________________
જે
(૧૮) એ માતા-પિતાને આવી કે નહિ એ તો કોને ખબર... નાનો દિકરો સ્કુલ-કોલેજમાં ભણતા આગળ વધ્યો.
એક દિવસ બહાર ગયેલા આ દિકરાને ભયંકર એક્સીડન્ટ થયો અને સ્થળ પર જ મોત થયું. સૌ વિચારમાં પડી ગયા કે મા ને આ સમાચાર કોણ કહેશે...? મા ને કેવો આઘાત લાગશે? કદાચ માનું મોત તો .....? પ્રથમ દિકરો સાધુ બન્યો અને બીજાનું મોત થયું તો હવે મા-બાપની બાકી જીંદગીનું શું? સગાસંબંધીઓ આવી વિચારણા કરતા કરતા છેવટે ઘરે મા પાસે પહોંચ્યા. ધીમે ધીમે વાત કાઢતાં માને દિકરાના મોત અંગે વાત કરી, મા ધ્રુસ્કે ધ્રુસ્કે રોવા લાગી. સૌને લાગ્યું કે આપણે વિચારતાં હતાં એ જ થયું. મા ને ખૂબ આઘાત લાગે તે સ્વાભાવિક છે. બાકીની જીંદગીનો સાચવનાર કોણ...? - બે ત્રણ બેનો માને શાંત રાખવા લાગ્યા. પાણી આપ્યું માંડ માંડ મા ના ડૂસ્કા ઓછા થતા બહેનો સાંત્વના આપવા લાગ્યા. કે જુઓ જે બનવાનું હતું તે બની ગયું. ગયેલો દિકરો તો પાછો નથી આવવાનો, જે જન્મે છે તેને મરવાનું અવશ્ય નક્કી છે...
બીજા એક બેન બોલ્યા તમે પ્રથમ દિકરાને દિક્ષા ન આપી હોત તો ઘણું સારૂ થાત ! તમને ઘડપણમાં તકલીફ ન પડત ! મા એ તુરંત જ એમને રોક્યા, “ જુઓ પુણ્યશાળી શ્રાવિકાબહેન.. તમે એમ નહી સમજતાં કે હું મારા દિકરાના મોતની આ વાત થી કે અમારા ભવિષ્યની ચિંતાથી રડી રહી છું. મને તો રડવું એનું આવે છે કે મેં મારા બીજા દિકરાને દિક્ષા કેમ ન અપાવી.” સહુ સ્તબ્ધ બની ગયાં. અનુપમા (અનાભોગથી રેલી દેવ-ગુઝી આશાતના દ્ગતિ આપનાર છે.
Jain Education international
TOT Personalitate de om
- www.jamembrary.org