________________
(૨૭) પાસેની હોસ્પીટલમાં તાત્કાલિક દાખલ કર્યો. સારવાર ચાલુ થઈ. ડૉકટરે દવા લેવા માટે આપી. પરંતુ તેણે મોં વાટે કશું પણ લેવાનો ધરાર ઈન્કાર કર્યો. અને કહ્યું કે, “મારે આજે ઉપવાસ છે તેમજ કાયમ માટે ચૌવિહાર કરું , જેથી સુર્યાસ્ત બાદ કશું જ લેતો નથી. જેથી કાલે સવારે નવકારશી બાદ જ હું દવા ગોળી લઈશ. જેથી તમારે જે ઈજેક્શન આપવા હોય તે આપો.”
કેવી દઢધર્મિતા... સગવડિયા ધર્મવાળા ચેતજો... દોઢ મહિનાની સારવાર બાદ પગે સારૂ લાગતાં દાદાની ૯૯ યાત્રા પણ એવા પગે કરી આવ્યો અને તે પછી બે એક વર્ષ બાદ ફરી વાર દાદાની ૯૯ યાત્રા કરી. અત્યારે તેને વર્ધમાન તપની ૧૫ ઓળી પૂર્ણ થઈ ચૂકી છે.
૧૨. મહામંત્ર છે મોટો જગમાં,
સ્વતંત્રતા ચળવળની આ વાત છે. વલ્લભભાઈ પટેલે દરેક રાજ્યને પોતાનું રાજ્ય ભુલી એક થવા વિનંતી કરી. હૈદરાબાદના નિઝામ આ વાત માનવા તૈયાર ન હતા. હૈદરાબાદમાં હિન્દુ-મુસલમાનોનુ તોફાન શરૂ થયું. રતનબેન તેમના પતિ તથા ચાર પુત્રો-પાંચ પુત્રી સપરિવાર હૈદરાબાદમાં હતા. તેમના મુસલમાન પાડોશીએ ઘર છોડી સોલાપુર જવાની સલાહ આપી. રાત્રીના સમયે બળદગાડામાં બેસી સૌ સોલાપુર જવા નીકળ્યા. રતનબેન ધાર્મિક પ્રવૃતિવાળા. સમજ્યા ત્યારથી ચૌવિહાર, કંદમૂળ ત્યાગ હતા. તપસ્યા કોઈ બાકી નહી. ગામની સ્ત્રીઓને ધાર્મિક શિક્ષણ આપનાર. દિવસભર સમય મળતા નવકારમંત્રનો જાપ કરતાં, નવકારમંત્ર પર ખૂબ શ્રધ્ધા,
આરાધકોને મોત નહિ મોક્ષની ચિંતા હોય.
Jain Education Internationa
For Personal & Private Use Only
www.jainelibrary.org