________________
૩૨
કૈલાસ ગુફા એમાં ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમના ભાગમાંજ ખલના થાય છે. દક્ષિણના ભાગમાં મૂળમંદિરના છજાથી સામેની ગુફાઓ સુધી પૂલ હતો તે હાલ તુટી ગયે છે. એની નીચે કેલાસ ઉપાડતાં રાવણન કથાપ્રસંગ પૂર્ણ દક્ષતાથી કરેલ છે.
નંદીના ધામમાંથી વિશાળ રંગ મંડપમાં દાખલ થવાય છે. તેના પશ્ચિમ ભાગમાં ગર્ભાગાર છે જેમાં શિવજીનું લિંગ છે. તેની અંદર કરેલું વેત ચૂનાનું પ્લાસ્ટર જાણે તેમના પવિત્ર નિવાસસ્થાન કૈલાસની ધવલતા જ ન સૂચવતું હોય તેમ લાગે છે ! આ મંદિરનું વિમાન માલાપુરના મંદિરની જેમ પાંચમાળનું બનેલું છે. અંતરાલ ભાગ ખુબ શિલ્પથી સુશોભિત છે. મુખ્ય મંદિરની ઉપરના ભાગમાં ચારે બાજુએ તથા તદ્દન પાછળ એમ કુલ પાંચ ગોખ નજરે પડે છે. હાલ તો તે ખાલી છે. પરંતુ પહેલાં તેમાં ઉત્તર દિશાએ બુધ્ધિ ને રિદ્ધિસિધ્ધિના દાતા ગણેશ, ઈશાન દિશામાં સૃષ્ટિના સંહારક રૂદ્ર અથવા ભરવ, પૂર્વ દિશામાં શક્તિ સ્વરૂપ પાર્વતીજી, અરિન ખુણામાં અમૃતસંજીચંદ્ર ને દક્ષિણ દિશામાં સાત માતાએ હતી.
શિવના નિવાસસ્થાન હિમાલયમાંથી નિકળતી બે મહાન સરિતાઓ દ્વારપાળના રૂપે અહીં ઉભેલી છે. ગંગાનું વાહન મકર છે. યમુનાનું વાહન કૂર્મ છે.
સ્થભની હારમાળા મુખ્ય મંદિરને વિંટાઈ વળે છે તેની વચ્ચે શિવ તથા વૈષ્ણવ ધર્મની અનેક દેવદેવીઓનાં સ્વરૂપ ભાવપૂર્ણ કેરી કાઢયાં છે. દક્ષિણ તરફથી શરૂ કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com