Book Title: Jain Adarsh Prasango Part 11
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 11
________________ ------(૯) ૨૯૯-૪૯-૯૦૯૯ લાફો મારી દેવો એ ગંભીર ભૂલ કહેવાય. તારે મને કહેવું જોઈએ, તું જાતે જ આવું જલદ પગલું ભરી બેસે, એ ન ચાલે. મેડમની આમન્યા જાળવવી જોઈએ. ચાલ, માફી માંગી લે, અને મેડમ હવે આવું નહિ કરે, એની જવાબદારી મારી...” મેં પગે પડીને માફી માંગી લીધી, “મારી ભૂલ થઈ મેડમ.. મેં આપનું અપમાન કર્યું...” મેડમ ગમે તેમ તો ય એક સ્ત્રી હતા, લાગણી એમનો સ્વભાવ હતો, અહંકાર ઘવાયેલો, એટલે વીફરેલી વાઘણ જેવા બનેલા, આજે અહંકાર પોષાઈ ગયો, એટલે મૂળ સ્વભાવ પ્રગટ થયો. 2 જો, હવે આને તારો દીકરો સમજીને માફી આપી દે, કેટલો સરસ વિનયી છોકરો છે....” પ્રિન્સીપાલે હસતાં હસતાં વાતાવરણને હળવું બનાવી દીધું. મેડમે મારા માથે હાથ મૂક્યો, “દીકરા... મારી ભૂલ થઈ ગઈ.” આટલું બોલતાં તો એમની આંખમાં પાણી ભરાઈ આવ્યા. “ચાલ આખા કલાસ સામે તારી માફી માગું અને ફરી આવું નહિ કરવાનો સંકલ્પ જાહેર કરું.” મેડમ બોલ્યા. પ્રિન્સીપાલ પોતાની પત્નીના આ અદૂભૂત પરિવર્તનથી ખૂબ જ આનંદ પામ્યા અને ખરેખર જયારે મેડમે બહાર આવી બધા જ વિદ્યાર્થીઓ સામે પોતાની ભૂલ કબુલ કરી, મારી માફી માંગી, ત્યારે તો સૌની આંખોમાં ઝળઝળીયા આવી ગયા. આ બાજુ મારા ભાવી ગુરુજીના પરિચયથી હું ધર્મ માર્ગે વધુ ને વધુ આગળ ધપવા લાગ્યો. બીજી બાજુ પપ્પાનું મૃત્યુ થયું, પરિવારનો આધાર સ્તંભ તૂટી ગયો. પણ મારો વૈરાગ્ય મજબૂત બનતો ગયો. અને પંદરેક વર્ષની ઉંમરે મેં દઢ સંકલ્પ કરી લીધો, “મારે દીક્ષા લેવી છે...” અલબત ત્યારે હું [ આપતિના વમળ વચ્ચે જ આત્માનું કમળ ઉગાવું છે.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52