________________
કૈલાસ ગુફા
૪૩ પૂર્વ ને ઉત્તર દિશામાં જઈએ તો તેમાં નીચે પ્રમાણે મૂર્તિવિધાન નજરે પડે છે.
દક્ષિણ દિશામાં બાર ભાગ પાડેલા છે. તે નીચે મુજબ (૧) અન્નપૂર્ણ–એના એક હાથમાં જળકલશ છે. બીજા
હાથમાં માળા છે. ત્રીજા હાથમાં પુષ્પનો દેશ છે. ચોથા હાથથી જટા બાંધે છે. (૨) શિવઆલાજી રૂપે ઓળખાતી આ શિવની મૂતિ વાસ્તવિક વિષ્ણુની છે. ચાર હાથમાં શંખ, ચક્ર, ગદા, ને પદ્મ છે. (૩) ચતુર્ભુજ વિષ્ણુ-કાલિનાગને નાથે છે. (૪) વરાહપૃથ્વીને ધારણ કરે છે. પગની નીચે સર્ષે છે. (૫) ગરૂડારૂઢ વિષ્ણુ. (૬) વામનરૂપ વિષ્ણુ-છ ભુજાવાળા છે. એક હાથમાં તલવાર, એક હાથમાં ઢાલ, બાકીના હાથમાં શંખ, ચક્ર, ગદા ને પદ્મ. પગ નીચે બલિને દબાવ્યો છે જે પોતાનું રત્નપૂર્ણ પાત્ર પકડી રહ્યો છે. (૭) ગોવર્ધનધારી વિષ્ણુ (૮) શેષશાયીનારાયણ (૯) નૃસિંહાવતાર વિષણુ(૧૦)લિંગની ઉપાસના કરતો ભક્ત (૧૧) ચાતુર્ભુજ શિવ નંદિ સાથે (૧૨) અર્ધનારીશ્વર.
પૂર્વ તરફના ભાગના ૧૯ વિભાગ છે. જેમાં નીચે મુજબ કામ છે. (૧) કાળભૈરવ સ્વરૂપે શિવ. શિવ પાસે સુંદર રીતે વાળ
ઓળેલાં પાર્વત છે. કપાળભૈરવ રૂપે શિવ. કમળમાંથી બહાર આવતા હોય તેમ જણાય છે. હાથમાં પાર્વતીજી છે. નવોગિનીભૈરવ રૂપે શિવ. ચાર હાથ છે. એકથી ત્રિશુળ પકડયું છે. બીજે પાર્વતીજીના માથે છે. બાકીના બેથી પાર્વતીજીના કુચ ગ્રહણ કર્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com