________________
૩૭
કૈલાસ ગુફા - જેમ મિષ્ટાન્ન જમ્યા પછી સૂકે રોટલો ભાવે નહિ તેમ કૈલાસરાજ જોયા પછી તે ખાસ ધ્યાન ખેંચતી નથી.
લંકેશ્વર વગેરેને ભાગ સાથી છેલ્લો કરાવે છે. આ મંદિર નિર્માણ થયું ત્યારથી અનેક શિલ્પીઓએ એમાંથી પ્રેરણું લીધી છે અને દક્ષિણનાં ભવ્ય મંદિર નિર્માણ કર્યા છે. તેરમા સિકા સુધી તેનો પૂરેપૂરો મધ્યાહ રહ્યા પછી ઇસ્લામની ઝનુની તલવાર એના પર ફરી વળી છે ને તેની - અત્યુત્તમ શિલ્પકળાને ખંડિત કરી છે. તેના ધમધેલા ઝનુની સિપાઈઓને કદાચ પત્થરની નિર્દોષ મૂર્તિઓને ખંડિત કરવામાં આનંદ આવ્યો હશે, પણ એક સુંદર કલાકૃતિને નષ્ટ કરીએ છીએ એવો ખ્યાલ પણ નહિં આવ્યો હોય !
આ મંદિરમાંથી કોઇ રસિકને બહાર નીકળવાનું ગમતું નથી. બીજી ગુફાઓ જોવાના મેહે આ ગુફાનાં દેલાં દર્શન કરી તે બહાર નીકળે છે અને તેની બહાર આવેલા ટાંકામાંથી -પાણી પીઈ આગળ વધે છે.
કૈલાસ જોયા પછી બીજી ગુફાઓ બહુ અસર કરતી નથી જે કે તેમાં પણ ઘણું જોવા જેવું છે. રામેશ્વર ગુફાના સ્થંભ ને તેના પરના મનુષ્યાકૃતિથી યુક્ત ખુણાઓ - ખાસ ધ્યાન ખેંચે છે. એમ કરતાં ઓગણત્રીસમી ગુફા દુમરના આવે છે. આ ગુફાઓ એલીફન્ટા અથવા ધારાપુરીની ગુફાઓને મળતી છે, પરંતુ તેના કરતાં વધારે સુંદર છે. એને વચલો મંડપ ૧૪૮ ફીટ પહેબે ૧૪૯ ફીટ ઉડે ને ૧૭ ફીટ ને ૮ ઈંચ ઉગે છે. આ મંડપમાં દાખલ થતાં બે પ્રચંડ સિંહ નજરે પડે છે. જેમણે પોતાના પંઝામાં હાથીને દબાવેલા છે. રંગમંડપમાં ૨૬ પ્રચંડ સ્તંભ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com