________________
૧૩
કરવામાં વાંધો કશો નથી. પણ મને માત્ર મારા ભગવાન અને મારા ગુરુ પર જ શ્રદ્ધા છે, તમારા સૌ માટે કોઈ તિરસ્કાર નથી. છતાં નમન કરવાની મારે કોઈ જરૂર નથી.’
સારું, સારું. કંઈ વાંધો નહિ, જા .. મારી તને શુભેચ્છા છે.’ ૭૦-૭૫ વર્ષની ઉંમરના મોટા મહંત ૧૫ વર્ષની ઉંમરના મારી સામે ગમ ખાઈ ગયા, અને અમે ત્યાંથી વિદાય લીધી. જો કે પરિવારે મને ઠપકો આપ્યો, પણ બધા એટલું તો જોઈ જ શક્યા કે ‘આ છોકરો કાચીમાટીનો નથી. એ ભલભલાને ઠંડા પાડી શકવાની પુણ્યાઈવાળો છે. ’
અલબત્ત આ પુણ્યાઈ પ્રભુ પ્રત્યેની અનન્ય શ્રદ્ધાથી જ પ્રગટી છે, એવું હું તો ચોક્કસ માનું છું.
આજે ચમત્કારોની, જંતર-મંતર-તંત્રની વાતો કરનારા અનેક ગૃહસ્થો ચારેબાજુ નીકળી પડયા છે. આપણા રોગશોકાદિના નિવારણ માટે એમના ચરણો ઘસતા થશું, એમના કહેવા પ્રમાણેની વિધિઓ કરશું... તો મને લાગે છે કે આ એક મોટી હોનારત જ ગણાશે. આપણા બધાની શ્રદ્ધા તો મેરુ જેવી અડગ હોય. દેવ તરીકે માત્ર વીતરાગસર્વજ્ઞ ભગવંતો, સદ્ગુરુ તરીકે માત્ર વૈરાગી-જ્ઞાની પંચમહાવ્રતધારી સાધુ-સાધ્વી ભગવંતો અને ધર્મ તરીકે આપણા ચારિત્રના સુંદર મઝાના આચારો... આ સિવાય કોઈની પણ શેહશરમમાં તણાઈ જવાની જરૂર નથી. કોઈના ચમત્કારો સાંભળીને અંજાઈ જવાની જરૂર નથી., કોઈની પાસે દીનતા દેખાડવાની જરૂર નથી... વૈશાખ સુદ ૪ના દિવસે રંગે ચંગે મારી દીક્ષા થઈ, અને મારી સંયમયાત્રા શરુ થઈ.
જિનાલયની ધજા આપે શિવાલયની મજા અને મોહરાજાને સજા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org