________________
બૌદ્ધકળાને ઈતિહાસ એ બાંધતાં તેમણે જોયેલું વૈદિક સ્થાપત્ય દષ્ટિ સમક્ષ હતું એટલે તેની છાયા તેમાં પડે એ સ્વાભાવિક છે. ધીમે ધીમે સંધનું કલેવર મેટું થયું ને અનેક રાજકુટુંબે તેમાં ભળ્યાં. એથી વિહારે વિશાળ બન્યા ને ચત્યના ધર્મપરિષદ ભરવાના મંડપે પણ વિસ્તાર પામ્યા. આ સમય દરમ્યાન બુદ્ધ ભગવાનનું વ્યક્તિત્વ અનેક ભક્તોને ઉપાસનાનું કારણ થઈ પડયું ને તેને વ્યક્ત કરવા તેમણે તેમની મૂર્તિપૂજા શરૂ કરી. બૌદ્ધ સંધ ઘણું મટે ને અનેક ભિન્ન ભિન્ન જાતિ તથા ધંધાના લોકોમાં ફેલાયેલું હોઈ તેમાં વૈવિધ્ય દાખલ થયું ને ચ તથા વિહાર થોડા સમયમાં ચિત્ર તથા શિલ્પની અનુપમ કળાથી દીપી ઉઠયા.દિનપ્રતિદિન એચિત્ર, શિલ્પ તથા મૂર્તિવિધાનની કળામાં વિકાસ થયો ને તે અત્યંત ઉંચી કક્ષાએ ૫હોંચો. આ સમયે સમસ્ત એશિયાના કલાકારોનું હિંદની આ કળા તરફ ધ્યાન ખેંચાયું ને ચીની મુસાફરોએ તે એ જેવા હિંદની ખાસ યાત્રા કરી. તેમણે એ વખતે ભારતવર્ષની ગૌરવસ્થાની નોંધી લીધી છે જે વાંચતાં આજે પણ આપણી છાતી ગજગજ ફૂલે છે. બૌદ્ધધર્મના આ સુવર્ણ સમય પછી તેના આચાર્યો શિથિલાચારી થયા ને પ્રજ્ઞા–શીલ સમાધિને બદલે, મસ્ય, માંસ, મદિરા, મિથુન ને મુદ્રા એ પાંચ પ્રકારના મકારને નિર્વાણને માર્ગ માનવા લાગ્યા. આ ભયંકર આત્મપતનથી સાતમા સિકાના અંતભાગમાં બૌદ્ધધર્મ ભારતવર્ષમાંથી છેક લુપ્ત થઈ ગયે જે હજી સુધી પુનર્ગમન નથી કરી શકો. - છલુરાની બૌદ્ધગુફાઓ આ ધર્મના મધ્યાહનથી અંત સુધીમાં જુદા જુદા સમયે કાતરાઈ છે અને એથી એમાં ‘બૌહસ્થાપત્યનો ઈતિહાસ સારી રીતે જળવાયો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com