Book Title: Ilurana Gufa Mandiro
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 7
________________ દોઢેક કલાકમાં અજન્તા પહોંચાડી દે છે. ને ત્યાં બધી જાતની સગવડ છે. એટલે હવે કોઈ પણ શિક્ષિત હોવાનો દ કરનાર હિંદીએ આ સ્થાને ન જોયાં હોય તો એ એના શિક્ષણની ત્રુટિ જ કહેવાય. આ બન્ને સ્થળે એવાં છે કે એના વિષે પુરત ને ચિત્રો જેવાથી યથાર્થ ખ્યાલ આવી શકે એમ છે જ નહિ. ભારતીય કળા અહીં સજીવ ને મૂર્તિમંત છે. સાંપ્રદાયિક પરંપરા દ્વારા એ ઉદ્ભવે છે પરંતુ સાંપ્રદાયિક સંકુચિતતાથી એ પર છે. એ ગુફામંદિરમાં દેવી વ્યક્તિઓની આસપાસ ફરતાં ગંધર્વ ને વિદ્યાધરની પેઠે અજન્તા ને છલુરાની કળા સૌંદર્યાકાશમાં અદ્દભુત સ્વછંદ ને સંયમથી વિહરે છે. દેવદેવીઓ ઘડવાનું સામર્થ્ય જોવું હોય તો આ કલાકારોનું મૂર્તિવિધાન જુઓ. ક્યાંય પણ શિથિલતા કે કુરુચિ નજર નહિ પડે. અહંતની અભેદ શાંતિ, નટરાજની અજેય શકિત, નરસિંહ ની ભયંકર ગર્જના, દેવદેવીઓની પ્રેમલીલા, કિન્નર ગંધના મીઠાંગાન, મહિષાસુરમર્દિનીની તેજસ્વી મુદ્રા આ સહુ આ કળાકારેને સુગમ્ય ને સ્વાભાવિક હતું. એમની કારીગરી, એમની પ્રબળ કલ્પના ને સર્જનશકિતને અનુકુળ જ હતી. સમર્થ કલાકારોને પ્રતાપી દાનવીરો પણ મળ્યા. ધન, કળા ને ધર્મને આવો અનુપમ સંગમ દુનિયામાં બીજે કયાં મળશે ? ભાઈ ધીરજલાલે ઇલુરાની ગુફા મંદિરની પુણ્યયાત્રા આ નાના પુસ્તકમાં વર્ણવીને ગુજરાતી પ્રજાને ઉપકાર કર્યો છે. ઈલુરા વિષે ઇગ્રેજીમાં અનેક સુંદર પુસ્તક લખાયાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66