________________
૩૦
દ્વારપાળ છે. દશાવતાર નામ પ્રમાણે શે કે અહીં કારેલા નથી તેા પણ તેનું પ્રાધાન્ય નામ મળ્યું લાગે છે.
કૈલાસ ગુફા
અવતાર જો હોવાથી એ
ગુફા સેાળમી : કૈલાસ અથવા રંગમહાલ, કૈલાસ અથવા રંગમહાલના નામથી ઓળખાતી આ ગુફા જગતભરના ખડકમાંથી કારેલા સ્થાપત્યમાં અગ્રસ્થાને વિરાજે છે. એનું પ્રથમ દર્શન જ અતિભવ્ય છે. તેની સમીપ આવતાં કાઇ બાંધેલા મહાન મદિરના ગેાપુરમ આગળ આવ્યા હાઇએ તેવું જણાય છે. અને ખરેખર છે પણ એમ જ કે પડકલનું બાંધેલું મંદિર શિલ્પસમૃદ્ધિની વિશેષતા સહિત મેાટા પાયાપર અહીં એક જ ખડકમાં ઉતાયું છે. ઈન્નુરાની ચંદ્રાકાર ટેકરીની બરાબર મધ્યમાં જ એનું સ્થાન છે. વર્ષાઋતુમાં આ જગાએથી પડતા જળધેાધ જાણે હિમગિરિમાંથી જાહનવી પડતી હોય તેવા લાગે છે, અને ભાવિક શવ યત્રાળુએ એવું માની અહીં સ્નાન કરે છે. ગાપુરમમાં પ્રવેશ કરતાં જ સામે પાષાણુને પડદા છે જેના પર શિવ અને વિષ્ણુની પ્રચંડ મૂર્તિએ કારી કાઢેલી છે એ પડદામાંથી પસાર થતા ક્રમળારૂઢ લક્ષ્મીજીની પ્રચંડ મૂતિ નજરે પડે છે અને ચારે બાજુ દષ્ટિ કરતાં અદ્ભુત, અદ્ભુત, અદ્ભુત એવા ઉદ્ગારા મુખમાંથી નીકળી પડે છે, અંદરનું કામ જોતાં કલ્પના પણ ઘડીભર થંભી જાય છે અને મન ભવ્યતામાં નિમગ્ન થાય છે. એકજ ખડક ૨૭૬ ફીટ લાંઓને ૧૫૪ ફીટ પહેાળા કારી કાઢમેા છે, જેની પાછળના ભાગની ઉંચાઈ ૧૦૭ ફીટ થાય છે. મધ્યમાં ૧૬૪૪૧૦૯ ફીટની પીઠિકા પર ૯૬ ફીટની ઉંચાઈ વાળું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com