________________
બૌદ્ધ ગુફાઓનો સંદેશ બોધિસત્વને મૂકતા જાય છે. તેમના નામ સામન્તભદ્ર, વજપાણિ, રત્નપાણિ, પદ્મપાણિ ને વિશ્વપાણિ છે.
ત્યના દ્વાર આગળ બે સુંદર દ્વારપાળ છે. અંદર બુદ્ધની બેઠેલી મૂર્તિ છે. લોકે તેને શ્રી રામ તરીકે પૂજે છે. તેના હેઠ ને નાક ખંડિત થયા છે એટલે પ્લાસ્ટરના બનાવ્યા છે.. આ મૂર્તિની એક બાજુ અવલોકિતેશ્વરની મૂર્તિ છે જેની ડાબી બાજુએ પુષ્પ, તરવાર વગેરે ધારણ કરેલી ચાર આકૃાત છે. બુદ્ધ ભગવાનની મૂર્તિની ડાબી બાજુએ વજપાણિ અત્યંત મનોહર (અલંકારથી યુક્ત છે. તેની ડાબી બાજુએ પણ પુસ્તક, પુષ્પ વગેરે ધારણ કરતી ચાર આકૃતિઓ બતાવી છે. આ ઉપરાંત બીજું પણ ઘણું અભ્યાસ કરવા લાયક છે.
આ બધી ગુફાઓ જોતાં બૌદ્ધધર્મને તે મધ્યાહ્નકાળ યાદ આવે છે. એક વખત આ ગુફાઓ શ્રમણવૃદથી ભરપૂર હશે ! તેમની વિશદ જ્ઞાનચર્ચાઓથી આ મંદિરની કળા સેંકડો ગણું દીપી ઉઠતી હશે. તેમના સેવા ને સ્વાધ્યાયમગ્ન જીવન કમળના પરાગની જેમ બધા વાતાવરણને સુવાસિત કરતા હશે! દૂરદૂરથી આ મંદિરની યાત્રા કરવા ભક્તવંદ આવતા હશે! આજે આ ગુફાઓમાંથી એ જીવન લુપ્ત થયું છે છતાં તેના અણુએ અણુમાં એ જીવનનું પ્રતિબિંબ છે. જાણે એ સાકાર થઈને વદતું ન હોય કે એ માનવીઓ! કળાની સાચી સિદ્ધિ કરવી હોય તે અંતરના પડ ઉખાશે. અનન્ય આત્મશ્રદ્ધા ને અખંડ ઉપાસનાનું આલંબન ધ. સર્વ કોઈ એનાથી પ્રાપ્ત થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com