Book Title: Ilurana Gufa Mandiro Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Dhirajlal Tokarshi Shah View full book textPage 5
________________ લખવા ભૂલતા નહિ. સંગીત રત્નાકરના કર્તાએ લખ્યું છે કે અનિરુદ્ધની પત્નિ ઉષાએ દ્વારિકા–રમણુઓને નૃત્યકળા શીખવી ને ત્યાંથી જ નૃત્યવિકાસ થયો ને હિંદુસ્તાનના અન્ય સાતમાં ફેલાયે, મધ્યકાલીન પ્રહસન-ચતુર્ભાણીમાં તે લાટનિવાસીઓના અદમ્ય ચિત્રપ્રેમ ઉપર ખાસ કટાક્ષ કર્યા છે. કોઈ પણ ખાલી દિવાલની જગ્યા મળે એટલે લાટનિવાસી લીંટા ખેંચે જ. સંગીત, નૃત્ય, શિ૯૫ ને ચિત્રના ક્ષેત્રમાં પ્રાચીન સમયમાં ગુજરાતીઓનું સ્થાન અદ્વિતીય હતું. હવે તો એની સ્મૃતિ પણ ન રહી. અજન્તા ને ઇલુરા ગુજરાતથી બહુ દૂર નથી. ત્યાંની અમરકૃતિઓમાં ગુજરાતીઓનો શે ફાળો હતો એ જાણવાને આપણી પાસે કલ્પના સિવાય બીજું કાંઈ જ સાધન નથી. પણ એટલું તો ખરું જ કે ઇલુરાની પરંપરાની મજબુત અસર ગુજરાતની મધ્યકાલીન ચિત્રપરિપાટી ઉપર પડી. હિંદ અત્યારે પરાધીન છે. સુવર્ણ પ્રજાતની અરૂણુભાનાં જ હજી દર્શન થાય છે. નહિ તો સાંચી, અમરાવતી મહાબલિપુરમ, કાંચી, અજન્તા, ઈલુરા, બાદામી, નાલન્દ ઇત્યાદિ અનેક ઈતિહાસ પ્રસિદ્ધ સાળાથી કયો શિક્ષિત હિંદી અપરિચિત હોઈ શકે ? આપણે હજી પાશ્ચાત્ય સભ્યતાના મોહમાંથી મુકત થયા નથી. એના દબદબાથી કાંઇક અંજાઈ ગયા છીએ એટલે પગલે પગલે આપણુ દરેક વસ્તુના ગુણદોષ તપાસવા જાણતાં કે અજાણતાં પરદેશી માનદંડને ઉપયોગ કરીએ છીએ કે જ્યાં સુધી કોઈ પરદેશી આપણું ચીજોની કદર ન કરે ત્યાં સુધી એની પ્રસંશા કરતાં કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 66