________________
બૌદ્ધ ગુફાઓને પ્રકાર
ૌદ્ધ ગુફાઓના પ્રકાર આ ગુફાઓના મુખ્ય બે પ્રકાર છેઃ (૧) વિહાર(૨) ચિત્ય.
વિહાર એટલે શ્રમણોને રહેવાનું સ્થાન. ચૈત્ય એટલે ઉપાસના મંદિર. બંને પોતાની રચના પરથી તરતજ એાળખાઈ આવે છે. વિહારમાં મધ્યભાગે માટે મંડપ હોય છે ને આજુબાજુ નાની ઓરડીઓ કરી કાઢેલી હોય છે. તેમાં કેટલાક સ્થળે સૂવા માટેની બેઠક ને આગળ વાંચવા માટે પત્થરની પાટલીઓ કરેલી હોય છે. નિકટમાં પાણીનું ટાંકું હોય છે. આ વિહારમાં બુદ્ધ ભગવાનની તથા બોધિસત્વની મૂર્તિઓ જણાય છે જે એકાંતમાં ઉપાસના કરવા અર્થે હોય છે.
ચૈત્ય એટલે સમૂહ માટેનું ઉપાસના મંદિર. ધર્મપરિષદુ ભરવાનું સ્થળ. તે તેના પ્રવેશદ્વારથીજ ઓળખાઈ આવે છે. એનું પ્રવેશદ્વાર વિહારના દ્વારની માફક લંબચોરસ હોવાને બદલે ઉપરથી પિંપળાના પાન જેવા આકારનું હોય છે ને તે ખુબ સુંદર રીતે કરેલું હોય છે. એ કમાનની નીચે સ્થંભની હાર હોય છે જે ચિત્યમાં બાંધેલા સ્તૂપ સુધી લંબાય છે. સ્તૂપ એટલે બુદ્ધ ભગવાન કે મહાન આચાર્યના શરીરને કોઈપણ ભાગ સંધરી તેના પર કરેલું ઉંધી કંકાવટી કે ધંટના આકારનું બાંધકામ. એની આજુબાજુ પ્રદક્ષિણા કરી શકાય તેટલી જગા રાખેલી હોય છે. આ ચિત્યના સ્થંભની બન્ને બાજુ પણ થોડી થોડી જગા બાકી હોય છે, જેની ડાબી બાજુથી ગૃહસ્થ પ્રવેશ કરી સ્તૂપની પ્રદક્ષિણા કરે ને જમણું બાજુથી બહાર નીકળે એવી પેજના હોય છે. મધ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com