સંકોચ ન લાગતાં મેં પૂછયું, શ્રાવિકાબેન એક વાત પૂછું? "" tr બુધ્ધિની શુધ્ધિ તો શાશ્વતી રિધ્ધિ-સિધ્ધિ દૂર નથી. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52