________________
૪૯ - ૦૯ (૨૨) ૯ ક. ૦૯ જવાથી હિંમતવાન બનેલા યુવાને સાહસથી કહ્યું : શેઠ.. આ સિવાય દસ રૂપિયા ઉછીના આપોતો મહેરબાની. આગામી માસના પગારમાંથી એ દસ રૂપિયા કાપી લેજો. જેથી હું મારી એક માસની ભોજનની વ્યવસ્થા કરી શકું. આશ્ચર્યચકિત થઈ જઈને શેઠે પૂછ્યું : અરે આ પગાર મળ્યો છે, તેમાંથી તું ભોજન વ્યવસ્થા કરી લે છે. ઉછીના શા માટે માગે છે ? યુવાને દરિદ્રાવસ્થામાં દાનનું દુષ્કર કાર્ય કરતો ઉત્તર આપ્યો : શેઠ !! મેં નિયમ લીધો છે તે પ્રમાણે આ સમગ્ર પગાર તો હું ગરીબ સાધર્મિક પરિવારને આપવાનો છું માટે એમાંથી એક રૂપિયો ય હું મારા ખપમાં લઈશ નહીં.
આ દરિદ્ર વ્યક્તિની ઉંચી દિલેરી નિહાળીને, યુવાન પર ફીદા ફીદા થઈ જતાં શેઠે કહ્યું : તારી ઉદારતા સામે તો મારી શ્રીમંતાઈ ઝાંખી ઠરી છે. ભોજન માટે ઉછીના રૂપિયા લેવાની જરૂર નથી, તારી ભોજન વ્યવસ્થા હું કરી દઈશ.
અને હા, હવેથી તને બધી રીતે આગળ લાવવાની જવાબદારી હું અદા કરીશ. જાણે યુવાને દાખવેલ ઉત્કૃષ્ટ દાનનું તત્કાળ ઉત્કૃષ્ટ ફળ સામે થી મળ્યું. કાળાંતરે આ યુવાન મુંબઈમાં અઢળક સંપત્તિ પામીને અર્વાચીન જૈન શાસનમાં એક અમર નામના વરી જનાર શ્રાવક રૂપે પંકાયો. એ શ્રાવક એટલે શત્રુંજય ગિરિરાજના મહાભિષેક કરાવીને લોકકંઠે વસી ગયેલા પુણ્યાત્મા શ્રી રજનીકાંતભાઈ દેવડી.
છેલ્લે એક વાત : ઉદારતા પર ઈજારો માત્ર શ્રીમંતોનો જ હોવાના ભ્રમમાં કદી રાચશો નહિ. શ્રી રજનીકાંતભાઈ દેવડી જેવાના આવા પ્રસંગો ડંકાની ચોટ પર ઘોષણા કરે છે કે કયારેય ગરીબ વ્યકિત પણ શ્રીમંતોને કયાંય ટક્કર મારે એવી અફલાતૂન
(Before Marriage live love - after late love
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org