________________
કિસભા આ ગુફામાં પાર્શ્વનાથ, પ્રભુ મહાવીર, શાંતિનાથ, ગૌતમ ને બાહુબલિની તથા બે દેવીઓની મૂર્તિઓ છે.
એક દેવીએ ડાબા હાથમાં વજ પકડેલું છે. બીજી ને આઠ હાથ છે ને મયુર પર બેઠેલી છે.
પાશ્વનાથ ગુફા નં ૩૪. આ ગુફામાં પાર્શ્વનાથની પ્રચંડમૂર્તિ મૂળ નાયક તરીકે છે જેના મસ્તક પર સાપની સાતફણાઓનું છત્ર છે. સામાન્ય રીતે પાશ્વનાથની બધી મૂર્તિઓમાં આવી ઓછીવત્તી ફણાનું છત્ર હોય છે તે તેમના જીવનને એક અત્યંત ભાવમય પ્રસંગ સૂચવે છે. જ્યારે તેઓ છદ્મસ્થ અવસ્થા (પૂર્ણજ્ઞાન થયા પહેલાંની સ્થિતિ) માં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા હતા ત્યારે એક દિવસ સાંજે એક તાપસના આશ્રમ પાસે આવ્યા. રાત્રે તેઓ ચાલતા નહિ, એટલે એક કૂવા પાસે એક વડ નીચે ધ્યાન લગાવીને ઉભા. આ વખતે તેમના પૂર્વભવના એક વૈરીને વેર વાળવા વિચાર થયો તેથી તેણે અનેક પ્રકારના ઉપસર્ગ કર્યો. સિંહ તથા હાથીને ભય બતાવ્યા, રછ તથા ચિત્તાના ભય બતાવ્યા, સાપ અને વાંછી કરઝવવાના પણ ભય બતાવ્યા. પણ એ કશાથી તે પિતાનું ધ્યાન ચૂક્યા નહિ. એટલે એ વરીએ–મેઘમાળીએભયંકર વરસાદનું તોફાન શરૂ કર્યું. આકાશમાં ઘનઘોર વાદળાં શરૂ થયાં. કાનને ફેડી નાખે તેવા વાદળાંને ગડગડાટ થયોઆ તોફાનમાં ઝાડ ઉખડી પડયાં. પંખી, જાનવર બિચારાં નાસભાગ કરવા મંડયાં. પણ ચારે બાજુ જીજળાકાર થતાં તે કયાં જાય? શ્રી પાર્શ્વનાથની ચારે બાજુ પાણી ફરી વળ્યાં. જોતજોતામાં તે ઢીંચણ સુધી આવ્યાં ને ચાડીવારમાં કેડપર બને માળાથી આવ્યાં. છેવટે નાક સુધી પાણઆણ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com