________________
૨૩
શિવધર્મનું મૂર્તિવિધાન મધ્યમાં મંદિર ને તેની આસપાસ પ્રદક્ષિણા કરવાની જગા છે. એની કુલ ઉંડાઈ ૮૫ ફીટ છે. અહીંના સ્થંભે ખુબ મોટા, છેડેથી ચેરસને ઉપરથી ગોળાકાર છે; એના પર અત્યંત મનોહર ફૂલભાતો કરેલી છે. આ સ્થંભથી પડતા બંને બાજુની દિવાલના ભાગમાં સુંદર શિલ્પકામ કરેલું છે; તેમાં દક્ષિણ તરફ મુખ્યત્વે શૈવધર્મને દેવદેવીઓ છે ને ઉત્તર તરફ વૈષ્ણવ ધર્મના દેવદેવીઓ છે.
શિવધર્મના મુખ્યદેવ શિવ છે જે જગતની ત્રિગુણાત્મક શક્તિમાંની સંહાર શક્તિનું રૂપક છે. શિવપુરાણ પ્રમાણે જગતનું તે આદિકારણ છે કે બ્રહ્મા, વિષ્ણુ પણ તેમની જ સૃષ્ટિ છે. બ્રહ્માને તેમણે જગતની ઉત્પત્તિનું કાર્ય સંપેલું છે ને વિષ્ણુને પાલન કરવાનું કાર્ય સોંપ્યું છે. પિતે સંહાર, કરવાનું કામ રાખ્યું છે. એ સંહારક સ્વરૂપના ઘણા ભેદો ધીમે ધીમે કળામાં ઉતર્યા છે. તેમાંના કેટલાક નીચે મુજબ છે –
કાલા-તક, ગજાસુરસંહાર, કાલારિ, ત્રિપુરાન્તક શિવ, શરમેશ, શરભસૂતિ, બ્રહ્મશિરછેદ મૂર્તિ, ભૈરવ, બટુક ભૈરવ, સ્વર્ણકર્ષણ ભરવ, વીરભદ્ર, દક્ષબ્રહ્મસ્વરૂપ, જાલન્ધરહર, મલારિશિવ, અષ્ટભૂજાઘર વગેરે. એ ઉપરાંત સુખાસનમાં બેઠેલા શિવજી, અનુગ્રહકર્તા શિવજી, નદરાજ શિવજી, ગંગાધર શિવજી, સદાશિવ શિવજી વગેરેના પણ અનેક ભેદ પ્રભેદ છે,
વિશેષ માહિતી માટે જુઓ -
Elements of Hindu Iconography by T. A. Gopinathrao. Madras.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com