________________
(૧૧) “સંભવ .. તારું જીવન નિર્મળતમ બની રહે, એ માટે આપણે કુળદેવી પાસે દર્શન વંદન કરવા જઈ આવીએ...” મમ્મીએ મને વાત કરી. સૌરાષ્ટ્રમાં ચોટીલા ગામની પાસે મોટી ટેકરી પર આવેલ ચામુંડા માતાનું મંદિર એ જ અમારી કુળદેવીનું સ્થાન... મમ્મી મને ભગવાન, સદ્ગુરુ અને જૈનધર્મ સિવાય કયાંય નમવાનું મન નથી થતું. મને કંઈ કુળદેવી ઉપરષ નથી, પણ મારે એને શા માટે નમન કરવા ..”
જો સંભવ . દીક્ષા પછી આખી જીંદગી તારે ક્યાં કુળદેવી પાસે જવાનું છે? તું અમારા સંતોષ ખાતર પણ એકવાર ત્યાં અમારી સાથે ચાલ... અમને ભવિષ્યનો ભય ન રહે!!”
મમ્મીએ કહ્યું અને એ બધાના સંતોષ ખાતર હું એમની સાથે ચોટીલા પહોંચ્યો, ટેકરી ચઢીને ચામુંડામાતાના મંદિરે પહોંચ્યા, મમ્મી – મામા – બહેન બધાએ ભાવથી નમસ્કાર કર્યા, શ્રીફળ ચડાવ્યું, ભંડાર પૂર્યો... આ બધું મેં જોયા કર્યું, પણ મેં હાથ પણ ન જોયા કે માથું પણ ન નમાવ્યું... મમ્મી ગભરાઈ ગઈ, મારા પર જરાક ગુસ્સે પણ થઈ. પણ હવે હું મુમુક્ષુ હતો, થોડાક જ દિવસોનો મહેમાન હતો, એટલે એ ગુસ્સો તરત જ ઓગળી ગયો. “દીકરા.. એકવાર નમી લે ને .. પ્રાર્થના કરી લે ને..”
ના.. મમ્મી.. હવે આ મસ્તક નમે માત્ર ભગવાનને .. આરઝૂ કરે માત્ર પ્રભુ સામે ..... મારી મક્કમતા જોઈ મમ્મી કશું ન બોલી, પણ ત્યાં બેઠેલો સંન્યાસી મારું આ વર્તન જોઈને બેબાકળો બની ગયો. “ કોણ છે આ છોકરો ? કેમ નમતો નથી? ”
માલની કમાલ કરતાં ક્લમની કમાલશ્રેષ્ઠ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org