________________
એક જ છે (૧૫) ગળું ચપ્પાથી ચીરી નાખ્યું હતું. અમે ખૂબ જ ગભરાઈ ગયા હતા. સતત નવકારમંત્ર નું રટણ ચાલતું હતું. આગળ બે મીનીટના અંતરે બીજુ મોટુ ટોળું દેખાયું. તેઓ પણ હથિયાર સાથે જ હતા. અમારી કાર રોકી અમે તેમને તે કાકાનું નામ આપ્યું તો અમને તરત જવા દીધા. તે દિવસથી આદીશ્વરદાદા પર અને નવકાર મંત્ર પર ખૂબ ખૂબ શ્રધ્ધા વધી ગઈ. હવે તો હાલતા ચાલતા, ઉઠતા, બેસતા, ઉંઘમાં પણ જો રાત્રે આંખ ખુલી જાય તો જીભ પર તરત જ નવકારમંત્ર જ આવી જાય.
આપત્તિ આવે ત્યારે નવકારમંત્ર ગણવા કરતાં આપત્તિ પૂર્વે જ સતત નવકારમંત્ર ગણવામાં વાંધો શું.?
૩. શ્રધ્ધાની સરગમ સુરતના હેતલબેહેને જીવનમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ દાદાનો ચમત્કાર અનુભવ્યો. તેમના જ શબ્દોમાં ભાવપૂર્વક વાંચીએ.. મારૂ નામ હેતલ છે. હું સુરતમાં રહું છું. હાલમાં મારે બે જોડીયા બાળકો છે, તીર્થ અને ત્યાગી. આ બંને બાળકોના ડીલીવરી પ્રસંગની આ વાત છે. ૨૩વર્ષની ઉંમરે મારા લગ્ન થયા અને મને બીજા જ મહિને ખબર પડી કે મારે બે બાળકો છે. ત્યારે હું ઘણી ગભરાઈ ગઈ કારણકે મારૂ શરીર સાવ પાતળું, મારી તાકાત ન હતી કે હું બે બાળકને જન્મ આપી શકું અને ડૉકટરે પણ કહી દીધેલું કે બાળકને જો પોષણ નહિ મળે તો બાળકનો વિકાસ ન થાય અને એને કાચની પેટીમાં રાખવું પડે. ત્યારથી જ મેં શ્રી કલિકુંડ પાર્શ્વનાથદાદાના જાપ ચાલુ કરી દીધા. મને એમના પર અતૂટ શ્રધ્ધા હતી. મેં પરમાત્માને પ્રાર્થના કરી કે, મારા શરીરની કોઈ તાકાત નથી. ( વિશ્વાસની સુવાસ સવાસો યોજન સુધી ફેલાય છે. )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org