Book Title: Jain Adarsh Prasango Part 11 Author(s): Bhadreshvarvijay Publisher: Bhadreshvarvijay View full book textPage 7
________________ -૯-૦૯૯-૯૦૯૯(૫)ક ૦૯-૦૯-૦૯-૦૯ મેડમ નીચે બોલાવે છે...” બધાએ મારી સામે જોયું, મને થયું કે આજે મારા ઉપર મોટી આફત આવવાની, મેં કહી દીધું કે “હું નીચે નહીં આવું...” પટાવાળો તો સ્તબ્ધ થઈ ગયો. કોઈ છોકરો આવી રીતે જવાબ આપે... કલાસટીચર પણ ગભરાઈ ગયા, એમને મારા માટે લાગણી હતી, “સંભવ તું જઈ આવ, માફી માંગી લે...” ના ટીચર .. હું નહિ જાઉં, મેં કશું ખોટું કર્યું નથી, પછી મારે શું કામ માફી માંગવી ...” “જો, આમાં તારું ભવિષ્ય બગડશે, મેડમ તારા પર કડક પગલા લેશે...” “એમણે જે કરવું હોય તે કરે...” અમારા વચ્ચે રકઝક ચાલી, મારા મિત્રો પણ મને સમજાવવા લાગ્યા, બધા સમજતા હતા કે હું સાચો છું, પણ મેડમ સાથે બાથ ભીડીને નકામું નુકસાન શા માટે વેઠવું... એ જ એ બધાનો વિચાર .. એમની દષ્ટિએ એ સાચા હતા, પણ મારું સત્વ, ખુમારી મને નમવા દેતા ન હતા. આ બધામાં ઘણો સમય લાગ્યો, પટાવાળો નીચે ન પહોંચ્યો, એટલે ગુસ્સે ભરાયેલા મેડમ સીધા ઉપર આવ્યા, મારા કલાસમાં જ પ્રવેશ્યા, બધા એમને આદર આપવા ઉભા થઈ ગયા, પણ હવે હું દઢ બની ગયેલો, “આવી વ્યકિતને બીલકુલ દાદ આપવી નથી.” અને હું એકલો બેસી રહ્યો. સંભવ .. ઉભો થઈ જા..” ટીચરે મને પ્રેરણા કરી. “એ નહિ ઉભો થાય. આ જૈનો બધા એવા જ છે” હું કઈક પણ બોલું એ પહેલા તો મેડમ ધમધમાટ બોલવા લાગ્યા. એ સીધા મારી પાસે જ આવી ગયા, આખો કલાસ સ્તબ્ધ બની ( વકીલ કહે છે કે લડાઈ તમારી મલાઈ અમારી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52