________________
પંદરમી ગુફાદ દશાવતાર
૨૭
મંદિરની આગળના ભાગમાં બે ખુબ મોટા દ્વારપાળ અને સંખ્યાબંધ સ્ત્રીઓ તથા ગાંધર્વો ને વૃકદર કરેલાં છે. આગળના ચેકમાં ચાર ખાડા છે. જે અગ્નિકુંડ છે.
આ ગુફા જોતાં તેના શિલ્પકારે માટે અત્યંત માન થાય છે. તેમની નિર્મળ ને ભાવગ્રાહી દૃષ્ટિ, વિશાળ ને ગગનગામી કલ્પના તથા શિલ્પકળાનું અદ્ભુત ચાતુર્ય આ મૂર્તિઓ સરજી શક્યું છે. તેમણે પત્થરનાં પુતળા કરીએ છીએ એ વિચાર નહિ કરતાં સજીવ સૃષ્ટિ રચીએ છીએ એજ વિચાર મન સમક્ષ રાખેલે છે ને એથી દરેકમાં તાદશ્યતા તથા લાવણ્ય ઉતારી શક્યા છે. તેઓએ વારસાગત આવેલી કળા ઉપરાંત શિલ્પશાસ્ત્રનું પણ ઉંડું અધ્યયન કર્યું હશે કારણ કે બધી મૂર્તિએ શિલ્પશાસ્ત્રના નિયમાનુસાર જ રચેલી છે.
પંદરમી ગુફા = દશાવતાર આ ગુફા એકજ ખડકમાંથી બે માળવાળી કેરી કાઢી છે. થોડાં પગથી ચડતાં નીચેના માળમાં અવાય છે. ૧૪ મહાન સ્થંભથી આ વિશાળ મંડપની રચના કરી છે, જેની લંબાઈ ૬૫ ફીટ છે. રંગ મંડપની ઉત્તર દિશા તરફ અંદરના ભાગમાંથી સીડી કરેલી છે, જ્યાંથી ચડીને ઉતરતાં ૧૧ ગોખલાઓ આવે છે. એ ઉંચાઇ ૨ શીટ જેટલી છે. તેમાં નીચે પ્રમાણે શિલ્પકામ જણાય છે. (૧) ગણપતિ (૧) શિવજીના ઢીંચણ પર બેઠેલાં પાર્વતી (૩) સૂર્યા; બને હાથમાં કમળને પાછળ પરિચારકે (૪) શિવ અને પાર્વતી લઘુ ગણપતિજી સાથે નંદિપર બેઠેલાં. નીચે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com