________________
કલાસ ગુફા
૩૧
બે માળનું મંદિર કરેલું છે. મંદિરની ત્રણે બાજુ વિશાળ એક છેડી દિવાલોની ગરજ સારતા ખડક પણ બેથી ત્રણ માળ સુધી કરી કાઢયા છે; જે રાજમાર્ગ પર ઉભેલી મંદિરોની હારમાળાનું અનુપમ દશ્ય રજુ કરે છે. પ્રથમ મુખ્ય મંદિર તરફ પગલાં ભરતાં બન્ને બાજુ કેરેલા પ્રચંડ હાથીના અવશેષ નજરે પડે છે. અહીંથી શિવજીના વાહન નદિના ખંડમાં દાખલ થવાય છે. એના બે માળ છે. આ ખંડનું જોડાણ એક પૂલથી મુખ્ય રંગમંડપ સાથે થએલું છે. પુલની બને બાજુ કીર્તિ સ્થભસમા ધ્વજદંડ છે જેના શિરોભાગ પર શિવજીના ત્રણ ગુણ વ્યક્ત કરતું ત્રિશુળ છે. એની કુલ ઉંચાઈ ૪૯ ફીટ છે.
પૂલની નિચે શિવજીનાં બે મહાન સ્વરૂપ અદ્ભુત ચાતુર્યને બતાવી રહ્યા છે. કાળભૈરવ શિવની કોધપૂર્ણ આંખો ને મુખને ભાવ જાણે હમણાંજ સૃષ્ટિને સંહાર કરશે એમ જણાય છે. પાસેજ માયાયોગી શિવ અનેક મુનિ અને દેવના ભક્તવૃંદ સહિત બુધ્ધ ભગવાનના જેવું ધ્યાન લગાવે છે.
મંદિરની પીઠિકા ૨૭ ફીટ ઉંચી છે જેના પર ક્રીડા કરતાં અનેક હાથીઓની હારમાળા છે. તેઓ જાણે પોતાની પીઠ પર આ મહાન દેવની અંબાડી ધારણ કરી રહ્યા હોય એવું લાગે છે. કાઈપોતાની સૂંઢ બીજાની સૂંઢમાં ભેરવે છે, કઈ સૂંઢ વડે બીજાને ખવરાવે છે, તો કોઈ શાર્દૂલને દબાવે છે. એ બધાને વેગ ને તાદશ્યપણું જોતાં તેમાં જીવ આવવાને જ બાકી હોય એવું જણાય છે. આ હારમાળા પીઠિકાની ચારે બાજુ ચાલી જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com