________________
પ્રકાશકનું નિવેદન કુદરત અને કળાધામમાં વીસ દિવસ એ પુસ્તક લખતાં ઈલુરાનાં ગુફામંદિર વિષે એક સ્વતંત્ર પુસ્તક બહાર પાડવાનો વિચાર ઉદ્ભવ્યો. પરમાત્માની કૃપાથી એ પુસ્તક આજે બહાર પાડી શકું છું એથી આનંદ થાય છે. તેની કિસ્મત ખર્ચ જેટલીજ રાખેલી છે.
આપણું પ્રખ્યાત હિંદી કળા વિવેચક છત નાનાલાલભાઈએ એની પ્રસ્તાવના લખી આપી ઉપકાર કર્યો છે. ભાઈ બળવત્ત ભટ્ટે પોતાના બે ફેટેગ્રાફનો ઉપયોગ કરવા દીધું છે તે બદલ તેમનો પણ આભારી છું.
ભારતવર્ષમાં આજે પણ અનેક કળાનાં ધામ મેજુદ છે. એનું ગૌરવ ગાતી એક ગ્રન્થમાળા જાય એવી ઉત્કટ ઈચ્છા છે. જે આ પુસ્તક છપાવવાનો ખર્ચ માથે નહિ પડે તે એ દિશામાં નમ્ર પ્રયત્ન કરીશ. આવા પ્રકાશનમાં રુચિ ધરાવનાર વ્યક્તિ કે સંને વિચાર વિનિમય કરવાની વિનતિ છે.
લિ.
પ્રકાશક,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com