________________
૧૫
હિંદુદ ને બોધિસત્વ
બોધિસત્ત્વની મૂર્તિવિધાનના વિકાસમાં એક વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય છે. દક્ષિણમાં પ્રસરેલા હીનયાન પથે લગભગ નામના ફેરફાર સાથે બધા હિન્દુ દેવોને કબૂલ કર્યા છે. જ્યારે મહાયાન પંથે બધા હિન્દુ દેવને પિતાના શાસ્ત્રની માન્યતા પ્રમાણે સ્વરૂપ આપેલાં છે. લોકેના હૃદયમાં પ્રાચીન કાળની મૂર્તિપૂજાની જે ખાયેશ હતી તે બીજી શી રીતે સંતોષી શકાય ! થોડા દૃષ્ટાંતથી એ વસ્તુ બરાબર સમજી શકાશે. ઈંદ્ર અથવા વજાયુધ વપાણિ બન્યા છે. બ્રહ્મા મંજુશ્રી બન્યા છે. તેમની સરસ્વતી ને લક્ષ્મી બે સ્ત્રીઓ બનેલી છે. વિષ્ણુ અવલોકિતેશ્વર અથવા પાપાણિ બન્યા છે અને વિરૂપાક્ષ એ તે શિવનું જ નામ છે. આ ઉપરાંત સાત તથાગતની બૌદ્ધોની માન્યતા છે જે સપ્તર્ષિનું જ રૂપપરિવર્તન છે. ગણેશને વિનાયક તરીકે સ્વીકારેલા છે.
ત્રીજી ગુફા
આ એક નાને સરખો વિહાર છે. બાર ઓરડીઓ એમાં કરેલી છે. ઉત્તર દિશા તરફ નાનું સરખું ચિત્ય છે. તેમાં પાસન પર બેઠેલી બુદ્ધ ભગવાનની મૂર્તિ છે. તેમની અને બાજુ સામાન્ય રીતે બીજે હોય છે તેમ ચમ્મર– ધારીઓ છે. ઉપર ગાંધર્વો અને દેવતાઈ ગયા છે. જે બુદ્ધ ભગવાનનાં સંગીતકારા ગુણગાન કરે છે. બીજી પણ થેલી મૂર્તિઓ અહીં છે, પણ તેમાં વધારે વખત ન ગાળતાં ચેાથી ગુફા આગળ આવીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com