Book Title: Jain Adarsh Prasango Part 11
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 31
________________ ૨૯ છઠ્ઠ કરીને સાત જાત્રા પણ કરી. ત્યારબાદ આજ સુધી તેમને ગોળીઓ લેવાની જરૂર પડી નથી અને વળી આનાથી તપ કરવાની પણ હિંમત મળી. પછી તો વીસસ્થાનક ની વીસ ઓળી ઉપવાસ થી પૂર્ણ કરી, બે ઉપધાન, બે વરસીતપ, સિધ્ધિતપ, ફરીવાર નવ્વાણું જાત્રા, માસક્ષમણ, પાર્શ્વનાથ ભગવાનના ૧૦૮ અઠ્ઠમની આરાધના હાલ ચાલી રહી છે. નવપદની વિધિ સહિત નવ ઓળી, વર્ધમાન તપની ૨૨ ઓળી અને ક્લ્યાણક વગેરે નાના, મોટા, અનેક તપ પૂર્ણ કર્યા. એમ થાય છે કે દાદા પ્રત્યે કેવો અગાધ પ્રેમ અને શ્રધ્ધા કે રોગ તો જડ મૂળ માંથી મટાડે પણ તાકાત પણ વધારે... વર્ષીતપ લીધો ત્યારે પતિને પણ ફાગણ મહિને શરૂઆત કરાવી. તેમને ડાયાબિટીસ ખૂબ જ રહે. ભૂખ્યા રહી ન શકે, સુગરફ્રી વાપરવી પડે, ના ના કરતા ધીમે ધીમે બધુ માફક આવી ગયું અને પછી તો બિયાસણાં માં પણ મીઠાઈ વાપરતા. આખા વર્ષીતપમાં કદી પતિને ડાયાબિટીસ મપાવવો નથી પડયો. તેમના પતિ એકવાર ગાડીમાં પાંચ ભાઈબંધ સાથે રાજસ્થાનથી દર્શન કરીને આવતાં હતાં. તેઓ આગળ બેઠા હતા અને અચાનક ચલાવનાર મિત્રને ઝોકુ આવી જતાં ગાડી સામે ચઢી જતાં ટ્રક સાથે અથડાઈ. સાથેના એક મિત્રનું ત્યાં જ મૃત્યુ થયું અને બીજા બધાને ખૂબ જ વાગ્યું. પતિ પણ ત્યાં જ બેભાન બની ગયાં પણ નવકાર ગણવાનું ગાડીમાં ચાલતું હતું, પરિણામે તેમને કોઈ ગંભીર ઈજા ન થઈ. જય હો નવકાર મંત્રનો..... ભાવથી બોલજો કે નવકાર જપને સે, સારે દુઃખ મીટતે હૈ. વિજ્ઞાન સુખોનું Sale રે છે, ધર્મ સુખોને Share કરે છે. For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52