Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી
Tolkalä p&
*lcoblo ‘||3|3
ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ ૩૦૦૪૮૪૬
તમારો
છ ચિત્રા સાથે
श्री धर्म
जयस्त
લેખક ધીરજલાલ ટોકરશી શાહ
શ્રી નાનાલાલ ચમનલાલ મહેતા ( આઇ. સી. એસ. ) ની પ્રસ્તાવના સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
છલુરાનાં ગુફામંદિરો
: લેખક : ધીરજલાલ ટોકરશી શાહ
ராlைitilinealiatrilinealitiliatiliaTINitrilinealistianline Alliam மாலைப்பாட்டம்
:: પ્રસ્તાવના લેખક :: નાનાલાલ ચીમનલાલ મહેતા
આઈ. સી. એસ.
સર્વહક સ્વાધીન
આવૃત્તિ ૧ લી
* *
સંવત ૧૯૮૭
કીંમત આઠ આના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રાશકઃ
ધીરજલાલ ટાકરશી શાહે ચિત્રકાર,મુકસેલર એન્ડ પબ્લીશર, રાયપુર, હવેલીની પેાળ, અ મ ા વા .
જેમની પ્રેરણાથી કલાનાક્ષેત્રમાં પ્રવેશ કર્યાં તે શ્રેષ્ઠિવ શ્રી રણછોડલાલ અમૃતલાલને પ્રેમપૂર્વક સમણુ
મુદ્રકઃ
ચીમનદ્યાલ ઇશ્વરલાલ મહેતા મુદ્રણસ્થાન ઃ વસ તમુદ્રણાલય ધીકાંટા રોડ : :
અમદાવાદ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
*
અજન્તા ને ઇલુરા એટલે ભારતવર્ષનાં પ્રાચીન શિલ્પ, સ્થાપત્ય ને ચિત્રકલાની ચરમસીમા. આ અન્ને સ્થળેામાં શિલ્પ, સ્થાપત્ય તે ચિત્રણના અદ્ભુત સમન્વય થયેા છે. પ્લુરાનાં ચિત્રાવશેષો બહુ થાડાં છે તે થાડા વખત થયાંજ એની પ્રતિકૃતિ બની શકી છે. એ ચિત્રો આપણાં મધ્યકાલીન ગુજરાતી ચિત્રોને મળતાં છે તે ઘણે ભાગે મધ્યયુગના—વિશેષતઃ જૈન ગ્રંથાની કળા ઇલ્લુરાનીજ પર પરામાંથી ઉદ્ભવ્યાં હાય એમ લાગે છે. વધ માનપુરી (વઢવાણ)ના શિલ્પકારા તા ચેાથા સકામાં દક્ષિણાપથમાં મશહુર હતા, એમ તામીલ “મણિમેખલેના કર્તા કહે છે. સાળમાં સકાને તિબેટી ઇતિહાસકાર તારાનાથ પશ્ચિમ હિંદના અદ્વિતીય ચિત્રકારોના ઉલ્લેખ કરે છે ને અમુલ જલની આય–ને–અકબરી ઉપરથી પણ જણાય છે કે અકબરના સામ્રાજ્યની છાયામાં પુનર્જન્મ પામેલી કળામાં ગુજર ચિતારાઓના કેવા મહત્ત્વના કાળેા હતા. કેશા, ભીમ, મહેશ એવા અનેક ગુજર ચિત્રકારેાનાં નામ ને ચિત્રો હજી સુધી ઉપલબ્ધ છે. એમનું પ્રાંતિય અભિમાન એટલું સખત હતું કે એ હુંમેશાં પેાતાના નામ પછી ‘ગુજરાતી'ની ઉપાધિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
લખવા ભૂલતા નહિ. સંગીત રત્નાકરના કર્તાએ લખ્યું છે કે અનિરુદ્ધની પત્નિ ઉષાએ દ્વારિકા–રમણુઓને નૃત્યકળા શીખવી ને ત્યાંથી જ નૃત્યવિકાસ થયો ને હિંદુસ્તાનના અન્ય સાતમાં ફેલાયે, મધ્યકાલીન પ્રહસન-ચતુર્ભાણીમાં તે લાટનિવાસીઓના અદમ્ય ચિત્રપ્રેમ ઉપર ખાસ કટાક્ષ કર્યા છે. કોઈ પણ ખાલી દિવાલની જગ્યા મળે એટલે લાટનિવાસી લીંટા ખેંચે જ. સંગીત, નૃત્ય, શિ૯૫ ને ચિત્રના ક્ષેત્રમાં પ્રાચીન સમયમાં ગુજરાતીઓનું સ્થાન અદ્વિતીય હતું. હવે તો એની સ્મૃતિ પણ ન રહી. અજન્તા ને ઇલુરા ગુજરાતથી બહુ દૂર નથી. ત્યાંની અમરકૃતિઓમાં ગુજરાતીઓનો શે ફાળો હતો એ જાણવાને આપણી પાસે કલ્પના સિવાય બીજું કાંઈ જ સાધન નથી. પણ એટલું તો ખરું જ કે ઇલુરાની પરંપરાની મજબુત અસર ગુજરાતની મધ્યકાલીન ચિત્રપરિપાટી ઉપર પડી.
હિંદ અત્યારે પરાધીન છે. સુવર્ણ પ્રજાતની અરૂણુભાનાં જ હજી દર્શન થાય છે. નહિ તો સાંચી, અમરાવતી મહાબલિપુરમ, કાંચી, અજન્તા, ઈલુરા, બાદામી, નાલન્દ ઇત્યાદિ અનેક ઈતિહાસ પ્રસિદ્ધ સાળાથી કયો શિક્ષિત હિંદી અપરિચિત હોઈ શકે ? આપણે હજી પાશ્ચાત્ય સભ્યતાના મોહમાંથી મુકત થયા નથી. એના દબદબાથી કાંઇક અંજાઈ ગયા છીએ એટલે પગલે પગલે આપણુ દરેક વસ્તુના ગુણદોષ તપાસવા જાણતાં કે અજાણતાં પરદેશી માનદંડને ઉપયોગ કરીએ છીએ કે જ્યાં સુધી કોઈ પરદેશી આપણું ચીજોની કદર ન કરે ત્યાં સુધી એની પ્રસંશા કરતાં કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
એ વિષે આપણે પિતાને યથાર્થભાવ વ્યકત કરવામાં મન અચકાય છે. આ મનોવૃત્તિ ખાસ કરીને આપણું પાશ્રાત્ય કેળવણી પામેલા સમાજે કેળવી છે, ને તે પણ વિશેષ કરીને ભારતીય કલાની તુલના કરવામાં. આથી જ આપણું આધુનિક જીવન શુષ્ક, નિરસ ને સૌંદર્યાવિહોણું લાગે છે. સૌંદર્યની ભાવના જ જાગ્રત ન થઈ હોય ત્યાં સુધી ઈલુરા ને અજન્તા જેવા ભૂતકાળની અખૂટ સમૃદ્ધિને કળાના અનન્ય સ્મારક પણ શી અસર કરી શકે ? અજન્તા જેવી સંપૂર્ણ ઈમારત દુનિયામાં હજી સુધી તે નથી જ. સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રણને અભુત સમન્વય અજન્તાનાં ગુફા મંદિરોમાં નજરે પડે છે. ઈલુરાનાં ચિત્રો લગભગ નષ્ટપ્રાયઃ છે પણ ભારતીય સભ્યતાની તવારીખમાં ઈલુરાનું સ્થાન અદ્વિતિય છે. બૌદ્ધ, બ્રાહ્મણને જન સંસ્કૃતિને અહીં ત્રિવેણી સંગમ છે. આધુનિક કાળ તરફ નજર કરીએ તે અહીં ભવિષ્યના પુનરુત્થાનનું ઉજ્જવળ ચિલું છે. અજન્તા ને છલુરા બન્ને નિઝામ સરકારના રાજ્યમાં છે. આ ચુસ્ત મુસ્લીમ રિયાસતમાં હિંદુ સંસ્કૃતિના આ અનુપમ સ્મારકો સુરક્ષિત છે. એના સંરક્ષણ માટે નિઝામ સરકારે પ્રયાસ કર્યો છે, એ અત્યંત સ્તુત્ય છે. અજન્તા ને છલુરાની સરખામણીમાં પ્રાચીન ગુજરાતના પાટનગર–પાટની દુર્દશા સાંભરે છે ને શોક થાય છે.
છલુરા ને અજન્તા જવું હવે તો જરાએ અઘરું નથી. બન્નેની વચ્ચે મોટરનો રસ્તો છે ને માત્ર ૬૦ માઇલનું જ અંતર છે. મનમાડ કે જળગાવ સ્ટેશનથી મેટર-લોરીઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
દોઢેક કલાકમાં અજન્તા પહોંચાડી દે છે. ને ત્યાં બધી જાતની સગવડ છે. એટલે હવે કોઈ પણ શિક્ષિત હોવાનો દ કરનાર હિંદીએ આ સ્થાને ન જોયાં હોય તો એ એના શિક્ષણની ત્રુટિ જ કહેવાય. આ બન્ને સ્થળે એવાં છે કે એના વિષે પુરત ને ચિત્રો જેવાથી યથાર્થ ખ્યાલ આવી શકે એમ છે જ નહિ. ભારતીય કળા અહીં સજીવ ને મૂર્તિમંત છે. સાંપ્રદાયિક પરંપરા દ્વારા એ ઉદ્ભવે છે પરંતુ સાંપ્રદાયિક સંકુચિતતાથી એ પર છે. એ ગુફામંદિરમાં દેવી વ્યક્તિઓની આસપાસ ફરતાં ગંધર્વ ને વિદ્યાધરની પેઠે અજન્તા ને છલુરાની કળા સૌંદર્યાકાશમાં અદ્દભુત સ્વછંદ ને સંયમથી વિહરે છે. દેવદેવીઓ ઘડવાનું સામર્થ્ય જોવું હોય તો આ કલાકારોનું મૂર્તિવિધાન જુઓ. ક્યાંય પણ શિથિલતા કે કુરુચિ નજર નહિ પડે. અહંતની અભેદ શાંતિ, નટરાજની અજેય શકિત, નરસિંહ ની ભયંકર ગર્જના, દેવદેવીઓની પ્રેમલીલા, કિન્નર ગંધના મીઠાંગાન, મહિષાસુરમર્દિનીની તેજસ્વી મુદ્રા આ સહુ આ કળાકારેને સુગમ્ય ને સ્વાભાવિક હતું. એમની કારીગરી, એમની પ્રબળ કલ્પના ને સર્જનશકિતને અનુકુળ જ હતી. સમર્થ કલાકારોને પ્રતાપી દાનવીરો પણ મળ્યા. ધન, કળા ને ધર્મને આવો અનુપમ સંગમ દુનિયામાં બીજે કયાં મળશે ?
ભાઈ ધીરજલાલે ઇલુરાની ગુફા મંદિરની પુણ્યયાત્રા આ નાના પુસ્તકમાં વર્ણવીને ગુજરાતી પ્રજાને ઉપકાર કર્યો છે. ઈલુરા વિષે ઇગ્રેજીમાં અનેક સુંદર પુસ્તક લખાયાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
છે. ગુજરાતી ભાષામાં તે એ વિષે આ પ્રથમ જ પ્રયાસ છે. ગુજરાતને લોકસમુદાય છલુરા ને અજન્તાની યાત્રા કરતાં શીખશે તે ભાઈ ધીરજલાલની મહેનત સાર્થક થશે. અજ
ન્તા વિષે આવું જ એક સચિત્ર પુસ્તક લખાય તો કેવું સારું ?
ચિત્રકટ )
નૈનીતાલ તા. ૧૦–૬–૩૧ .
નાનાલાલ ચમનલાલ મહેતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકનું નિવેદન કુદરત અને કળાધામમાં વીસ દિવસ એ પુસ્તક લખતાં ઈલુરાનાં ગુફામંદિર વિષે એક સ્વતંત્ર પુસ્તક બહાર પાડવાનો વિચાર ઉદ્ભવ્યો. પરમાત્માની કૃપાથી એ પુસ્તક આજે બહાર પાડી શકું છું એથી આનંદ થાય છે. તેની કિસ્મત ખર્ચ જેટલીજ રાખેલી છે.
આપણું પ્રખ્યાત હિંદી કળા વિવેચક છત નાનાલાલભાઈએ એની પ્રસ્તાવના લખી આપી ઉપકાર કર્યો છે. ભાઈ બળવત્ત ભટ્ટે પોતાના બે ફેટેગ્રાફનો ઉપયોગ કરવા દીધું છે તે બદલ તેમનો પણ આભારી છું.
ભારતવર્ષમાં આજે પણ અનેક કળાનાં ધામ મેજુદ છે. એનું ગૌરવ ગાતી એક ગ્રન્થમાળા જાય એવી ઉત્કટ ઈચ્છા છે. જે આ પુસ્તક છપાવવાનો ખર્ચ માથે નહિ પડે તે એ દિશામાં નમ્ર પ્રયત્ન કરીશ. આવા પ્રકાશનમાં રુચિ ધરાવનાર વ્યક્તિ કે સંને વિચાર વિનિમય કરવાની વિનતિ છે.
લિ.
પ્રકાશક,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
ફેટે : બલવત ભટ્ટ
ઈલુરાની ગુફાઓ : સામાન્ય દૃશ્ય ડાબા હાથેથી પહેલી ગુફા તીથલ અને પછીની દેથલ છે.
કુમાર પ્રિટરી : અમદાવાદ
Page #12
--------------------------------------------------------------------------
________________
: ૧૦ : ઈલુરાનાં ગુફામંદિરો
મહત્તા (લુરાની ગુફામંદિરે ભારતવર્ષને શિલ્પની એક 0 અમરકૃતિ છે. એનાં દર્શન એ જીવનની અનેરી લ્હાણ છે. કોઈ પણ સાચા શિલ્પી, ચિત્રકાર, ઇતિહાસરસજ્ઞ કે ધર્મજિજ્ઞાસુને માટે એમાં અભ્યાસની અખૂટ સામગ્રી ભરેલી છે. ભારતવર્ષને ધાર્મિક સંદેશ શું હતું, કળાને આદર્શ કેટલો ઉચ્ચ હતું અને તેને પૂર્ણ કરવા ભારતવાસીઓએ કેવી આત્મશ્રદ્ધા, ઉપાસના અને આત્મસમર્પણને પરિચય આપ્યો છે તે આ મંદિરે જતાં સમજી શકાય છે. આ શિલ્પધામમાં અકેક ખડકમાંથી જે ભવ્ય ને વિશાળ વિહાર અથવા મંદિરો કરવામાં આવ્યાં છે તે અદ્યાપિપર્યત અજોડ છે; અને તેમાંનું એક કૈલાસ અથવા રંગમહાલ તે જગતભરના ખડકમાંથી કાપેલાં મંદિરોમાં અદ્વિતીય છે. આ ગુફામંદિરોની મૂર્તિઓ અને પૌરાણિક કથાઓનાં આકૃતિવિધાન એટલાં પ્રમાણપત, ભાવવાહી ને તેજસ્વી છે કે પ્રથમ દર્શને જ તેની અદ્ભુત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
સ્થાન ને સંભાળ અસર થાય છે. એમાંની કેટલીક કૃતિઓ તે વિશ્વવિખ્યાત માઈકલ એજેલનાં પુતળાંઓની હરિફાઈમાં પણ બરાબર ઉભી રહી શકે તેમ છે.
આ સ્થળની બીજી મહત્તા એ છે કે આર્યસંસ્કૃતિની ત્રણે શાખાઓ-ઔદ્ધ, હિન્દુ અને જૈનને તે પવિત્ર સંગમ છે. આ સંસ્કૃતિને ત્રિવેણી સંગમ ભાગ્યે જ બીજા કઈ સ્થળે થયો હશે.
સ્થાન ને સંભાળ લતાબાદથી નવ માઇલ, ઔરંગાબાદથી ચૌદ માઈલ ને ખુલદાબાદથી ત્રણ માઈલ છેટે એક પશ્ચિમાભિમુખ પથરાયેલી ટેકરીમાં આ ગુફાઓ કોતરાયેલી છે. લગભગ સવા માઈલના વિસ્તારમાં બધી મળીને ૩૪ ગુફાઓ આજે ત્યાં જોવામાં આવે છે. એમાં ૧ થી ૧૨ સુધીની ગુફાઓ બૌદ્ધની છે. ૧૩ થી ૨૯ સુધીની ગુફાઓ બ્રાહ્મણની છે અને ૩૦ થી ૩૪ સુધીની ગુફાઓ જેની છે. આની નિકટમાં છલુરા અથવા વેસળગામ હોવાથી એજ નામે આ ગુફાઓ પ્રસિદ્ધ છે. • | મુસલમાનોની ચડાઈ વખતે આ મંદિરનું કેટલુંક કામ ખંડિત થયું છે ને કુદરતના આક્રમણે પણ તેમાં ઉમેરો કર્યો છે. પરંતુ આજે તેના અધિપતિ નિઝામ સરકાર એનું સાચું મૂલ્ય આંકી ભારે ખર્ચથી એની સંભાળ લઈ રહ્યા છે. આ ગુફાઓની દેખરેખ રાખવા એક રક્ષક
અધિકારી (ક્યુરેટર) તથા બીજ નોકરીની તેમના તરફથી નિમક થયેલી છે. પ્રવાસીઓને જોવાની અનુકૂળતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
*
-
-
-
- -
અલુરા વિષે સાહિત્ય ખાતર એમના તરફથી એક નાની સરખી માર્ગદર્શક પુસ્તિકા પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે જે ખુબ નઉપયોગી છે.
ઇલુરા વિષે સાહિત્ય ઈ. સ. ૧૭૯૫ માં મી. ડેનીયલનાં હિંદનાં ચિત્રો પ્રસિદ્ધ થયાં તેમાં આ ગુફાઓનાં કેટલાંક ચિત્રો હતાં, જેમણે યુરોપના વિધાનવર્ગનું સારું ધ્યાન ખેંચ્યું હતું. ત્યાર પછી ચાલ્સ મેલેટ એશીઆટિક રીસર્ચના છઠ્ઠા ગ્રંથમાં એના વિષે પ્રકાશ પાડયો હતો. ઈ. સ. ૧૮૨૦ માં સીલીનું Wonders of Ellora પ્રસિદ્ધ થયું અને પછી તો પ્રાચ્યવિદ્યાવિશારદેએ આ સ્થળની મુલાકાત લઈ અભ્યાસપૂર્ણ મીમાંસા કરી. એ સહુમાં ડે. ફર્ગ્યુસન અને ખાસ કરીને ડે. જેમ્સ બજેસે આ ગુફાઓને સંશોધન પૂર્વક હેવાલ તૈયાર કર્યો છે જે Archeological survey of Western India Vol V. માં પ્રસિદ્ધ થયો છે. આજે ઈલુરાના મંદિરની જે માર્ગદર્શક પુસ્તિકા પ્રસિદ્ધ થઈ છે તે કેવળ એમના વૃત્તાંતનું જ પુનર્મુદ્રણ છે. હિન્દી કળાના પ્રખ્યાત સમાચક છે. ઈ. બી. હાલે Notes on Indian Art નામના પ્રસિદ્ધ પુસ્તકમાં એના વિશ્વકર્માચિત્ય તથા કલાસમંદિરની ભારે પ્રશંસા કરી છે. એ ઉપરાંત
Buddhist Art in India નામના અત્યંત મનનીય પુસ્તકમાં ડો. એ. ચુનડેલે તથા Architectural Antiquities of Western Indiaમાં ડો. હેન્રી કઝીને એની નોંધ લીધી છે. બીજાં પણ સ્થાપત્ય, શિલ્પને કળાના પુસ્તકમાં એનાં વર્ણન છે. પણ દુર્ભાગ્યે આપણું દેશના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
ગુફાઓનાં નામ : વિદ્વાનોએ આપણું દૃષ્ટિબિંદુથી એનો અભ્યાસ કરી જુદી જુદી ભાષામાં એનું એકેય સ્વતંત્ર પુસ્તક તૈયાર કર્યું નથી અને એથી આ સ્થળે તેનું જરા વિસ્તારથી વર્ણન કરવાની જરૂર લાગે છે.
ઔરંગાબાદ કે ખુદાબાદથી પાકી સડકના માર્ગે આવેલ પ્રવાસી પહેલવહેલો ગુફામંદિરના દક્ષિણ છેડે આવે છે જ્યાંથી બૌદ્ધગુફાઓ શરૂ થાય છે. ત્યાંથી આગળ વધતાં અનુક્રમે બ્રાહ્મણ અને જૈન ગુફાએ આવે છે. એ દરેક ગુફાને નંબર આપેલ છે. ત્યાંની કેટલીક ગુફાઓ અપવાદ ગણતાં ઘણું ખરી ગુફાઓનાં જુદાં જુદાં નામ પ્રચલિત છે. તે નામે નીચે મુજબ છે –
ગુઓનાં નામ : ગુફાઓઃ
નામ, ૧ થી ૪
••ઢેડવાડા
...મહારવાડા, ૬ થી ૯
વિશ્વકર્મા–પડી
...દોથલ
•તીથલ :બ્રાહ્મણ ગુાએ
નામ,
નં.
રર રર ?
રાવણુ-કાકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
વૈદિક ધમ સામે ક્રાન્તિ
૧૫
૧૬
૧૭ થી ૨૦
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
૨૬
૨૭
૨૮
૨૯
૩૦
૩૧
૩૨
૩૩
. ૩૪
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
દશાવતાર
કૈલાસ અથવા રંગમહાલ
...
...
...
...
...
...
:
...
...
...
: જૈન ગુફાઓ :
...
...
...
100
9.0
...
ઈન્દ્રસભા,
100
...
વૈદિક ધમ સામે ક્રાન્તિ
રામેશ્વર ...નીલકંઠ
...
...
તેલી—કા—ગણ કુંભારવાડા
જનવાસ
ગેાવાલણની ગુફા
...
ઘૂમર લેના
...
...
...
...
...
છેટાકૈલાસ
..
...
જગન્નાથસભા. ...પાર્શ્વનાથ
વૈદિક પ્રાર્થના ને ઉપનિષકાળના ઉંડા અધ્યાત્મચિંતન પછી બ્રાહ્મણધમ માં ધીમે ધીમે જડ ક્રિયાકાંડનું જોર વધ્યું ને હિંસક યજ્ઞયાગની વૃદ્ધિ થઇ. વર્ણાશ્રમ ખુમ મજબૂત થયા ને સમાજની ચેાગ્ય વ્યવસ્થા માટે મૂળ જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
બૌદ્ધોને ધર્મપ્રચાર
વર્ણાશ્રમના વિભાગો યોજાયા હતા તેનાં બંધને વજ— શૃંખલાવત દઢ થયાં ને શદ્રો પર જુલ્મ ગુજરવા લાગ્યો. બ્રાહ્મણે સ્વનિર્મિત કાયદાઓથી બધાને શાસિત કરવા લાગ્યા ને પિતાને ગમે તેવું વર્તન કરવાનો અધિકાર છે એમ સમજવા લાગ્યા. આથી ધીરે ધીરે એમના પ્રત્યે અસંતોષ પ્રગટવા માંડે ને પાર્શ્વનાથ, બુદ્ધ ભગવાન તથા પ્રભુ મહાવીરે એ યુગના ભાવનારૂપે જન્મ લીધે. યૌવનવયમાં સર્વપ્રકારના સુખવૈભવનો ત્યાગ કરી એ ક્ષત્રીય રાજકુમારે સત્યની. શોધમાં નીકળ્યા ને લાંબા સમય સુધી આકરાં તપ કરી. મેળવેલી આત્મશુદ્ધિવડે ઈષ્ટસિદ્ધિ પ્રાપ્ત કરી. પછી તેઓએ સમાજમાં રૂઢ થઈ, ગએલી જડ ક્રિયાઓનું ખંડન કરી સમાજમાં બ્રાતૃભાવ ફેલાવ્યો ને ભૂતદયાનો પ્રચાર કર્યો.. બુદ્ધ ભગવાન તથા પાર્શ્વનાથ. અને મહાવીરની તાત્વિક માન્યતામાં ઉડે ભેદ હતો પણ એ યુગને પુનરૂદ્ધાર કરવાનું કામ તે સમાન જ હતું. એના મહાન ત્યાગ ને અદ્ભુત ઉપદેશથી લાખો લોકોએ તેમને પ્રેમપૂર્વક સાંભળ્યા ને તેમણે ઉપદેશેલા શ્રમણધર્મ તથા ગૃહસ્થધમને અંગીકાર કર્યા.
બોદ્ધાનો ધર્મ પ્રચાર બુદ્ધ ભગવાનના નિર્વાણ પછી થોડા જ સમયમાં બૌદ્ધશ્રમણે હિંદભરમાં ફરી વળ્યા, ને તેમણે ઉપદેશેલા ચાર, આર્યસત્યનો તથા આર્યઅષ્ટાંગમાર્ગને પ્રચાર કર્યો. ઈ. સ. પૂર્વે ૨૬૦ ના અરસામાં રાજર્ષિ શાકને આ ધર્મને રંગ લાગ્યો તેથી તેના પ્રચારને ખુબ વેગ મળે. એણે અને સ્થળે ખડે પર ભગવાન ની આગામી તિરાવી,
સ્થળે રૂપ અને વિહાલ કલા , બીજી પણ અનેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
બૌદ્ધકળાનો ઈતિહાસ
સામાજીક હિતની સંસ્થાઓ શરૂ કરી. એને પુત્ર મહેન્દ્ર ને પુત્રી સંઘમિત્રા એ ધર્મમાં દિક્ષિત થયાં અને ભાસ્તવર્ષની બહાર પણ એ ધર્મને પ્રચાર કરવાને શમણુસમૂહને લઈ ગયા. બીજા પણ અનેક શ્રમણદ જુદા જુદા દેશમાં ફરી વળ્યાં ને તેમાં તેમને ભારે સફળતા પ્રાપ્ત થઈ. સીલેન, બ્રહ્મદેશ, ચીન, જાપાન, ટીબેટ, અફગાનીસ્તાન, તુર્કસ્તાન ને બીજા અનેક દેશોમાં એ ધર્મ દાખલ થયો. બૌદ્ધવિહાર કેવળ નિવૃત્તિપરાયણ શ્રમણોનું નિવાસસ્થાન નહિ બનતાં ધીમે ધીમે શિક્ષણ અને સેવાનાં કેન્દ્ર સ્થાન બન્યા અને તેમાંથી તક્ષશીલા, નાલંદા, વિક્રમશીલા વગેરે મહાન વિદ્યાપીઠે ઉભી થઈ. આ વિહાર કે વિદ્યાપીઠે કેવળ શહેરના પરિસરમાં નહિ બંધાતાં એકાંત ગિરિપ્રદેશ પર પણ નિર્માણ થવા લાગી, અને હિમગિરિની વીશ હજાર ફૂટની સપાટી સુધી તેને વિસ્તાર થયે. બાંધેલાં મકાને કરતાં ખડકોમાં કેરેલા વિહારે કરાળકાળની સામે વધારે ટકી શકે તેમ હોવાથી તેમજ દરેક ઋતુમાં અનુકૂળ હોવાથી સ્વાભાવિક રીતે જ એ તરફ આ વર્ગનું લક્ષ ગયું ને ઝપાટાબંધ તેની રચના થવા લાગી. અજન્તા, ઈલુરા, કાલ, ભજ, વાધ, ઔરંગાબાદ વગેરે અનેક સ્થળો તેની આજે શાખ પૂરે છે.
શ્રાદ્ધ કળાને ઇતિહાસ બુદ્ધ ભગવાન પોતે મૂર્તિપૂજા નહિ માનતા હોવાથી તેમજ તેમણે ધર્મશાસ્ત્રમાં પુષ્પમાળા, વેલે તથા કલ્પિત
સ્ત્રી-પુરૂષોના ચિત્રવાળા વિહારમાં રહેવાની મનાઈ કરેલી હોવાથી+ શરૂઆતના ચિત્ય ને વિહારે ખુબ સાદા બંધાયા.
+ જુઓ ચુલવણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
બૌદ્ધકળાને ઈતિહાસ એ બાંધતાં તેમણે જોયેલું વૈદિક સ્થાપત્ય દષ્ટિ સમક્ષ હતું એટલે તેની છાયા તેમાં પડે એ સ્વાભાવિક છે. ધીમે ધીમે સંધનું કલેવર મેટું થયું ને અનેક રાજકુટુંબે તેમાં ભળ્યાં. એથી વિહારે વિશાળ બન્યા ને ચત્યના ધર્મપરિષદ ભરવાના મંડપે પણ વિસ્તાર પામ્યા. આ સમય દરમ્યાન બુદ્ધ ભગવાનનું વ્યક્તિત્વ અનેક ભક્તોને ઉપાસનાનું કારણ થઈ પડયું ને તેને વ્યક્ત કરવા તેમણે તેમની મૂર્તિપૂજા શરૂ કરી. બૌદ્ધ સંધ ઘણું મટે ને અનેક ભિન્ન ભિન્ન જાતિ તથા ધંધાના લોકોમાં ફેલાયેલું હોઈ તેમાં વૈવિધ્ય દાખલ થયું ને ચ તથા વિહાર થોડા સમયમાં ચિત્ર તથા શિલ્પની અનુપમ કળાથી દીપી ઉઠયા.દિનપ્રતિદિન એચિત્ર, શિલ્પ તથા મૂર્તિવિધાનની કળામાં વિકાસ થયો ને તે અત્યંત ઉંચી કક્ષાએ ૫હોંચો. આ સમયે સમસ્ત એશિયાના કલાકારોનું હિંદની આ કળા તરફ ધ્યાન ખેંચાયું ને ચીની મુસાફરોએ તે એ જેવા હિંદની ખાસ યાત્રા કરી. તેમણે એ વખતે ભારતવર્ષની ગૌરવસ્થાની નોંધી લીધી છે જે વાંચતાં આજે પણ આપણી છાતી ગજગજ ફૂલે છે. બૌદ્ધધર્મના આ સુવર્ણ સમય પછી તેના આચાર્યો શિથિલાચારી થયા ને પ્રજ્ઞા–શીલ સમાધિને બદલે, મસ્ય, માંસ, મદિરા, મિથુન ને મુદ્રા એ પાંચ પ્રકારના મકારને નિર્વાણને માર્ગ માનવા લાગ્યા. આ ભયંકર આત્મપતનથી સાતમા સિકાના અંતભાગમાં બૌદ્ધધર્મ ભારતવર્ષમાંથી છેક લુપ્ત થઈ ગયે જે હજી સુધી પુનર્ગમન નથી કરી શકો. - છલુરાની બૌદ્ધગુફાઓ આ ધર્મના મધ્યાહનથી અંત સુધીમાં જુદા જુદા સમયે કાતરાઈ છે અને એથી એમાં ‘બૌહસ્થાપત્યનો ઈતિહાસ સારી રીતે જળવાયો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
બૌદ્ધ ગુફાઓને પ્રકાર
ૌદ્ધ ગુફાઓના પ્રકાર આ ગુફાઓના મુખ્ય બે પ્રકાર છેઃ (૧) વિહાર(૨) ચિત્ય.
વિહાર એટલે શ્રમણોને રહેવાનું સ્થાન. ચૈત્ય એટલે ઉપાસના મંદિર. બંને પોતાની રચના પરથી તરતજ એાળખાઈ આવે છે. વિહારમાં મધ્યભાગે માટે મંડપ હોય છે ને આજુબાજુ નાની ઓરડીઓ કરી કાઢેલી હોય છે. તેમાં કેટલાક સ્થળે સૂવા માટેની બેઠક ને આગળ વાંચવા માટે પત્થરની પાટલીઓ કરેલી હોય છે. નિકટમાં પાણીનું ટાંકું હોય છે. આ વિહારમાં બુદ્ધ ભગવાનની તથા બોધિસત્વની મૂર્તિઓ જણાય છે જે એકાંતમાં ઉપાસના કરવા અર્થે હોય છે.
ચૈત્ય એટલે સમૂહ માટેનું ઉપાસના મંદિર. ધર્મપરિષદુ ભરવાનું સ્થળ. તે તેના પ્રવેશદ્વારથીજ ઓળખાઈ આવે છે. એનું પ્રવેશદ્વાર વિહારના દ્વારની માફક લંબચોરસ હોવાને બદલે ઉપરથી પિંપળાના પાન જેવા આકારનું હોય છે ને તે ખુબ સુંદર રીતે કરેલું હોય છે. એ કમાનની નીચે સ્થંભની હાર હોય છે જે ચિત્યમાં બાંધેલા સ્તૂપ સુધી લંબાય છે. સ્તૂપ એટલે બુદ્ધ ભગવાન કે મહાન આચાર્યના શરીરને કોઈપણ ભાગ સંધરી તેના પર કરેલું ઉંધી કંકાવટી કે ધંટના આકારનું બાંધકામ. એની આજુબાજુ પ્રદક્ષિણા કરી શકાય તેટલી જગા રાખેલી હોય છે. આ ચિત્યના સ્થંભની બન્ને બાજુ પણ થોડી થોડી જગા બાકી હોય છે, જેની ડાબી બાજુથી ગૃહસ્થ પ્રવેશ કરી સ્તૂપની પ્રદક્ષિણા કરે ને જમણું બાજુથી બહાર નીકળે એવી પેજના હોય છે. મધ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
અહીંના ચૈત્યની વિશેષતા
ભાગ શ્રમણેાને માટે હાય છે જ્યાં તેઓ સ્થંભાને લગતા હારબંધ બેસે છે. એ સ્થભાના મથાળે કેટલાક દેવે કારેલા હાય છે જે તેમને આશીર્વાદ આપવા ઉભા છે એવા અસંકેત છે. કાર્લીની ગુફામાં, અજન્તામાં, એડસામાં તે કન્હેરીમાં આ જ પ્રકારના ચૈત્યેા છે. પરંતુ અહીં ચૈત્યનિર્માણને એ સિદ્ધાંત અદૃશ્ય થયેા છે. બીજા નંબરની ગુઢ્ઢા જે ચૈત્ય છે તેમાં પ્રવેશદ્વારની આ કમાન જણાતી નથી. તેમ જ દશમા નખરની વિશ્વકર્માંગુઢ્ઢા જે એક અત્યંત મનેાહર ચૈત્ય છે તેમાં પણ એવી કમાતા જણાતી નથી. અંદરના સ્તૂપના આકારમાં પણ ફેર છે તે વધારામાં તેનાપર ૧૧ ફીટ ઉંચી મુદ્દે ભગવાનની મૂર્તિ બેસાડેલી છે. એનેા ખુલાસા એવા થઈ શકે કે ખીજા ચૈત્યેા શરૂઆતમાં બંધાયેલા એટલે તેમાં વૈદિક ધર્મની અસ્ત થતા સૂર્યની સત્તારૂપ ક્રમાન સચવાયેલી તે આ છેલ્લા કાળમાં પરિવર્તન પામી.
પહેલી પાંચે ગુફાઓને આવાં હલકાં નામ આપવાનું શું પ્રયેાજન હશે તેવા પ્રશ્ન સહેજે થાય છે. એ બાબતમાં જુદા જુદા .મત છે. ડેા. જે. વિલ્સન એમ માને છે કે Thoravada ( થેરાવાદ ) ઉપરથી સૂચિત કરીને મશ્કરી કરવા બ્રાહ્મણીએ આ નામ આપ્યું હાય. ડા. જેમ્સ અડ્રેસ એમ ધારે છે કે તેઓ વના ભેને ઢાકરે મારી બધી કાટિના લેાકાને સધમાં દાખલ કસ્તા જે વૈદિક સંપ્રદાયની સામે બળવા હતા તેથી પણ એ નામ આપ્યું àાય. ૧લી ગ્રાઃ
એક વિશ્વ છે. એમાં છો શ્રોતે રહેવાને માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
પહેલી તથા બીજી ગુફા
આઠ ઓરડીઓ કેરી કાઢેલી છે. બીજી ગુફાઓના પ્રમાણમાં તે ખુબ સાદી છે જે એની પ્રાચીનતા સૂચવે છે.
૨ જી ગુફા સુંદર ચિત્ય છે. તેને રંગ મંડપ ૪૮ ફીટ સમરસ છે; તેમાં બાર મોટા થંભ, પત્ર, પુષ્પ તથા ગાંધર્વોના કતરકામથી વિભૂષિત થઈ છતની રક્ષા કરતા ઉભા છે. ચિત્યની મુખ્ય પ્રતિમા સિંહાસન પવિષ્ટ ભગવાન બુદ્ધની છે જે પ્રચંડ ને ભાવવાહી છે. મુખપર દયાનું દેવીસ્મિત ફરકી રહ્યું હોય એમ જણાય છે. તેમણે જમણા હાથના અંગુઠા તથા તર્જનીથી ડાબા હાથની ટચલી આંગળીને ગ્રહણ કરેલી છે. તેમના ડાબા હાથની હથેળીમાંથી ઓઢેલું વસ્ત્ર પસાર થાય છે. બુદ્ધ ભગવાનની આ એક પ્રકારની ઉપદેશમુદ્રા છે. એમની આજુબાજુ બે ચમ્મરધારી છે. તેમાંના એક ડાબી બાજુનાં ચમ્મરધારીને પિશાક સાદો . તેણે ઓઢેલું વસ્ત્ર કમ્મર આગળ એક મેખલાથી બાંધેલું છે. માથા પરની જટા યોગી જેવી છે તેમાં અમિતાભબુદ્ધની મૂર્તિ છે. એના એક હાથમાં માળા છે ને બીજા હાથમાં કમળનું ફૂલ છે. બીજી બાજુ એટલે આપણા જમણા હાથ તરફના દ્વારપાળને મુગટ રત્નજડીત છે. હાથમાં કંકણ, બાજુબંધ ને ખભે રત્નજડીત ઉપવીત છે. તેના જમણું હાથમાં પુષ્પ ગુચ્છ છે. ભીંતમાં બે મોટી મૂર્તિઓ ઉભેલી છે જે બોધિસત્ત્વની છે. એમને જમણે હાથ નીચે લટકે છે જેની હથેળી આપણું સામી છે. ડાબો હાથ છાતી પર છે, જે વડે પરિધાન કરેલું વસ્ત્ર પકડેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
ઔદ્દાનું મૂર્તિવિધાન
ગર્ભદ્વારની બહારના દ્વારપાળ પણ ખરાખર ચમ્મરધારીએાનીજ પ્રતિકૃતિ છે. તેમના માથાપર ગાંધયુગલ પુષ્પમાળ લઇને ઉડી રહ્યાં છે. રંગમડપમાં ધ્યાનમુદ્રાવાળી અદ્દભગવાનની ઘણી મૂર્તિઓ છે. દરેકની આજુબાજુ પરંતુ ચમ્મરધારીની વચ્ચે વચ્ચે જમણા હાથમાં પુષ્પને ધારણ કરતી સ્ત્રી-પરિચારિકાઓ પણ છે. ઉત્તર દિશાના દ્વારપાળ સામે રગમ ડપમાં એક સ્ત્રીની પ્રચંડ મૂતિ કારેલી છે જેના સધળા પેાશાક વગેરે દ્વારપાળ જેવાંજ છે. એની આજુબાજુ બે સ્ત્રીઓની નાની મૂર્તિઓ છે જેમણે જમણા હાથમાં કમળ ધારણ કરેલ છે. આ મૂર્તિ યુદ્દ ભગવાનની માતા માયાદેવીની કે તેમની પત્ની યશેાધરાની છે, અથવા તા તાંત્રિકકાળની કાઇ દેવીની છે તે કહી શકાતું નથી.
૧૨
અહીં તથા હવે પછીના બીજા વિહાર તથા ચત્યામાં જે સંખ્યાબંધ મૂર્તિઓ કારેલી છે, તેને સમજવા માટે બૌદ્ધ ધર્મના મૂર્તિવિધાન તરફ દષ્ટિપાત કરવા જરૂરી છે.
બૌદ્ધોનું મૂર્તિવિધાન
મુદ્દ ભગવાનની મૂર્તિ મુખ્ય બે પ્રકારની છે. એક યુદ્ધની એટલે સંપૂર્ણ જ્ઞાન પામેલાની ને બીજી મેાધિસત્ત્વની એટલે સંપૂર્ણ જ્ઞાન પામ્યા પહેલાંની. ખીજી રીતે કહીએ તે ગુરૂદશામાં ખુદ્દની અને રાજવીદશામાં ખેાધિસત્ત્વની. બુદ્ધુ એટલે મહાજ્ઞાની, ધમચક્રવર્તી. તેમનું કપાળ ભવ્ય ને વિશાળ હોય. તેની મધ્યમાં એક ચિહ્ન (ઉ) હાય . જે તેમના પ્રજ્ઞાનેત્રની સત્તા સૂચવે. મસ્તકના મધ્યભાગ ઉન્નત- હાય ઉષ્ણીશ ) જે મહાજ્ઞાનીની સત્તા જ્યાવે. વાળ ગુંચળાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
આધિસત્ત્વના પ્રકાર
૧૩
વાળા ને કાન ખભા સુધી લટકતા હેાય, જેની છુટા ચીરાયેલી હાય, મુખપર શાંતિ ને કરૂ! તરવરતાં હોય, પાછળ ભામડળ હેાય. ખેાધિસત્વ એટલે રાજરાજેશ્વર, આદશ ભૂપતિ તેમાં દિવ્ય પ્રેમ હાય, દિવ્ય મુદ્દિ હેાય. તેમનું શરીર અત્યંત સુકેામળ હાય ને સંસારના મનેહરમાં મનેાહર વસ્ત્રાલંકાર ધારણ કરેલા હોય. કલાકારાને આ ખેાધિસત્ત્વની મૂર્તિ એનું વિધાન કરવામાં ઘણુંજ વિશાળ ક્ષેત્ર મળ્યું છે. અને એથી એને અદ્ભુત વિકાસ થયા છે. બૈદ્ધસાહિત્યમાં જણાતાં કેટલાક ખેાધિસત્ત્વાનાં ભિન્ન ભિન્ન નામેા અને સ્વરૂપે નીચે મુજબ છેઃ
અન તચારિત્ર અનતવિક્રમ
અક્ષયમુનિ
અવલોકિતેશ્વર (પદ્મપાણિ)
(વિશ્વપાણિ)
આકાશગ ક્ષિતિગભ
ગાધીશ્વર
ઘટાપાણિ
ત્રિરભા
પદ્મશીલ
પ્રજ્ઞાકૂટ પ્રતિભાણ
પ્રદાનર
મુદ્દશ્રીનાન
ભદ્રપાળ
ભૈષજ્યસમુદ્ગત મિરચ
મહાપ્રતિભાણ
મહાવિક્રમિન્
ત્રિલેાકવિક્રમિન્
ધાણધર
નક્ષત્રરાજ નિત્યાઘુક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મૈત્રેય
મંજુશ્રી અથવા મહામતિ
રત્નચંદ્ર
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
રત્નપાણિ રત્નભૂતિ રાપાળ અચિરકેતુ વજુગલ વજપાણિ વજસત્વ વિકૌતુક વિનાયક
બોધિસોની મૂર્તિઓની ઓળખાણ
વિરૂપાક્ષ વિશુદ્ધચારિત્ર શ્રીગર્ભ સતતસમિતાભિયુક્ત સદાપરિભૂત સર્વાર્થનામ સામન્તભદ્ર સારસ્વત પ્રિયદર્શન
એમાં અવલોકિતેશ્વર અથવા પદ્યપાણિ જે દિવ્ય પ્રેમનું સ્વરૂપ છે અને મંજુશ્રી અથવા વજપાણિ જે દિવ્ય જ્ઞાનનું સ્વરૂપ છે તે બે અહીં દ્વારપાળ તરીકે જણાય છે. અવલોકિતેશ્વરના મસ્તક પર જે મુગટ હોય છે તેમાં અમિતાભ બુદ્ધની મૂર્તિ હોય છે ને તેમના એક હાથમાં પડ્યા હોય છે. વજપાણિ અથવા મંજુશ્રીના મુગટ પર ચત્યની નિશાની હોય છે ને તેના એક હાથમાં વજ હોય છે.
આમાંના જુદા જુદા બોધિસત્વેને જુદા જુદા ભાગમાં જુદી જુદી રીતે વિકાસ થયો છે. દાખલા તરીકે મંજુશ્રીને જાવામાં, વિકૌતુકને નેપાળ અને ટીબેટમાં. એકલા વિકૌતુકમસિમા ૧૦૮ નામ ને ભિન્ન ભિન્ન સ્વરપે ત્યાં ખીલ્યાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૫
હિંદુદ ને બોધિસત્વ
બોધિસત્ત્વની મૂર્તિવિધાનના વિકાસમાં એક વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય છે. દક્ષિણમાં પ્રસરેલા હીનયાન પથે લગભગ નામના ફેરફાર સાથે બધા હિન્દુ દેવોને કબૂલ કર્યા છે. જ્યારે મહાયાન પંથે બધા હિન્દુ દેવને પિતાના શાસ્ત્રની માન્યતા પ્રમાણે સ્વરૂપ આપેલાં છે. લોકેના હૃદયમાં પ્રાચીન કાળની મૂર્તિપૂજાની જે ખાયેશ હતી તે બીજી શી રીતે સંતોષી શકાય ! થોડા દૃષ્ટાંતથી એ વસ્તુ બરાબર સમજી શકાશે. ઈંદ્ર અથવા વજાયુધ વપાણિ બન્યા છે. બ્રહ્મા મંજુશ્રી બન્યા છે. તેમની સરસ્વતી ને લક્ષ્મી બે સ્ત્રીઓ બનેલી છે. વિષ્ણુ અવલોકિતેશ્વર અથવા પાપાણિ બન્યા છે અને વિરૂપાક્ષ એ તે શિવનું જ નામ છે. આ ઉપરાંત સાત તથાગતની બૌદ્ધોની માન્યતા છે જે સપ્તર્ષિનું જ રૂપપરિવર્તન છે. ગણેશને વિનાયક તરીકે સ્વીકારેલા છે.
ત્રીજી ગુફા
આ એક નાને સરખો વિહાર છે. બાર ઓરડીઓ એમાં કરેલી છે. ઉત્તર દિશા તરફ નાનું સરખું ચિત્ય છે. તેમાં પાસન પર બેઠેલી બુદ્ધ ભગવાનની મૂર્તિ છે. તેમની અને બાજુ સામાન્ય રીતે બીજે હોય છે તેમ ચમ્મર– ધારીઓ છે. ઉપર ગાંધર્વો અને દેવતાઈ ગયા છે. જે બુદ્ધ ભગવાનનાં સંગીતકારા ગુણગાન કરે છે. બીજી પણ થેલી મૂર્તિઓ અહીં છે, પણ તેમાં વધારે વખત ન ગાળતાં ચેાથી ગુફા આગળ આવીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
૧
ચેાથીથી દશમી ગુફા ઃ
ચાથી ગુફા
છે. બહારના જોવાલાયક છે. જટા, તેના અત્ર
ઉપર
ચેાથી ગુફાને! આગળને અર્ધો ભાગ છે. યુદ્દ ભગવાનની મૂર્તિ એધિવૃક્ષ નીચે છે. આમાજી ચમ્મર વીંઝનાર ઉભા ભાગમાં પદ્મપાણિની મૂર્તિ છે તે ખાસ ખેટક બુદ્ધ ભગવાન જેવી, મસ્તક પર ભાગ પર અમિતાભયુદ્ધની મૂર્તિ, વાળ ખભા લટકતા, ડાખા ખભે મૃગચમ, જમણા હાથમાં કમળ, આજીમાજી એ સ્ત્રીએ, એકના હાથમાં માળા, ખીજીના હાથમાં પુષ્પસમૂહ. અહીં બીજી પણ મુદ્દે ભગવાનની મૂર્તિઓ છે તે બધાના મુખપરના ભાવ ખાસ અસર કરે છે. પાંચમી ગુફા
તૂટી ગએલે બેઠેલી બતાવી
પાંચમી મ્હારવાડા એક વિશાળ બૌદ્ધવિહાર છે. થાડાં પગથી ઉપર ચઢતાં તેના ૧૧૭ ફૂટ લાંખા તે પટા પીટ પહેાળા મંડપમાં દાખલ થવાય છે. ૨૪ સુંદર સ્થા તેને ટકાવી રાખે છે. ગર્ભાગારમાં ધ્યાનસ્થ મુદ્રામાં મુદ્ ભગવાનની મૂર્તિ છે. આજુબાજુ ચમ્મર વીંઝનારા છે જે તે વખતના કળામય પેશાકના તથા વાળ ઓળવાની રીતેાને પરિચય આપે છે. શ્રમણેાને રહેવાની વીસ જેટલી આરડીએ અહીં કારેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
છઠ્ઠીથી નવમી સુધીની ગુફાએ
ઝડપથી જોઇને આગળ વધી શકાય તેમ છે. દ્રશમી ગુફા
શમી ગુઢ્ઢા વિશ્વકર્માંપડી નામે ઓળખાય છે.
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
ગુફા ને. ૧૦ : વિશ્વ કમાં ચૅચ
કુમાર પ્રિન્ટરી : અમદાવાદ
Page #30
--------------------------------------------------------------------------
________________
વિશ્વકર્મા ચય
૧૭. જે એક સુંદર ચિત્ય છે. ૪૬ ફીટ લાંબી, ૪૩ ફીટ ઉંડી ને ૩૪ ફીટ ઉંચાઈવાળી આ ગુફા એટલી ભવ્ય જણાય છે કે જેનારને ત્યાંથી જવું ગમે જ નહિ. આ શિલ્પકારના મગજમાં મંદિરને મકાનોના ઘાટનો ને તેની સપ્રમાણુતાને જે ખ્યાલ હતો તે અર્વાચીન શિલ્પકારોમાં ભાગ્યે જ નજરે પડે છે.
પણ
કાઢી
સાંધાપર જાત ઉપરાંત,
અહીંનું બાંધકામ લાકડાના બાંધકામની પ્રતિકૃતિરૂપ છે જે ખાસ સમજવા લાયક છે. તે પ્રતિકૃતિ એટલે સુધી સંપૂર્ણ છે કે એક ઝીણામાં ઝીણી બાબતમાં પણ કઈ ખેડ કાઢી શકે તેમ નથી. દાખલા તરીકે બે લાકડાના પાટડા મેળવતાં સાંધાપર જળાયા મૂકાય છે, તે પણ ખડકની કરેલી પીઢમાં બતાવ્યા છે. તે ઉપરાંત, એ બધી પીઢોનું લાંબા અંતર સુધી બરાબર સમાંતરપણું જાળવ્યું છે જે અત્યંત કુશળતાનું પરિણામ છે. એક ખડકમાંથી દૂર સુધી મંડપની પીઢો કરવી અને છતાંયે જરા પણ ઉંચી નીચી સપાટી ન જાય એ તીક્ષ્ણ બુદ્ધિ, કુશળ દૃષ્ટિ અને સિદ્ધહસ્તતા વિના ક્યાંથી સંભવે? આ ચિત્ય સ્થાપત્ય અને શિલ્પના દેવ વિશ્વકર્માને અર્પણ કર્યું છે એ પણ એની ખાસ વિશેષતા છે. એના જેવું બીજું ચૈત્ય હજુ સુધી જાણ્યું નથી. રાજર્ષિ અશોકની પણ પહેલાં શિલ્પીઓનાં મહાજન કે મંડળ હતાં અને એના દ્વારાજ તેઓ પોતાની સઘળી વ્યવસ્થા રાજતંત્રની દખલગીરી સિવાય કરતા. આવા શિલ્પીઓએ પોતાના દેવના સ્મરણાર્થે આ ચિત્ય બાંધ્યું છે. એમની મહાન પરિષદો આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૮
૧૧ મી તથા ૧૨ મી કા
ચૈત્યના વિશાળ રંગમંડપમાં થઈ છે. મંદિર સુથારાનું મહાન યાત્રા સ્થળ ગણાય છે. દરેક સુથાર તેને જીંદગીમાં ઓછાંમાં એછું એક વખત જોવાને અભિલાષ રાખે છે, અને કેટલીક જ્ઞાતિઓમાં તેા એના દર્શન વિના જમાઇ પણ ધારણ કરી શકાતી નથી. ખરેખર ! આવું કળાધામ જોયા વિના સુથારની સાચી દિક્ષા શી રીતે પમાય ?
અગીઆરમી ગુફા : દેાથલ
દાથલ એટલે એ માળ. એ માળવાળી નામ છતાં આજે તા એ ગુફા ત્રણ માળની છે. પહેલાં એના મેજ માળ જણાયા હતા પણ છેલા ખેાદકામમાં તેને ત્રીજો માળ મળી આવ્યે છે. એકજ ખડકમાંથી ત્રણ માળની ગુફા ભવ્ય સ્થા, મનેાહર મૂર્તિ અને સીડીઓ સહીત કારી કાઢવી એમાં કેટલું શીલ્પચાતુ હશે તેના ઘડીભર વિચાર કરે. આ ગુફાની રચના ધણી જ સુંદર છે.
બારમી ગુફાઃ તીનથલ
આ ગુડ્ડા અગીઆરસીની જેમ ત્રણ માળવાળી છે પણ વિશાળતામાં, સ્થંભેામાં અને મૂર્તિઓની સંખ્યામાં તેના કરતાં ચઢી જાય છે. બધી બૌદ્ધ ગુફ઼ામાં આ ગુઢ્ઢા શ્રેષ્ઠ છે. તેના રંગમંડપમાં જ ૪ર માટાચારસ સ્થંભાને ૧૦૩ જેટલી મૂર્તિ છે. ચૈત્યની અને બાજુએ જે મૂર્તિઓ છે તે તરફ દૃષ્ટિ કરી. પહેલી દક્ષિણ બાજુ
* જુઓ ડા. હ્રાવેલકૃત Noto on Indian art' નામના પુસ્તકનું પાંચમું પ્રકરણ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
તીથલનું શિલ્પકામ
૧૯ લઇએઃ સહુથી પહેલાં ચમ્મરધારીઓથી યુક્ત ભગવાન બુદ્ધની 'સિંહાસન પર બેઠેલી શાંતિના સાગરસમી પ્રતિમ છે. સિંહાસનના મધ્ય ભાગ પર ચક્ર છે જે એમના જીવનને મહાન ધાર્મિક વિજય સૂચવે છે. આગળ બે સુંદર હરણે છે જે દુર્ભાગ્યે તૂટી ગયાં છે. બનારસ પાસેનું મૃગદવ ઉદ્યાન જે ભગવાન બુદ્ધથી પુનઃ પુનઃ પવિત્ર થતું હતું તે તે આના પરથી સૂચિત નહિ થતું હોય ! ઉત્તર તરફ ઉપદેશની મુદ્રામાં ભગવાન બુદ્ધની પ્રતિમા છે. એ ચમ્મરધારીઓની જગાએ ભગવાન બુદ્ધના જીવનના ત્રણ પ્રસંગે કર્યા છેઃ ધ્યાનસ્થ બુદ્ધ, ગુરૂ બુદ્ધ અને નિર્વાણ પામતા બુદ્ધ. આ પ્રતિમાની એક બાજુ પર એક ઉંચી પિટીકા છે તેના પર ધ્યાન મુદ્રાવાળી લગભગ એક સરખી સાત મૂર્તિઓ છે. તેમના પર જે બોધિવૃક્ષ કાતરવામાં આવ્યા છે તેમાં છેડે ફેર છે; બાકી બધી રીતે તે સરખી છે. આ મૂર્તિઓ સાત તથાગતની છે. અજન્તાની ૨૨ મી ગુફામાં પણ આવાં સાત તથાગતના ચિત્રો છે.
બૌદ્ધ માન્યતા પ્રમાણે અત્યંત લાંબા સમયના બનેલા કલ્પના અંતે એક કે વધારે બુદ્ધનો જગતના ઉદ્ધસાથે જન્મ થાય છે. તેમાંના પાંચ વર્તમાનકાળને બુદ્ધ નીચે પ્રમાણે છેઃ (૧) ક્રકુચંડ (૨) કનક મુનિ (૩) કાશ્યપ (૪) ગૌતમ (૫) આર્યમય. આ પાંચે બુદ્ધને આવિર્ભાવ પાંચ ધ્યાની બુદ્ધિને આધારે છે જેમને અનુક્રમ નીચે મુજબ છેઃ (૧) વિરેચન (૨) અભય (૩) રત્નસંભવ (૪) અમિતાભ (૫) અમોધસિદ્ધ. આ દરેક ધ્યાની બુદ્ધિ પિતાની પાછળ એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
બૌદ્ધ ગુફાઓનો સંદેશ બોધિસત્વને મૂકતા જાય છે. તેમના નામ સામન્તભદ્ર, વજપાણિ, રત્નપાણિ, પદ્મપાણિ ને વિશ્વપાણિ છે.
ત્યના દ્વાર આગળ બે સુંદર દ્વારપાળ છે. અંદર બુદ્ધની બેઠેલી મૂર્તિ છે. લોકે તેને શ્રી રામ તરીકે પૂજે છે. તેના હેઠ ને નાક ખંડિત થયા છે એટલે પ્લાસ્ટરના બનાવ્યા છે.. આ મૂર્તિની એક બાજુ અવલોકિતેશ્વરની મૂર્તિ છે જેની ડાબી બાજુએ પુષ્પ, તરવાર વગેરે ધારણ કરેલી ચાર આકૃાત છે. બુદ્ધ ભગવાનની મૂર્તિની ડાબી બાજુએ વજપાણિ અત્યંત મનોહર (અલંકારથી યુક્ત છે. તેની ડાબી બાજુએ પણ પુસ્તક, પુષ્પ વગેરે ધારણ કરતી ચાર આકૃતિઓ બતાવી છે. આ ઉપરાંત બીજું પણ ઘણું અભ્યાસ કરવા લાયક છે.
આ બધી ગુફાઓ જોતાં બૌદ્ધધર્મને તે મધ્યાહ્નકાળ યાદ આવે છે. એક વખત આ ગુફાઓ શ્રમણવૃદથી ભરપૂર હશે ! તેમની વિશદ જ્ઞાનચર્ચાઓથી આ મંદિરની કળા સેંકડો ગણું દીપી ઉઠતી હશે. તેમના સેવા ને સ્વાધ્યાયમગ્ન જીવન કમળના પરાગની જેમ બધા વાતાવરણને સુવાસિત કરતા હશે! દૂરદૂરથી આ મંદિરની યાત્રા કરવા ભક્તવંદ આવતા હશે! આજે આ ગુફાઓમાંથી એ જીવન લુપ્ત થયું છે છતાં તેના અણુએ અણુમાં એ જીવનનું પ્રતિબિંબ છે. જાણે એ સાકાર થઈને વદતું ન હોય કે એ માનવીઓ! કળાની સાચી સિદ્ધિ કરવી હોય તે અંતરના પડ ઉખાશે. અનન્ય આત્મશ્રદ્ધા ને અખંડ ઉપાસનાનું આલંબન ધ. સર્વ કોઈ એનાથી પ્રાપ્ત થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
જૈન તથા શૈવ ધર્મના ઇતિહાસ
૨૧
જૈન તથા રાવ ધર્મના ઈતિહાસ.
બ્રાહ્મણુ ગુફા
બૌદ્ધ ગુફાએથી ૪૦ વારના છેટેથી
શરૂ થાય છે. તેનું કામ લગભગ સાતમા સકાથી શરૂ થઈ બારમા સકા સુધી ચાલ્યું છે. સ્થાપત્ય ને શિલ્પ બૌદ્ધ ગુફા કરતાં અહીં ઘણાં જ વધારે વિકાસ પામેલાં જાય છે.
આદુ ધર્મની શરૂઆતથી સાતમા સૈકા સુધી તેને જે ઇતિહાસ આપણે જોયે તેમાં થાડી ખાખત ઉમેરી આગળની ગુફાઓ માટે ઐતિહાસિક સામગ્રી મેળવી લઇએ.
મુદ્ધ ભગવાનની પણ પહેલાં પાર્શ્વનાથથી જૈન ધમ પ્રચાર પામ્યા હતા ને તેમાં શ્રી મહાવીરે પેાતાના અદ્ભુત ત્યાગ તે જ્ઞાનથી નવા વેગ આણ્યા હતા. આ ધમની સાથે સાથે તે પણ જોર પર આવ્યા હતા તે આમ મે ધર્મના આક્રમણથી બ્રાહ્મણધર્મ છેક નિષ્ફળ · મની ગયા હતા. એ સમયમાં જૈન ધર્મે ખુબ સ્તૂપો ખાંધ્યા હતા, ને ગુફાએ પણ કારી હતી. ખડક માંથી પ્રચંડ મૂર્તિએ કારવાનું તથા અત્યંત મનેાહર જિનપ્રાસાદો બાંધવાનું કામ પાછળથી શરૂ કર્યું હતું. મથુરાના સ્તૂપ, ખારવેલની તથા ધરિસંહની ગુફાએ, શ્રાવણ ખેલ્યુલા, ચેન્નુર તથા કારકલની પ્રચંડ મૂર્તિએ અને શત્રુંજ્ય, ગીરનાર, આયુ, રાણકપુર વગેરેના મંદિરે એ સમયની આજે પણ યાદ દેવડાવે છે.
સાતમા સૈકામાં બૈધમના અસ્ત થયા પછી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૨
શૈવધમ ના દક્ષિણમાં વિજય
જૈનધમ દક્ષિણમાં જોર પર આવ્યા ને અનેક રાજાઓને તે પેાતાના ધર્મોમાં લઈ શક્યા. આ વખતે શૈવધર્મે પણ દક્ષિણમાં પ્રવેશ કર્યાં ને તેના પ્રચારની તૈયારીઓ કરવા માંડી. કુમારિલ ભટ્ટ તથા શ્રી શંકરાચાયે જૈન ધમ સામે મારચા માંડવા તેમાં કેટલાક અંશે તે સફળ થયા.. પછી . સ. ૧૧૧૯ માં દ્રાવ્ડિ દેશમાં રામાનુજ આચાયના જન્મ થયા ને તેમણે શંકરાચાયના સિદ્ધાંતા તથા જૈનધર્માનું ખંડન કરી વૈષ્ણવ ધમ પ્રચલિત કર્યાં. આજ અરસામાં બસવ નામના બ્રાહ્મણે લિંગાયત પંથની સ્થાપના કરી ને જૈન રાજા ખીજલને ભીમા નદીના કિનારે ઝેર. દીધું. ખીજા પણ ઘણાં ખુનખાર ધ યુદ્ધેા થયાં ને તેમાં અંતે બારમા સૈકામાં શવધમ વિજયવંત થયા. આ કાળમાં શૈવધર્મે દક્ષિણમાં શુક્રાદિ કાયા છે તથા મહાન મંદિરા આંધ્યા છે, જેમાં ઈલુરાના ગુફામંદિરના સમાવેશ થાય છે.. બ્રાહ્મણની બધી ગુફાઓ માદર તરીકે જ કારાયેલી છે તે તેમાં હિંદુધર્મની એ મહાન શાખા શૈવ તથા વૈષ્ણવ ધર્માંના ઘણા ખરા દેવદેવીઓનાં મૂર્તિવિધાન છે.બૌદ્ધગુફા કરતાં આ ગુફાઓ વધારે માટી, વધારે ભવ્ય ને ઉચ્ચજાતિના શિલ્પકામવાળી છે.
તેરમી ગુફા ઃ
૧૩ નખરની ગુઢ્ઢા તદ્દન સાદા આરા છે. એક વખત કદાચ તેના ધર્મશાળા તરીકે ઉપયોગ થતા હશે. તે વટાવીને ચૌદમી ગુઢ્ઢા આગળ જવાય છે.
ઐાદમી ગુફા): રાવણ-કાઢ
આ ગુફાની આગળ વિાળ વનાના રંગમડપ છે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૩
શિવધર્મનું મૂર્તિવિધાન મધ્યમાં મંદિર ને તેની આસપાસ પ્રદક્ષિણા કરવાની જગા છે. એની કુલ ઉંડાઈ ૮૫ ફીટ છે. અહીંના સ્થંભે ખુબ મોટા, છેડેથી ચેરસને ઉપરથી ગોળાકાર છે; એના પર અત્યંત મનોહર ફૂલભાતો કરેલી છે. આ સ્થંભથી પડતા બંને બાજુની દિવાલના ભાગમાં સુંદર શિલ્પકામ કરેલું છે; તેમાં દક્ષિણ તરફ મુખ્યત્વે શૈવધર્મને દેવદેવીઓ છે ને ઉત્તર તરફ વૈષ્ણવ ધર્મના દેવદેવીઓ છે.
શિવધર્મના મુખ્યદેવ શિવ છે જે જગતની ત્રિગુણાત્મક શક્તિમાંની સંહાર શક્તિનું રૂપક છે. શિવપુરાણ પ્રમાણે જગતનું તે આદિકારણ છે કે બ્રહ્મા, વિષ્ણુ પણ તેમની જ સૃષ્ટિ છે. બ્રહ્માને તેમણે જગતની ઉત્પત્તિનું કાર્ય સંપેલું છે ને વિષ્ણુને પાલન કરવાનું કાર્ય સોંપ્યું છે. પિતે સંહાર, કરવાનું કામ રાખ્યું છે. એ સંહારક સ્વરૂપના ઘણા ભેદો ધીમે ધીમે કળામાં ઉતર્યા છે. તેમાંના કેટલાક નીચે મુજબ છે –
કાલા-તક, ગજાસુરસંહાર, કાલારિ, ત્રિપુરાન્તક શિવ, શરમેશ, શરભસૂતિ, બ્રહ્મશિરછેદ મૂર્તિ, ભૈરવ, બટુક ભૈરવ, સ્વર્ણકર્ષણ ભરવ, વીરભદ્ર, દક્ષબ્રહ્મસ્વરૂપ, જાલન્ધરહર, મલારિશિવ, અષ્ટભૂજાઘર વગેરે. એ ઉપરાંત સુખાસનમાં બેઠેલા શિવજી, અનુગ્રહકર્તા શિવજી, નદરાજ શિવજી, ગંગાધર શિવજી, સદાશિવ શિવજી વગેરેના પણ અનેક ભેદ પ્રભેદ છે,
વિશેષ માહિતી માટે જુઓ -
Elements of Hindu Iconography by T. A. Gopinathrao. Madras.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૪
શિવ તથા વૈષ્ણવ ધર્મનું મૂર્તિવિધાન તેમનાં પત્ની પાર્વતીજી જે પ્રકૃતિનું સ્વરૂપ છે તેમના પણ અનેક સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યા છે. અંબા, કાલી, મહાકાલી, ભવાની, દુર્ગા, મહિષાસુરમર્દિની, વાઘેશ્વરી વગેરે. શિવજીને બે પુત્રો છેઃ એક ગણેશ અથવા ગજાનન અને બીજા કાર્તિકેય. તેમાં ગણેશ મંગળ ને રિદ્ધિસિદ્ધિના દાતા છે. તેમનું દરેક શુભપ્રસંગે સ્મરણ કરવામાં આવે છે. કાર્તિકેય સ્વામી શૂરવીર સેનાની છે ને યુદ્ધમાં જય અપાવનાર ગણાય છે.
વૈષ્ણવધર્મમાં વિષ્ણુને તેમના પત્ની લક્ષ્મી આરાધ્ય દેવ છે. વિષ્ણુ ભગવાન જગતમાં જ્યારે અત્યંત પાપ વધી જાય છે ત્યારે તેને ઉદ્ધાર કરવા અવતાર લે છે એમાં મુખ્ય અવતાર દસ છે –
મસ્ય, કૂર્મ, વરાહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, નૃસિંહ, ગાતમ ને કલ્કિ. અહીં શિવજી જેટલું આ દેવનું મૂર્તિ વિધાન ખીલ્યું નથી. તેમાંના કેટલાકનાં તો એક જ જાતનાં રૂપ નજરે પડે છે. અલબત, જે કાંઈ તેમનું સ્વરૂપ ખડું કરવામાં આવ્યું છે તેમાં શિલ્પકારોએ પૂર્ણ કુશળતા વાપરી છે. દક્ષિણદિશાથી શરૂ કરીએ તે ગુફામાં નીચે પ્રમાણે મૂતિઓ જોઈ શકાય છે.
(૧) મહિષાસુરમર્દિની. (૨) ચોપાટ રમતાં શિવપાર્વતી.
ગણપતિ વગેરે એ રમત જોતા શિવની પાછળ ઉભા છે. બે સ્ત્રી પાર્વતીજીની પાછળ ઉભી છે. શિવ અને પાર્વતી વચ્ચે થોડે દૂર ભંગી પણ એ રમતમાં ભાગ લેતો જણાય છે. નીચે નંદિ તથા ૧૩ નાના ગણે છે. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
કુમાર પ્રિન્ટરી : અમદાવાદ
રાવણ-કા-કૈ ગુફાની એક શિલ્પકૃતિ
Page #40
--------------------------------------------------------------------------
________________
એ
બધા
તથા બીજી બાજુએ ગ
ચૌદમી ગુફાનું શિલ્પકામ
૨૫ દશ્યમાંની પાંચ આકૃતિઓનાં મુખ તો છેલ્લાં દસ વર્ષમાં જ નાશ પામ્યાં છે. કેટલી ખેદની વાત!!
(૩) શિવજીનું તાંડવ નૃત્ય.
એમની એક બાજુ નગારાં ને શરણાઈવાળા ત્રણ ગણે છે. બીજી બાજુ પાર્વતી તથા બીજા બે ગણે છે જેમાંના એકને બિલાડીનું મોટું છે. પાછળ ભંગી ઉભે છે. ઉપર ડાબી બાજુએ બ્રહ્મા ને વિષ્ણુ છે. જમણી બાજુએ ગજારૂઢ ઈદ્ર, મેષારૂઢ અગ્નિ તથા બીજી બે આકૃતિઓ છે.
(૪) કૈલાસહરણ: લંકાપતિ મહામદોન્મત્ત રાવણ કૈલાસ ઉપાડવાનો પ્રયત્ન કરે છે. પાર્વતીજી ભયભીત થાય છે ને શિવજીને વળગી પડે છે. શિવજી પગથી કૈલાસ નીચે રાવણને દબાવે છે ને પિતાના મૃત્યુને પશ્ચાતાપ થતાં સુધી ત્યાં રાખે છે. દશમસ્તકવાળા ને વશ ભુજાવાળા રાવણની આકૃતિ મનરમ છે. શિવજીના ચાર ગણે તેને મારવાનો પ્રયત્ન કરે છે. બીજા પરિચારકે શિવ તથા પાર્વતીની પાછળ ઉભા છે.
(૫) ભરવ રૂ૫ શિવજી. એક વામનને પગ નીચે દબાવતાં શિવજી રૌદ્ર સ્વરૂપ દર્શાવી રહ્યા છે. બે હાથથી તે ગજર્મ વડે શરીરને ઢાકે છે. બે હાથે ભાલો પકડી રત્નાસુરનો વધ કરે છે. પછીના એક હાથમાં તરવાર છે ને બીજા હાથમાં થાળ છે જેમાં તે રત્નાસુરનું રક્ત ઝીલે છે. જે એ રકત નીચે પડે તે દરેક ટીપામાંથી રાક્ષસ થાય એવી માન્યતા છે. પાછળ ગણપતિજી ઉભા છે.
પ્રદક્ષિણામાં પણ ખુબ સુંદર કળાવિધાન છેઃ શરૂઆ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
અથવા
ચૌદમી ગુફાનું શિલ્પકામ તમાં છાતી પર વીંછીને ધારણ કરતો કાળ છે. પછી કલિ છે. ત્યારબાદ એક નમન કરતી આકૃતિ છે. પછી મોદકપ્રિય ગણપતિજી મોદક ઉડાવતા બેઠા છે. પછી ચતુર્ભુજાવાળી ને હાથમાં બાળકવાળી સાત માતાઓ છે. તેઓ જુદા જુદા વાહન પર આરૂઢ છેઃ (૧) ચામુંડા ઘુવડ પર (૨) ઈંદ્રાણી હાથી પર () વરાહી ભંડપર (૪) લક્ષ્મી ગરૂડ પર (૫) કુમારી મયૂર પર (૬) મહેશ્વરી વૃષભ પર અને (૭) બ્રાહ્મી અથવા સરસ્વતી હંસપર. અહીંથી આગળ જતાં હાથમાં ડમરૂને ત્રિશળ ધારણ કરેલા શિવ આવે છે.
ઉત્તર તરફની દિવાલ પર નીચે પ્રમાણે શિલ્પકામ છે –
(૧) ભવાની અથવા દુર્ગા. ચતુર્ભુજવાળી અને વાઘના માથે પગ મૂકીને ઉભી રહેલી છે. એક હાથમાં ત્રિશળ છે, બીજે હાથ ખંડિત થયેલો છે. (૨) વિષ્ણુપત્ની લક્ષ્મી કમલારૂઢ છે. બંને બાજુ હાથી છે જે પાસે ઉભેલી નાગકન્યાઓએ ધારણ કરેલા ઘડામાંથી અભિષેક કરે છે. (૩) વરાહ અવતાર. વરાહરૂપે પૃથ્વીનો ઉદ્ધાર કરતા વિષ્ણુ પોતાના દાંત ઉપર પૃથ્વીને ઝીલે છે. પગ નીચે શેષનાગ છે. આકૃતિ સુંદર છે. (૪) વૈકુંઠવાસી વિષ્ણુ. વિષ્ણુની ચતુર્ભુજ આકૃતિ વૈકુંઠમાં બેઠેલી હેય તેવું દર્શાવ્યું છે. લક્ષ્મી અને સીતાજી પાસે બેઠેલાં છે. પાછળ ચમ્મરધારી ચાર પરિચારક છે. નીચે ગરૂડ છે. કેટથાએ ગાંધર્વો અહીં ખત્ય તથા વાલ કરતા બતાવ્યા છે. પ) વિલક્ષ્મી. એક તોરણની નીચે વિષ્ણુ તથા લક્ષ્મી પલંગ પર બેઠેલાં છે. પરિવાર પાછળ ઉભા છે. નીચે સાત વ્યા છે. છે જેમાંના ચારતા હશમાં ગીતનાં સાધન છે.
એક હાથમાં
લક્ષ્મી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
પંદરમી ગુફાદ દશાવતાર
૨૭
મંદિરની આગળના ભાગમાં બે ખુબ મોટા દ્વારપાળ અને સંખ્યાબંધ સ્ત્રીઓ તથા ગાંધર્વો ને વૃકદર કરેલાં છે. આગળના ચેકમાં ચાર ખાડા છે. જે અગ્નિકુંડ છે.
આ ગુફા જોતાં તેના શિલ્પકારે માટે અત્યંત માન થાય છે. તેમની નિર્મળ ને ભાવગ્રાહી દૃષ્ટિ, વિશાળ ને ગગનગામી કલ્પના તથા શિલ્પકળાનું અદ્ભુત ચાતુર્ય આ મૂર્તિઓ સરજી શક્યું છે. તેમણે પત્થરનાં પુતળા કરીએ છીએ એ વિચાર નહિ કરતાં સજીવ સૃષ્ટિ રચીએ છીએ એજ વિચાર મન સમક્ષ રાખેલે છે ને એથી દરેકમાં તાદશ્યતા તથા લાવણ્ય ઉતારી શક્યા છે. તેઓએ વારસાગત આવેલી કળા ઉપરાંત શિલ્પશાસ્ત્રનું પણ ઉંડું અધ્યયન કર્યું હશે કારણ કે બધી મૂર્તિએ શિલ્પશાસ્ત્રના નિયમાનુસાર જ રચેલી છે.
પંદરમી ગુફા = દશાવતાર આ ગુફા એકજ ખડકમાંથી બે માળવાળી કેરી કાઢી છે. થોડાં પગથી ચડતાં નીચેના માળમાં અવાય છે. ૧૪ મહાન સ્થંભથી આ વિશાળ મંડપની રચના કરી છે, જેની લંબાઈ ૬૫ ફીટ છે. રંગ મંડપની ઉત્તર દિશા તરફ અંદરના ભાગમાંથી સીડી કરેલી છે, જ્યાંથી ચડીને ઉતરતાં ૧૧ ગોખલાઓ આવે છે. એ ઉંચાઇ ૨ શીટ જેટલી છે. તેમાં નીચે પ્રમાણે શિલ્પકામ જણાય છે. (૧) ગણપતિ (૧) શિવજીના ઢીંચણ પર બેઠેલાં પાર્વતી (૩) સૂર્યા; બને હાથમાં કમળને પાછળ પરિચારકે (૪) શિવ અને પાર્વતી લઘુ ગણપતિજી સાથે નંદિપર બેઠેલાં. નીચે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૮
દશાવતારનું શિલ્પકામ ગઢડાપ્ત વિષ્ણુ. (૫) મહિષાસુરમર્દિની (૬) અર્ધનારીશ્વર (૭) ભવાની (2) ગણપતિ (૯) ઉમાનું તપ (૧૦) અર્ધ નારીશ્વર ( ૧૧ ) કાલિ અથવા ભવાની. અહીંથી ઉપર ચડતાં ૯૫ ફીટ પહોળો ને ૧૦૯ ફીટ ઉડે ૪૨ થંભેવાળ મંડપ આવે છે. અહીંના સ્થળે ઉપર ખુબ સુંદર પત્રપુષ્પની ભાત છે. રંગમંડપની બહાર બે મહાન શિવ દ્વારપાળે છે. છેલ્લી ગુફાની જેમ અહીં પણ એક બીજુએ શિવ ને બીજી બાજુએ વૈષ્ણવ ધર્મની મૂર્તિએ કરેલી છે, જેમાંની કેટલીક તો અત્યંત વેગવાળી ને ભાવમય છે. ઉત્તર તરફની દિવાલથી શરૂ કરતાં સહુથી પહેલાં શિવનું ભરવ સ્વરૂપ આવે છે. છેલ્લી ગુફા કરતાં આ રૂ૫ વધારે અસરકારક છે. રૌદ્રભાવની મૂર્તિ સમા શિવજી, તેમના હાથને વેગ, ગળામાં રૂંઢની માળા, હાથમાંનું ત્રિશુળ, રત્નાસુર ને પકડ, ઉપર ઘુવડની આ દશ્ય જેવાની હોંશ, નીચે કલિ વગેરેની રક્તપાન માટેની માગણી, એક ઘણાજ ભયંકર દશ્યને આબેહુબ ખડું કરે છે. બીજામાં તાંડવ કરતાં શિવજી, ત્રીજામાં યજ્ઞ વેદી, ચોથામાં ચોપાટ રમતાં શિવ-પાર્વતી અને પાંચમામાં શિવપાર્વતીનાં લગ્નનું દશ્ય છે. જેમાં ત્રિમુખ બ્રહ્મા બેઠા બેઠા લગ્નના મંત્રાનો ઉચ્ચાર કરે છે. બીજા દેવો જુદા જુદા વાહન પર આરૂઢ થઈને એ દશ્ય નિહાળે છે. છઠ્ઠામાં કેલાસ ઉપાડતા રાવણનું દશ્ય છે. મંદિરની પાછળની પ્રદક્ષિણમાં માર્કડેયને બચાવતા શિવજી છે. સામે એટલે મંદિરની પાછલી ભીંતપર ગણપતિ તથા પાર્વતી તથા સિંહ વગેરેની આકૃતિઓ ખુબ વેગમય છે. મંદિરની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૯
દશાવતારનું શિલ્પકામ અંદરનું શિવલિંગ ખંડિત થયેલું છે. તેની આગલી દિવાલ પર લક્ષ્મી અને વિષણું છે. મંદિરની પ્રદિક્ષણની દક્ષિણ તરફ શિવની શક્તિ બતાવતું એક દશ્ય કરેલું છે. લિંગમાંથી અગ્નિ પ્રગટી રહ્યો છે. શિવ પોતે અંદર છે. નીચે વિષણુ વરાહ અવતારે એ લિંગને પાર પામવા જમીન ખેડે છે. પણ તેમાં નિષ્ફળ નિવડે છે એટલે શિવજીને હાથ જોડી પ્રાર્થના કરે છે. બીજી બાજુ બ્રહ્મા એ લિંગને પાર પામવા હંસરૂપે ઉપર ચડે છે, અને તે પણ નિષ્ફળ થતાં શંકરની સ્તુતિ કરે છે. શિવજી ત્રણે દેવોમાં વધારે બળવાન છે એવું બતાવવાને આ પ્રયત્ન છે. અહીં બીજું દશ્ય તારકાસુર વધ માટે જતા શિવજીના પ્રયાણનું છે. સૂર્યના રથ પર આરુદ્ધ થઈ ચાર વેદને ચાર ઘોડા બનાવી, બ્રહ્માને સારથિ બનાવી શિવજી પ્રયાણ કરે છે. દક્ષિણ દિશાની દિવાલ તરફ પ્રથમ ગોવર્ધનધારી વિષ્ણુ વ્રજવાસીઓની રક્ષા કરતા જણાય છે. પછી શેષશાયી નારાયણ છે. શેષનાગને એક મનુષ્યનું મોઢું ને પાંચ ફણું છે. નાભિમાંથી કમળ નીકળે છે ને ઉપર બ્રહ્મા બેઠા છે. લક્ષ્મીજી ચરણ તળાસે છે નીચે સાત આકૃતિઓ બીજી પણ ઉભી છે. ત્રીજુ દશ્ય ગરૂડારૂઢ વિષ્ણુનું છે. ચોથા દશ્યમાં વેદી છે જેની આગળ એક પડદો કરી કાઢયો છે. પાંચમું દશ્ય વરાહ વિષ્ણુનું છે. છઠું વામન સ્વરૂપનું છે જે બલિરાજાના દર્પનું ખંડન કરે છે. સાતમું દશ્ય નૃસિંહાવતારનું છે.
બંને બાજુના બહારના સ્થાપર પ્રચંડ શિવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૦
દ્વારપાળ છે. દશાવતાર નામ પ્રમાણે શે કે અહીં કારેલા નથી તેા પણ તેનું પ્રાધાન્ય નામ મળ્યું લાગે છે.
કૈલાસ ગુફા
અવતાર જો હોવાથી એ
ગુફા સેાળમી : કૈલાસ અથવા રંગમહાલ, કૈલાસ અથવા રંગમહાલના નામથી ઓળખાતી આ ગુફા જગતભરના ખડકમાંથી કારેલા સ્થાપત્યમાં અગ્રસ્થાને વિરાજે છે. એનું પ્રથમ દર્શન જ અતિભવ્ય છે. તેની સમીપ આવતાં કાઇ બાંધેલા મહાન મદિરના ગેાપુરમ આગળ આવ્યા હાઇએ તેવું જણાય છે. અને ખરેખર છે પણ એમ જ કે પડકલનું બાંધેલું મંદિર શિલ્પસમૃદ્ધિની વિશેષતા સહિત મેાટા પાયાપર અહીં એક જ ખડકમાં ઉતાયું છે. ઈન્નુરાની ચંદ્રાકાર ટેકરીની બરાબર મધ્યમાં જ એનું સ્થાન છે. વર્ષાઋતુમાં આ જગાએથી પડતા જળધેાધ જાણે હિમગિરિમાંથી જાહનવી પડતી હોય તેવા લાગે છે, અને ભાવિક શવ યત્રાળુએ એવું માની અહીં સ્નાન કરે છે. ગાપુરમમાં પ્રવેશ કરતાં જ સામે પાષાણુને પડદા છે જેના પર શિવ અને વિષ્ણુની પ્રચંડ મૂર્તિએ કારી કાઢેલી છે એ પડદામાંથી પસાર થતા ક્રમળારૂઢ લક્ષ્મીજીની પ્રચંડ મૂતિ નજરે પડે છે અને ચારે બાજુ દષ્ટિ કરતાં અદ્ભુત, અદ્ભુત, અદ્ભુત એવા ઉદ્ગારા મુખમાંથી નીકળી પડે છે, અંદરનું કામ જોતાં કલ્પના પણ ઘડીભર થંભી જાય છે અને મન ભવ્યતામાં નિમગ્ન થાય છે. એકજ ખડક ૨૭૬ ફીટ લાંઓને ૧૫૪ ફીટ પહેાળા કારી કાઢમેા છે, જેની પાછળના ભાગની ઉંચાઈ ૧૦૭ ફીટ થાય છે. મધ્યમાં ૧૬૪૪૧૦૯ ફીટની પીઠિકા પર ૯૬ ફીટની ઉંચાઈ વાળું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
કલાસ ગુફા
૩૧
બે માળનું મંદિર કરેલું છે. મંદિરની ત્રણે બાજુ વિશાળ એક છેડી દિવાલોની ગરજ સારતા ખડક પણ બેથી ત્રણ માળ સુધી કરી કાઢયા છે; જે રાજમાર્ગ પર ઉભેલી મંદિરોની હારમાળાનું અનુપમ દશ્ય રજુ કરે છે. પ્રથમ મુખ્ય મંદિર તરફ પગલાં ભરતાં બન્ને બાજુ કેરેલા પ્રચંડ હાથીના અવશેષ નજરે પડે છે. અહીંથી શિવજીના વાહન નદિના ખંડમાં દાખલ થવાય છે. એના બે માળ છે. આ ખંડનું જોડાણ એક પૂલથી મુખ્ય રંગમંડપ સાથે થએલું છે. પુલની બને બાજુ કીર્તિ સ્થભસમા ધ્વજદંડ છે જેના શિરોભાગ પર શિવજીના ત્રણ ગુણ વ્યક્ત કરતું ત્રિશુળ છે. એની કુલ ઉંચાઈ ૪૯ ફીટ છે.
પૂલની નિચે શિવજીનાં બે મહાન સ્વરૂપ અદ્ભુત ચાતુર્યને બતાવી રહ્યા છે. કાળભૈરવ શિવની કોધપૂર્ણ આંખો ને મુખને ભાવ જાણે હમણાંજ સૃષ્ટિને સંહાર કરશે એમ જણાય છે. પાસેજ માયાયોગી શિવ અનેક મુનિ અને દેવના ભક્તવૃંદ સહિત બુધ્ધ ભગવાનના જેવું ધ્યાન લગાવે છે.
મંદિરની પીઠિકા ૨૭ ફીટ ઉંચી છે જેના પર ક્રીડા કરતાં અનેક હાથીઓની હારમાળા છે. તેઓ જાણે પોતાની પીઠ પર આ મહાન દેવની અંબાડી ધારણ કરી રહ્યા હોય એવું લાગે છે. કાઈપોતાની સૂંઢ બીજાની સૂંઢમાં ભેરવે છે, કઈ સૂંઢ વડે બીજાને ખવરાવે છે, તો કોઈ શાર્દૂલને દબાવે છે. એ બધાને વેગ ને તાદશ્યપણું જોતાં તેમાં જીવ આવવાને જ બાકી હોય એવું જણાય છે. આ હારમાળા પીઠિકાની ચારે બાજુ ચાલી જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૨
કૈલાસ ગુફા એમાં ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમના ભાગમાંજ ખલના થાય છે. દક્ષિણના ભાગમાં મૂળમંદિરના છજાથી સામેની ગુફાઓ સુધી પૂલ હતો તે હાલ તુટી ગયે છે. એની નીચે કેલાસ ઉપાડતાં રાવણન કથાપ્રસંગ પૂર્ણ દક્ષતાથી કરેલ છે.
નંદીના ધામમાંથી વિશાળ રંગ મંડપમાં દાખલ થવાય છે. તેના પશ્ચિમ ભાગમાં ગર્ભાગાર છે જેમાં શિવજીનું લિંગ છે. તેની અંદર કરેલું વેત ચૂનાનું પ્લાસ્ટર જાણે તેમના પવિત્ર નિવાસસ્થાન કૈલાસની ધવલતા જ ન સૂચવતું હોય તેમ લાગે છે ! આ મંદિરનું વિમાન માલાપુરના મંદિરની જેમ પાંચમાળનું બનેલું છે. અંતરાલ ભાગ ખુબ શિલ્પથી સુશોભિત છે. મુખ્ય મંદિરની ઉપરના ભાગમાં ચારે બાજુએ તથા તદ્દન પાછળ એમ કુલ પાંચ ગોખ નજરે પડે છે. હાલ તો તે ખાલી છે. પરંતુ પહેલાં તેમાં ઉત્તર દિશાએ બુધ્ધિ ને રિદ્ધિસિધ્ધિના દાતા ગણેશ, ઈશાન દિશામાં સૃષ્ટિના સંહારક રૂદ્ર અથવા ભરવ, પૂર્વ દિશામાં શક્તિ સ્વરૂપ પાર્વતીજી, અરિન ખુણામાં અમૃતસંજીચંદ્ર ને દક્ષિણ દિશામાં સાત માતાએ હતી.
શિવના નિવાસસ્થાન હિમાલયમાંથી નિકળતી બે મહાન સરિતાઓ દ્વારપાળના રૂપે અહીં ઉભેલી છે. ગંગાનું વાહન મકર છે. યમુનાનું વાહન કૂર્મ છે.
સ્થભની હારમાળા મુખ્ય મંદિરને વિંટાઈ વળે છે તેની વચ્ચે શિવ તથા વૈષ્ણવ ધર્મની અનેક દેવદેવીઓનાં સ્વરૂપ ભાવપૂર્ણ કેરી કાઢયાં છે. દક્ષિણ તરફથી શરૂ કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
લુરાની કૈલાસ ગુફા : મુખ્ય મંદિરનું એક દશ્ય
કુમાર મિઃ ટરી અમદાવાદ
Page #50
--------------------------------------------------------------------------
________________
કૈલાસ ગુફા
૪૩ પૂર્વ ને ઉત્તર દિશામાં જઈએ તો તેમાં નીચે પ્રમાણે મૂર્તિવિધાન નજરે પડે છે.
દક્ષિણ દિશામાં બાર ભાગ પાડેલા છે. તે નીચે મુજબ (૧) અન્નપૂર્ણ–એના એક હાથમાં જળકલશ છે. બીજા
હાથમાં માળા છે. ત્રીજા હાથમાં પુષ્પનો દેશ છે. ચોથા હાથથી જટા બાંધે છે. (૨) શિવઆલાજી રૂપે ઓળખાતી આ શિવની મૂતિ વાસ્તવિક વિષ્ણુની છે. ચાર હાથમાં શંખ, ચક્ર, ગદા, ને પદ્મ છે. (૩) ચતુર્ભુજ વિષ્ણુ-કાલિનાગને નાથે છે. (૪) વરાહપૃથ્વીને ધારણ કરે છે. પગની નીચે સર્ષે છે. (૫) ગરૂડારૂઢ વિષ્ણુ. (૬) વામનરૂપ વિષ્ણુ-છ ભુજાવાળા છે. એક હાથમાં તલવાર, એક હાથમાં ઢાલ, બાકીના હાથમાં શંખ, ચક્ર, ગદા ને પદ્મ. પગ નીચે બલિને દબાવ્યો છે જે પોતાનું રત્નપૂર્ણ પાત્ર પકડી રહ્યો છે. (૭) ગોવર્ધનધારી વિષ્ણુ (૮) શેષશાયીનારાયણ (૯) નૃસિંહાવતાર વિષણુ(૧૦)લિંગની ઉપાસના કરતો ભક્ત (૧૧) ચાતુર્ભુજ શિવ નંદિ સાથે (૧૨) અર્ધનારીશ્વર.
પૂર્વ તરફના ભાગના ૧૯ વિભાગ છે. જેમાં નીચે મુજબ કામ છે. (૧) કાળભૈરવ સ્વરૂપે શિવ. શિવ પાસે સુંદર રીતે વાળ
ઓળેલાં પાર્વત છે. કપાળભૈરવ રૂપે શિવ. કમળમાંથી બહાર આવતા હોય તેમ જણાય છે. હાથમાં પાર્વતીજી છે. નવોગિનીભૈરવ રૂપે શિવ. ચાર હાથ છે. એકથી ત્રિશુળ પકડયું છે. બીજે પાર્વતીજીના માથે છે. બાકીના બેથી પાર્વતીજીના કુચ ગ્રહણ કર્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
=
-
? ?
૩૪
કૈલાસ ગુફા (૪) સિદ્ધિગિનીભૈરવ રૂપે શિવ. ચાર હાથ છે. ડાબા
હાથમાં ત્રિશુળ છે. ઉપર ગાંધર્વો ને નીચે ગણે છે. (૫) બટુકભૈરવ રૂપે શિવ. એક લંગેટી જ ધારણ કરેલી
છે. ત્રિશુળ ખભે મૂકેલું છે. એક હાથમાં ડમરૂ છે, બીજા હાથમાં ખપ્પર છે, પાર્વતીજી આગળ ઉભા છે. ભૂપાળભૈરવ રૂપે શિવ. ચાર હાથ છે ડાબા હાથમાં ત્રિશુળ છે. વામન ઉપર નાચ કરી રહ્યા છે. ભરવ રૂપે શિવ. એક બાજુ નંદિ છે, બીજી બાજુ પાર્વતી છે. એક હાથમાં ત્રિશુળ છે. બીજા હાથમાં નાગ છે.
મહાદેવ રૂપે શિવ.ચાર ભુજા છે, નંદિ અહીં બેઠેલે છે. (૯) બ્રહ્મા–હંસારૂઢ છે. તેમને ત્રણ મુખ ને ચાર હાથ છે.
એક હાથમાં જળપાત્ર ને બીજા હાથમાં જપમાળા છે. (૧૦) શિવ. નાગ અને નંદિ સાથે છે. . (૧૧)..............(૧૨) એ જ શિવ ત્રિશુળ, નંદિ અને
પૂજા કરતા ભક્ત સાથે બતાવ્યા છે. (૧૩) ગંગાધર શિવ. જટામાં સર્પ વટલ છે. ઉપરથી જાહ્નવી
નીચે પડે છે. ઉપર ગાંધર્વો છે. એક બાજુ પાર્વતી છે,
બીજી બાજુ હાથી છે તેના પર બ્રહ્મા જેવી આકૃતિ છે. (૧૪) લિંગદર્શન. લિંગમાંથી જ્યોતિ નીકળે છે. એક બાજુ
વરાહ રૂપે વિષ્ણુ છે. બીજી બાજુ હંસરૂપે બ્રહ્મા છે.
આખું દૃશ્ય દશાવતાર ગુફાના જેવું જ છે. (૧૫) શિવ–ચાર ભુજાવાળા છે. હાથમાં ડમરૂ, ગદા ને ઘંટ છે. ૧૬) શિવ અને પાર્વતી બેઠેલાં છે. નીચે નંદિ છે. (૧૭) સદાશિવત્રિપુરાસુરને વધ કાસ્વા જાય છે. છ હાથ છે.
બહા પણછ હાથ વાળા છે તે સારીનું કામ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
૩૫
કલાસ ગુફા (૧૮) વીરભદ્ર રૂપે શિવ. છ ભુજાવાળા છે. ત્રિશુળ, ડમરૂ
ને ખપર હાથમાં છે, તેમાં રત્નાસુરનું રક્ત ઝીલે છે. (૧૯) શિવપાર્વતીનાં લગ્ન. શિવની ડાબી બાજુએ પાર્વતી
છે એક હાથમાં ફૂલની માળ છે અને બીજો હાથ પાર્વતીના હાથ સાથે મીલાવેલો છે.
પશ્ચિમ તરફને ભાગ જે ૧૨૦ ફીટ લાંબે છે તેમાં બાર ભાગ છે. (૧) શિવ માકેડેય ઋષિની યમથી રક્ષા કરતા જણાય છે. (૨) શિવ અને ભકતે. કદાચ કિરાતાજુનીયનો આ પ્રસંગ
હશે કારણ કે ભક્તના હાથમાં ધનુષ્ય, ગદા ને સાપ છે. (૩) પાટ રમતાં શિવ અને પાર્વતી. નીચે નંદિ તથા
અગીઆર ગણે છે. (૪) શિવ ને પાર્વતી બેઠેલાં છે. નીચે નારદજી વીણા વગાડે છે.
કૈલાસ હરણ. પાર્વતીજીના હાથના શિવના હાથ સાથે આંકડા ભીડેલા છે. નીચે રાવણ વગેરેની આકૃતિ ખાદવાને વિચાર હશે પણ કામ બધું અધુરૂ રહ્યું લાગે છે.
મચકુંદ ષિ. ખભે કથળે નાખેલે છે. (૭) શિવને પાર્વતી સામસામાં બેઠા છે. શિવ કથા કહે છે
ને પાર્વતીજી સાંભળે છે.
૮ થી ૧૨ શિવ અને પાર્વતીનાં થોડા ફેરફાર સાથેનાં દશ્ય છે.
શિવની આટલી બધી સુરેખ અને ભાવવાહી આકૃતિએએ શિલ્પકામમાં શૈવધર્મને ડંકો વગાડયો છે.
આ મંદિરના છજાઓમાં ચિત્રકામના થોડા થોડા અવરોષો જણાય છે. એના પરથી અત્યંત સુંદર ચિત્રકામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૬
કૈલાસ ગુફા
એક વખત આખાએ મદિરમાં હશે એવું અનુમાન થાય. છે. સુવર્ણ સાથે સુગધ મળે તેમ એ ર્ગેાની મને હર હલકથી આ પુતળાંએ જાણે સાચાંજ હાય તેવા ભાસ આપતાં હશે.. મુખ્ય મંદિરથી દક્ષિણ દિશાએ નીચે ઉતરતાં એક ગુઢ્ઢામાં વાઘેશ્વરી, પાર્વતી, વૈશ્નવી, કાર્તિકી વગેરે. દેવીઓની મૂર્તિઓ છે. આ ગુફાના ઉપયાગ યજ્ઞશાળા . તરીકે થતા હશે એમ જણાય છે.
આ મંદિર બંધાવવાની શરૂઆત રાષ્ટ્રકુટ વંશના રાજા કૃષ્ણે પહેલાએ ઇ. સ. ૭૬૦ માં કરી હતી. દક્ષિણમાં પેાતાને મળેલી સર્વોપરી સત્તામાં તે પેાતાના ઇષ્ટદેવ શિવજીનેા જ હાથ જોતા હતા અને એથી એમના પ્રત્યેની . ભકિત આ મંદિરના નિર્માણથી તેણે વ્યક્ત કરી. આ મંદિર કયારે પૂરું થયું હશે તેને ઇતિહાસમાં ઉલ્લેખ નથી પણ એછામાં ઓછું ત્રણ સૈકા ચાલ્યું છે.
આ મંદિરની ઉત્તર તરફ જે મંદિરની હારમાળા જેવું . જણાય છે તે લંકેશ્વરને નામે ઓળખાય છે. તે ૭૫ ફીટ લાંબ્રુ ને ૫૦ ફીટ પહેાળુ છે. તેની અંદરના સ્થંભ પણ ખુબ સુંદર ને શૈવધર્મ તથા વૈષ્ણુવધર્મના દેવદેવીઓથી. ભરપૂર છે. એમાં ગેાપુરમ્ ( વાયવ્ય ખુણામાં ) પાસેના ભાગમાં નગાધિરાજ હિમાલયમાંથી નીકળતી પવિત્ર નદી - એનાં મૂર્તિવિધાન છે. મધ્યમાં ગંગા મકર પર, તેની જમણી . ખાજી સરસ્વતી કમળપર, અને ડાબી બાજુ યમુના કૂમ પર છે. બીજી પણ આર્યવત્તને ફળદ્રુપ બનાવનારી સાત નદી જુદી જુદી સનાથી કારેલી છે.
આ લંકેશ્વરની તદ્ન સામે એટલે મંદિરની દક્ષિણ આએ પણ ગુફાઓ કારેલી છે જે ત્રણ માળની છે. પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૭
કૈલાસ ગુફા - જેમ મિષ્ટાન્ન જમ્યા પછી સૂકે રોટલો ભાવે નહિ તેમ કૈલાસરાજ જોયા પછી તે ખાસ ધ્યાન ખેંચતી નથી.
લંકેશ્વર વગેરેને ભાગ સાથી છેલ્લો કરાવે છે. આ મંદિર નિર્માણ થયું ત્યારથી અનેક શિલ્પીઓએ એમાંથી પ્રેરણું લીધી છે અને દક્ષિણનાં ભવ્ય મંદિર નિર્માણ કર્યા છે. તેરમા સિકા સુધી તેનો પૂરેપૂરો મધ્યાહ રહ્યા પછી ઇસ્લામની ઝનુની તલવાર એના પર ફરી વળી છે ને તેની - અત્યુત્તમ શિલ્પકળાને ખંડિત કરી છે. તેના ધમધેલા ઝનુની સિપાઈઓને કદાચ પત્થરની નિર્દોષ મૂર્તિઓને ખંડિત કરવામાં આનંદ આવ્યો હશે, પણ એક સુંદર કલાકૃતિને નષ્ટ કરીએ છીએ એવો ખ્યાલ પણ નહિં આવ્યો હોય !
આ મંદિરમાંથી કોઇ રસિકને બહાર નીકળવાનું ગમતું નથી. બીજી ગુફાઓ જોવાના મેહે આ ગુફાનાં દેલાં દર્શન કરી તે બહાર નીકળે છે અને તેની બહાર આવેલા ટાંકામાંથી -પાણી પીઈ આગળ વધે છે.
કૈલાસ જોયા પછી બીજી ગુફાઓ બહુ અસર કરતી નથી જે કે તેમાં પણ ઘણું જોવા જેવું છે. રામેશ્વર ગુફાના સ્થંભ ને તેના પરના મનુષ્યાકૃતિથી યુક્ત ખુણાઓ - ખાસ ધ્યાન ખેંચે છે. એમ કરતાં ઓગણત્રીસમી ગુફા દુમરના આવે છે. આ ગુફાઓ એલીફન્ટા અથવા ધારાપુરીની ગુફાઓને મળતી છે, પરંતુ તેના કરતાં વધારે સુંદર છે. એને વચલો મંડપ ૧૪૮ ફીટ પહેબે ૧૪૯ ફીટ ઉડે ને ૧૭ ફીટ ને ૮ ઈંચ ઉગે છે. આ મંડપમાં દાખલ થતાં બે પ્રચંડ સિંહ નજરે પડે છે. જેમણે પોતાના પંઝામાં હાથીને દબાવેલા છે. રંગમંડપમાં ૨૬ પ્રચંડ સ્તંભ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૮
દુમરના ને તેની આગળ નંદિ માટેની જગા છે. મંડપની ત્રણે દિશાઓમાં સુંદર શિલ્પકામ છે. એનો વિષય કૈલાસ ઉપાડતો રાવણ, ચપાટ રમતાં શિવ–પાર્વતી, શિવ પાર્વતીનાં લગ્ન ને માયાયોગી શિવ તથા ભરવસ્વરૂપ શિવ છે. એક પ્રચંડ સ્ત્રીની મૂર્તિ અહીં નજરે પડે છે. એના માથે ચાર દેવ છે. નીચે ત્રણ સ્ત્રીઓ છે. થોડા હંસ એના ચીર ખેંચે છે. એને વિષય બરાબર સમજાતું નથી.
આ ગુફાઓ જોતાં ભારતવર્ષનો એ કળાયુગ નજર સમક્ષ તરી રહે છે ને તેની કળાને માટે અત્યંત ભાન ઉત્પન્ન થાય છે.
જેન ગુફાઓ જેનગુફાઓનો સમૂહ બ્રાહ્મણ ગુફાઓથી દૂર પડી ગયે છે. એમાં ૩૩ મી ગુફા ઇંદ્રસભા ને ૩૪ મી ગુફા પાર્શ્વનાથ ઘણુજ સુંદર છે. ૩૧ મી છોટા કૈલાસ નામની ગુફાનું ખોદકામ પૂરું થયું નથી એટલે કેવી છે તે જાણું શકાતું નથી.
આ ગુફાઓ પાસે બીજી પણ કેટલીક ગુફાઓ છે જે તદ્દન નાશ પામેલી જણાય છે. જન ગુફાઓની સંખ્યા બધી પરિસ્થિતિનો વિચાર કરતાં ઓછી ન હોય એ ચક્કસ છે. હાલતો જે કાંઈ છે તેનાથી સંતોષ માનવાનો છે. આ બધી ગુફાઓ મંદિર તરીકે કેરાયેલી છે. જેનોની બે શાખા પૈકીની દિગમ્બર શાખાનાં આ મંદિરે છે. તેમાંની મૂર્તિઓ વસ્ત્રાલંકારથી રહિત છે એ તીર્થકરેના ઉત્કૃષ્ટ ત્યાગને સૂચવે છે.
જે ધર્મના અનુયાયીઓની સંખ્યા એક વખત ક્રેડની હતી તે ધર્મમાં આજે ફક્ત પંદર લાખ છે. પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
62112
------
COLLE
ટા કૈલાસ-ગુફા નં. ૭૩૧ : સામાન્ય દૃશ્ય
[ફોટો
{v_p-10 :
Page #58
--------------------------------------------------------------------------
________________
જૈન ગુફાઓ
૩૯
તે સમૃધ્ધ ને બુદ્ધિશાળી હાવાથી પેાતાના અનેક મદિરા આજે પણ જાળવી રહ્યા છે. તેમની મૂર્તિ તથા મ-િ રાના અભ્યાસ કરવાને પૂરતાં સાધનેા મળી શકે તેમ છે. જૈનધમ માં જિન એટલે રાગદ્વેષ જીતીને સંપૂર્ણ જ્ઞાન પામેલ મહાપુરુષની મૂર્તિ પૂજાને યાગ્ય ગણાય છે. એના એ ભેદ છે: એક સપરિકર અને બીજી અપરિકર. સપરિકર પ્રતિમા તીર્થંકરોની હાય છે, જેઓએ રાગદ્વેષ જીત્યા પછી ધરૂપી તી (પ્રાણીઓને સંસારસમૂદ્રમાંથી તરવાને આર) સ્થાપ્યું હાય છે. અપરિકર પ્રતિમા સિધ્ધની હોય છે જે સકલ મા નાશ કરી તે કૃતકૃત્ય થયા છે. આ એ મૂર્તિઓનું વિધાન એક સરખુ હાય ફેરમાત્ર તેની આસપાસના હેાય છે. સપરિકરમાં આજીખાનુ ધ્યાનદશા ( કાયાત્સગ )માં ઉભેલા છદ્મસ્થ જિન હાય છે. ઉપર ગાંધર્વાદિ હોય છે. અપરિકરમાં કેવળ મૂર્તિજ હોય છે. આ મૂર્તિનું સ્વરૂપ નીચે મુજબ છે. કપાળ ભવ્ય, નાસિકા ઉંચી, ચક્ષુએ બુધ (શ્વેતામ્બ
માં ઉપર ચાડેલી હોય છે) હોઠ ખીડેલા ને શાંત, કાન ખભાને અડકેલા તથા છુટમાંથી ચીરાયેલા, મસ્તકની પાછળ ભામંડળ, શરીર વસ્ત્ર રહિત. ( જેવામ્બર મૂર્તિ એમાં ક્રુમ્મરે કચ્છનું નિશાન હોય છે.) પગનું પદ્માસન એટલે જમણા પગ ડાબા પગ પર ચડાવેલ, તેના પર બંને હાથની હથેલીઓ, ડાબા હાથની નીચે, જમણા હાથની ઉપર. આ મૂર્તિ નીચે આસન હેાય છે જે સિંહાસન કહેવાય છે. એની અને માજી ચમ્મરધારીઆ હાય છે. સિંહાસનના મધ્યભાગમાં જે તીર્થંકરની મૂર્તિ હોય એનું ચિહ્ન હેાય છે. જેના વર્તમાન કાળમાં આવા ચેાવીશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
જી.
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૦
જેનેનું મૂર્તિવિધાન તીર્થકર થઈ ગયેલા માને છે, જેમાંના પહેલા ઋષભદેવ ને છેલ્લા મહાવીર છે. મૂર્તિઓને ઓળખવાના લંછન (ચિહ્ન) નીચે મુજબ છે –
(૧) ઋષભદેવ..............વૃષભ (૨) અજિતનાથ............હાથી (૩) સંભવનાથ...........ઘોડો (૪) અભિનંદન........................કપિ (૫) સુમતિનાથ............ (૬) પદ્મપ્રભુ...............................પદ્મ (૭) સુપાશ્વનાથ..... સાથીઓ (૮) ચંદ્રપ્રભુ..... ••••••••••ચંદ્ર (૯) સુવિધિનાથ................મગર (૧૦) શીતળનાથ....શ્રીવત્સ (સાથીઓ) (૧૧) શ્રેયાંસનાથ...........ગેડે (૧૨) વાસુપૂજ્ય............... મહિષ (૧૩) વિમળનાથ................સૂવર (૧૪) અનંતનાથ...........શક (બાજ) (૧૫) ધર્મનાથ.............વજ (૧૬) શાંતિનાથ...................મૃગ (૧૭) કુંથુનાથ...............બોકડે (૧૮) અરનાથ......નંદાવર્તા (સાથીઓ) ૧૯) મલ્લિનાથ..................................કુંભ
મુનિસુવ્રત.........ક૭૫ (કાચબા) નમિનાથ........ ... નીલકમળ
નેમનાથ ............શંખ (૨૩) પાર્શ્વનાથ.•••••••••સાપ (૨૪) મહાવીર સ્વામી............સિંહ
ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
寶
ઈંદ
ઈલુરા : ઇંદ્રસભા ગુફાની એક અત્યંત મનેહર શિલ્પકૃતિ
કુમાર પ્રિન્ટરી અમદાવાદ
Page #62
--------------------------------------------------------------------------
________________
અને બાગાળાસવાની વાતને
તીર્થકરોની મૂર્તિઓનાં લંછન
૪૧ આ બધામાં કેવળ પાર્શ્વનાથને માથે નાગની ફણુએ હેય છે જેની સંખ્યા હજાર સુધી હોય છે.
કેવલ્યપદ પામ્યા સિવાયની બીજી મૂર્તિએ પૂજ્ય નથી એટલે તીર્થકરોની બીજી મુદ્રામાં પ્રતિમાઓ જણાતી નથી. પણ તે દરેક તીર્થંકરના ભક્ત એક યક્ષ ને યક્ષિણ હેય છે જેના અનેક પ્રકારના સ્વરૂપવાળી મૂતિઓ નિર્માણ થઈ છે. નિર્વાણલિકા નામના ગ્રંથમાં એ બધાનું યથાર્થ વર્ણન આપેલું છે.
આ ઉપરાંત મહાવીરસ્વામીના પટ્ટશિષ્ય ગૌતમ તથા ઈદ-ઇંદ્રાણિ અને બાહુબલિ વગેરેની મૂર્તિઓ પણ રચાયેલી જણાય છે જે સહેલાઈથી ઓળખાય છે. ગૌતમસ્વામી પદ્માસન ઉપરથી, ઈ–ઈદ્રાણી તેમની બેસવાની રીત ઉપ-- રથી તેમજ આસન ઉપરથી અને બાહુબલિ પિતાને વિટાયેલી વેલોથી.
ઇકસભાઃ ગુફા નં. ૩૩ આ ગુફા નાની છતાં અત્યંત મનોહર ને સુંદર, કતરણવાળી છે. ઇલુરાની શ્રેષ્ઠ ગુફાઓમાં તેની ગણના. થાય છે. અહીં ચિત્રના થોડા અવશેષ પણ નજરે પડે છે. એટલે એક વખત તે બધી રીતે ખુબ સુશોભિત હશે. અહીં દેવલોકના રાજા ઈન્દ્ર તથા તેની પત્ની ઈંદ્રાણનાં પુતળાં ઘણુજ સુંદર છે. ઈન્દ્ર વડ નીચે હાથી પર બેઠેલ છે. ઈન્દ્રાણુ આંબા નીચે સિંહ ઉપર બેઠેલી છે. તેમનાં પ્રમાણસર શરીર અને સુડોળ અવયવો એ મૂર્તિઓ યાજ કરવાની પ્રેરણ કરે છે. અહીંનું બધું કામ કાવિડીઅન. પદ્ધતિનું છે. ઝીણું કોતરણીવાળા ને મનહર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
કિસભા આ ગુફામાં પાર્શ્વનાથ, પ્રભુ મહાવીર, શાંતિનાથ, ગૌતમ ને બાહુબલિની તથા બે દેવીઓની મૂર્તિઓ છે.
એક દેવીએ ડાબા હાથમાં વજ પકડેલું છે. બીજી ને આઠ હાથ છે ને મયુર પર બેઠેલી છે.
પાશ્વનાથ ગુફા નં ૩૪. આ ગુફામાં પાર્શ્વનાથની પ્રચંડમૂર્તિ મૂળ નાયક તરીકે છે જેના મસ્તક પર સાપની સાતફણાઓનું છત્ર છે. સામાન્ય રીતે પાશ્વનાથની બધી મૂર્તિઓમાં આવી ઓછીવત્તી ફણાનું છત્ર હોય છે તે તેમના જીવનને એક અત્યંત ભાવમય પ્રસંગ સૂચવે છે. જ્યારે તેઓ છદ્મસ્થ અવસ્થા (પૂર્ણજ્ઞાન થયા પહેલાંની સ્થિતિ) માં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા હતા ત્યારે એક દિવસ સાંજે એક તાપસના આશ્રમ પાસે આવ્યા. રાત્રે તેઓ ચાલતા નહિ, એટલે એક કૂવા પાસે એક વડ નીચે ધ્યાન લગાવીને ઉભા. આ વખતે તેમના પૂર્વભવના એક વૈરીને વેર વાળવા વિચાર થયો તેથી તેણે અનેક પ્રકારના ઉપસર્ગ કર્યો. સિંહ તથા હાથીને ભય બતાવ્યા, રછ તથા ચિત્તાના ભય બતાવ્યા, સાપ અને વાંછી કરઝવવાના પણ ભય બતાવ્યા. પણ એ કશાથી તે પિતાનું ધ્યાન ચૂક્યા નહિ. એટલે એ વરીએ–મેઘમાળીએભયંકર વરસાદનું તોફાન શરૂ કર્યું. આકાશમાં ઘનઘોર વાદળાં શરૂ થયાં. કાનને ફેડી નાખે તેવા વાદળાંને ગડગડાટ થયોઆ તોફાનમાં ઝાડ ઉખડી પડયાં. પંખી, જાનવર બિચારાં નાસભાગ કરવા મંડયાં. પણ ચારે બાજુ જીજળાકાર થતાં તે કયાં જાય? શ્રી પાર્શ્વનાથની ચારે બાજુ પાણી ફરી વળ્યાં. જોતજોતામાં તે ઢીંચણ સુધી આવ્યાં ને ચાડીવારમાં કેડપર બને માળાથી આવ્યાં. છેવટે નાક સુધી પાણઆણ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
પાર્શ્વનાથ ગુફા પણ તે ધ્યાનમાંથી ડગ્યા નહિ. આ વખતે જેના પર પોતે ઉપકાર કર્યો હતો તેવા ધરણેન્દ્ર નામના નાગરાજને ખબર પડી. તેણે પિતાના ઉપકારને બદલે વાળવા આ પ્રસંગે સેવા કરવી એગ્ય ધારી. તેણે નાગનું સ્વરૂપ ધારણ કરી તેમના માથે કણનું છત્ર રચ્યું. ને બધો ઉપસર્ગ દૂર થતાં સુધી તે એજ હાલતમાં રહ્યો. જૈનશાસ્ત્રો કહે છે કે આ વખતે પણ શ્રી પાર્શ્વનાથનું મન તો ધ્યાનમાં જ મગ્ન હતું. તેમને મેઘમાળી તરફ ધ ન હતો કે ઘરણેન્દ્ર તરફ રાગ ન હતો. સમભાવથી ભરપૂર મહાત્માઓનાં ચિત્ત એવાં જ હોય છે.
આ મૂર્તિના સિંહાસન નીચે લેખ છે જે ઈ. સ. ૧૨૩૪-૩૫ માં લખાયેલો છે. ડે. બુલ્હરે તેનું નીચે પ્રમાણે ભાષાંતર કર્યું છે –
Hail ! In the year 1156 of the famous Saka era in the year ( of the Brihaspati cycle ) called Jaya.
In Shri ( Vardhanapura ) was born Ranugi.........hīs son (was) Galugi, ( the latter's wife ) Svarna, (doar) to the world.
2 From those two sprang four sons, Chakresvara and the rest. Chakresvara was chief among them, excelling through the virtue of liberality.
3 He gavo on the hill that is frequented by Charanas a mongmont of Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૪
પાર્શ્વનાથ ગુફા Parsvanath, and by (this act of) liberality (he made) an oblation of his Karma.*
4 Many huge images of the Lordlý Jinas he made, and converted the Cheranadri thereby into a holy tirtha just as Bharata (made) mount Kailas (a tirth.)
5 The unique image of faith, of firm and pure convictions, kind, constant to his faithful wife, resembling to the tree of paradise (in liberality), Chakresvara becomes & protector of the pure faith, Vasudeva. Quod felik faustumque sit ! Phalguna 3, wednesday.
બીજી પણ આ મંદિરમાં ઘણી મૂર્તિઓ છે જે જોતાં સંસારનાં આધિ, વ્યાધિ, ઉપાધિથી તપેલાં મન શાંત થાય છે.
પ્રિય વાંચક ! આ શિલ્પધામના દર્શનનો લાભ ગમે તે ભેગે પણ જીંદગીમાં એક વખત લેવો જોઈએ એમ તને નથી લાગતું ?
• i. e., destroyed his Karma, which bound him to the Samsar.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________ શોહિ, ale bbllo કુદરત અને કળાધામમાં ‘ઈલુરાનાં ગુફામંદિરા' એ ઉપર એ પ્રકરણો જ માત્ર છે. એવું જ કળાધામનું વર્ણન જે વાંચવું હો રાતના કુમારીએ પગતે ચાલીને માઈલના સાહસભર્યો પ્રવાસ જાણવું હોય તો આ પુસ્તક જરૂર વાંચે. તેમાં ડાંગનાં જંગલો, ત્યાંના ભીલેનું જીવન - દર્શન, સપ્તાંગના શિખર પર, નાસિક, દોલતાબાદ, ઇલુરાનાં ગુફામંદિર, કળાધામ અજન્તા, એ કારેશ્વર, ધારાક્ષેત્ર વગેરે સ્થળાની હકીકત છે. કાકાસાહેબ કાલેલકરે એની મનનીય પ્રસ્તાવના લખી છે. આખા પુસ્તકનું ગેટ-અપ અત્યંત મનોહર છે. ઉંચા ફેધરટ કાગળનાં 200 પૃષ્ઠ, પ્રવાસના નકશા તથા બીજા અગિયાર ચિત્રા, પાકું પૂંઠું ને આર્ટ પેપરનું કળામય રૅપર છતાં કિંમત રૂા. દોઢ. (વી.પી. પટના પાંચ આના વધારે) આજે જ મંગાવીને વાંચવાનો લાભ લ્યા. ધીરજલાલ ટી. શાહ : રાયપુર, હવેલીની પોળ : અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com