Book Title: Jain Adarsh Prasango Part 11
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 18
________________ ૧૬ મારે તારી કૃપાથી જ પાર ઉતરવાનું છે. ડિલીવરી માટે મમ્મીના ઘરે ગઈ. આખા શરીરે સોજા ઘણાં રહેતા હતા. ૧૦ મહિના થઈ ગયા ડિલીવરી થતી ન હતી. પણ બી.પી. ઘણું હોવાથી ડૉકટરે કહ્યું કે હવે ડિલીવરી કરાવવી જ પડશે. મને ઘણી બીક લાગતી હતી. હું રોજ નિયમીત સ્થિરાસને એક કલાક દાદાના જાપ કરતી હતી. એ સિવાય આખો દિવસ મનમાં જાપ ચાલુ જ રહેતો હતો. ૧૧વાગ્યે દવાખાને ગઈ અને ૪ વાગ્યે નોર્મલ ડિલીવરી દ્વારા મેં એક બાળક અને એક બાળકીને જન્મ આપ્યો. અને બન્નેનું વજન સરસ બાબાનું ૩ કિલો અને બેબીનું ૨.૫ કિલો. ડૉકટરને પણ આશ્ચર્ય થયું આટલા સરસ વજનના બાળકો છે. પરંતુ બે બાળકો ના કારણે કોથળી એટલી પતલી થઈ ગઈ કે બ્લડનો ફોર્સ બંધ જ ન થાય. ડૉકટર ટાંકા લે ને તૂટી જાય. પ ટકા લોહી થઈ ગયું. ડૉકટરે કહી દીધું કે હવે કેસ અમારા હાથની બહાર છે. એક બાજુ લોહીના બાટલા ચઢે અને બીજી બાજુ ગ્લુકોઝના બાટલા ચઢે. ઘરના બધા રડવા લાગ્યા. પણ મને પરમાત્મા પર શ્રધ્ધા હતી કે તે મારી સાથે જ છે, મારી પાસે જ છે. મારી મમ્મીએ કલિકુંડદાદાના જાપ ચાલુ કરી દીધા. અને ચમત્કાર થયો. હું મોતને ભેટીને પાછી આવી ગઈ. ૮ વાગ્યા અને બ્લીડીંગ બંધ થઈ ગયું. ડૉકટરને પણ આશ્ચર્ય થયું કે આ બહેનને ભગવાને જ બચાવ્યા છે. અને બન્ને બાળકોને લઈને અમે કલિકુંડદાદાના દર્શન કરવા ગયા. ઈમ્પોસીબલને પોસીબલ બનાવવાની તાકાત માત્ર દાદાની શ્રધ્ધામાં જ છે. આપત્તિ આવે પછી દાદાનો જાપ કરવો એનાં કરતાં રોજ જાપ કરીએ તો આપત્તિ જ ન આવે, એ બુધ્ધિશાળીનું કાર્ય છે. ર્મનો બંધ કરતા અનુબંધ વધુ મહત્વનો છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52