Book Title: Jain Adarsh Prasango Part 11
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay
View full book text
________________
જk - - ૯ ૯ -૪૯(૧૦)--૯-૯૯૦૯૯ પરિવારને આર્થિક રીતે સહાયક ન હતો, છતાં મમ્મીને તો મારા પર જ ભવિષ્યની આશા હોય ને? અત્યારે તો મોટી બહેન બધી જવાબદારી નિભાવતી હતી, પણ વહેલા-મોડા એના લગ્ન થવાના, એ સાસરે જવાની, પછી શું...
એ બધા કરતાં ય મોટી વાત એ કે માતાનું વાત્સલ્ય દીકરાને દીક્ષા માટે રજા આપી દેવા શી રીતે તૈયાર થાય ..
પણ મે કહ્યું તેમ મારો ભાગ્યોદય ડગલે ને પગલે મારી સહાય કરી રહ્યો હતો, મારા ગુરુજીએ પરિવારને સમજાવ્યો અને મમ્મીએ- બહેને મને કહી દીધું, “સંભવ.. તું તારે દીક્ષા લઈ લે, આ સંસાર અળખામણો છે, આ તો અમે અભાગ્યા છીએ કે અમને દીક્ષાની ભાવના થતી નથી, પણ તને આ ભાવના પ્રગટી છે. તો અમે તને હવે નહિ રોકીએ. તું તારે સન્માર્ગે આગળ વધ. આત્માનું કલ્યાણ કર, કુળદિપક બન, શાસન દિપક બન..”
મારો માર્ગ મોકળો બની ગયો, મમ્મી અને બહેન મારા માટે કેટલો ભોગ આપી રહ્યા છે, એટલું તો હું સમજી શકતો હતો. બંનેને માત્ર ભય એટલો જ હતો કે, “મારો ક્ષયોપશમ ઓછો છે, તો આ દીક્ષા લીધા બાદ ભણશે શી રીતે.” પણ છતાં “માત્ર જ્ઞાનપ્રાપ્તિ થી જ મોક્ષ નથી, અનેક યોગો દ્વારા જીવ આત્મવિકાસ સાધી શકે છે....” એ પદાર્થ વિચારીને એમણે રજા આપી.
મને સુંદર મઝાનો સમુદાય, સદ્ગર, દાદાગુરૂ મળ્યા.
અંતે પપ્પાની ગેરહાજરીમાં ૧૫ વર્ષની વયે દીક્ષાની જય બોલાઈ. વૈશાખ વદ ૪ નો દિવસ નક્કી થયો. (સંવત ૨૦૬ ૨) ( જીવનપંથ ઉજાલ્વાને બદલે ઉજાળવાનું ચાલુ કરી દો. તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52