Book Title: Jain Adarsh Prasango Part 11
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 25
________________ જો (૨૩) એક જ અદ્ભુત અને અનુપમ ઉદારતા સાવ સહજ પણે દાખવી શકતી હોય છે. આપણે ચાહીશું આવી અનુપમ ઉદારતા ભરી ગરીબાઈ... ૭. પટેલનું પરિવર્તન | “શું આવો મહાન જૈન ધર્મ ! આવા ઉત્તમ એમના પ્રભુજી ! ત્યાગી અને વૈરાગી એમના સાધુ-સાધ્વીજી !” વ્યાખ્યાન સાંભળતા એ પટેલ બહેનને અહોભાવ થયો. આશરે ૪૭ વર્ષની ઉંમર. આમ તો શિક્ષિકા તરીકે ભણાવવાની નોકરી સ્કુલમાં હતી. પ્રસંગે વ્યાખ્યાન સાંભળવા ગયા હતા. નક્કી કર્યું કે હવે જૈન ધર્મ વિશે ખૂબ જાણવું છે. સાધ્વીજી સાથે સત્સંગ વધારતા ગયા. બે પ્રતિક્રમણના સૂત્રો ઉપરાંત સંતિકરમ્, ભક્તામર, સ્નાતસ્યા વિ. સૂત્રો પણ કંઠસ્થ કર્યા છે. અતિચાર વિગેરે કંઠસ્થ કરવાની મહેનત ચાલુ છે. ઘણાં બધા જૈન ધર્મના પુસ્તકો વાંચવાનું ચાલુ છે. આજે એમની ઉંમર આશરે ૬૭ વર્ષ છે. છેલ્લા ૧૦-૧૨ વર્ષથી સવારે ઘરે જાતે અને સાંજે ઉપાશ્રય જઈને પ્રતિક્રમણ કરે છે. પાઠશાળા જાય છે. બે ઉપધાન કર્યા છે. બાવ્રત સમજીને નાણ સમક્ષ ઉચ્ચરાવ્યા છે. રાત્રિભોજન બંધ છે. વિવિધ પુસ્તકો ઉપર ઘરે બેઠા પરીક્ષા પણ આપે છે. જો પટેલ પણ જૈન ધર્મને પામી પ્રતિક્રમણ આદિ આરાધનાઓ કરી શકે તો આપણે જૈન છીએ. આપણે સૂત્ર અભ્યાસ, પ્રતિક્રમણાદિ કરીને માનવ જન્મ સફળ બનાવવો જોઈએ તેવું લાગતું હોય તો આજથી જ સાધના માર્ગે આગળ વધો એ જ અભ્યર્થના .... [ ધર્મ માંણ જાણવા જેવો નહિ માણવા જેવો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52