________________
બૌદ્ધકળાનો ઈતિહાસ
સામાજીક હિતની સંસ્થાઓ શરૂ કરી. એને પુત્ર મહેન્દ્ર ને પુત્રી સંઘમિત્રા એ ધર્મમાં દિક્ષિત થયાં અને ભાસ્તવર્ષની બહાર પણ એ ધર્મને પ્રચાર કરવાને શમણુસમૂહને લઈ ગયા. બીજા પણ અનેક શ્રમણદ જુદા જુદા દેશમાં ફરી વળ્યાં ને તેમાં તેમને ભારે સફળતા પ્રાપ્ત થઈ. સીલેન, બ્રહ્મદેશ, ચીન, જાપાન, ટીબેટ, અફગાનીસ્તાન, તુર્કસ્તાન ને બીજા અનેક દેશોમાં એ ધર્મ દાખલ થયો. બૌદ્ધવિહાર કેવળ નિવૃત્તિપરાયણ શ્રમણોનું નિવાસસ્થાન નહિ બનતાં ધીમે ધીમે શિક્ષણ અને સેવાનાં કેન્દ્ર સ્થાન બન્યા અને તેમાંથી તક્ષશીલા, નાલંદા, વિક્રમશીલા વગેરે મહાન વિદ્યાપીઠે ઉભી થઈ. આ વિહાર કે વિદ્યાપીઠે કેવળ શહેરના પરિસરમાં નહિ બંધાતાં એકાંત ગિરિપ્રદેશ પર પણ નિર્માણ થવા લાગી, અને હિમગિરિની વીશ હજાર ફૂટની સપાટી સુધી તેને વિસ્તાર થયે. બાંધેલાં મકાને કરતાં ખડકોમાં કેરેલા વિહારે કરાળકાળની સામે વધારે ટકી શકે તેમ હોવાથી તેમજ દરેક ઋતુમાં અનુકૂળ હોવાથી સ્વાભાવિક રીતે જ એ તરફ આ વર્ગનું લક્ષ ગયું ને ઝપાટાબંધ તેની રચના થવા લાગી. અજન્તા, ઈલુરા, કાલ, ભજ, વાધ, ઔરંગાબાદ વગેરે અનેક સ્થળો તેની આજે શાખ પૂરે છે.
શ્રાદ્ધ કળાને ઇતિહાસ બુદ્ધ ભગવાન પોતે મૂર્તિપૂજા નહિ માનતા હોવાથી તેમજ તેમણે ધર્મશાસ્ત્રમાં પુષ્પમાળા, વેલે તથા કલ્પિત
સ્ત્રી-પુરૂષોના ચિત્રવાળા વિહારમાં રહેવાની મનાઈ કરેલી હોવાથી+ શરૂઆતના ચિત્ય ને વિહારે ખુબ સાદા બંધાયા.
+ જુઓ ચુલવણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com