________________
(૨૦)-
૯ કર્યા. સવારે સંઘ સ્થાપના બાદ એક બાજુ નવકારશી ચાલુ થયા બાદ જ સગાસંબંધીઓને માતૃશ્રી ને કાઢવાનો સમય જણાવવાનું ચાલુ કર્યું.
સંઘ અને સંઘ સ્થાપનાની મહાનતા એ પુણ્યશાળીના હદયમાં ઉત્કૃષ્ટભાવે વસી હશે, ત્યારેજ આવું કાર્ય કરી શક્યા. ધન્ય છે એમની સંઘ ભક્તિને... !!
પચ્ચીસમાં તીર્થકર તુલ્ય સંઘની ભક્તિ કરવાનો અવસર કયારેય ચૂકતા નહિ. કેમકે તત્વાર્થસૂત્રમાં પૂજય ઉમાસ્વાતિજી મહારાજે સંઘની વૈયાવચ્ચના પ્રભાવે અનેક આત્માઓએ તીર્થકર નામકર્મનો બંધ બતાવ્યો છે. પરમાત્માની આંગી થી જે પુણ્યબંધ થાય તેના કરતાં અનેક ગણો અધિક પુણ્યબંધ સંઘનો વહીવટ શુધ્ધપણે કરવાથી બંધાય છે. સંઘભક્તિનો લાભ જો જો ચૂક્તા...
અને ૬. એક અજીબો દાસ્તાન
સોનાની મૂરત સમું ગણાતું સુરત શહેર. દાયકાઓ પૂર્વે ત્યાં એક જૈન યુવાન એની માતા સાથે રહે. એ કાળે સુરતમાં લક્ષ્મીજીની કૃપા પામનાર લક્ષ્મીનંદન જૈન પણ વસતા હતાં, તો લક્ષ્મીદેવીની જરા સરખી નજર સુદ્ધાં નહીં પામનાર આવા યુવાનોય વસતાં હતા. માતાએ એકવાર પુત્રને શાણપણસભર વાત કહી કે, લાગે છે કે સુરતમાં તારા નસીબ આડેનું પાંદડું ખસવું મુશ્કેલ છે. તું મુંબઈ જા. તો કદાચ ક્ષેત્ર પરિવર્તનના કારણે ભાગ્ય પરાવર્તન શક્ય બને. પુત્રએ કરમાયેલા પુષ્પ જેવું ફિÉ સ્મીત કરતાં કહ્યું, “મા! પણ મુંબઈ જવા માટે ભાડાના ય પૈસા મારી પાસે ક્યાં છે... ને ત્યાં જઈને મૂડી ( ગાળ આપનારને ગોળ વહેંચતા શીખો તો મહાન બનશો.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org