________________
એ વિષે આપણે પિતાને યથાર્થભાવ વ્યકત કરવામાં મન અચકાય છે. આ મનોવૃત્તિ ખાસ કરીને આપણું પાશ્રાત્ય કેળવણી પામેલા સમાજે કેળવી છે, ને તે પણ વિશેષ કરીને ભારતીય કલાની તુલના કરવામાં. આથી જ આપણું આધુનિક જીવન શુષ્ક, નિરસ ને સૌંદર્યાવિહોણું લાગે છે. સૌંદર્યની ભાવના જ જાગ્રત ન થઈ હોય ત્યાં સુધી ઈલુરા ને અજન્તા જેવા ભૂતકાળની અખૂટ સમૃદ્ધિને કળાના અનન્ય સ્મારક પણ શી અસર કરી શકે ? અજન્તા જેવી સંપૂર્ણ ઈમારત દુનિયામાં હજી સુધી તે નથી જ. સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રણને અભુત સમન્વય અજન્તાનાં ગુફા મંદિરોમાં નજરે પડે છે. ઈલુરાનાં ચિત્રો લગભગ નષ્ટપ્રાયઃ છે પણ ભારતીય સભ્યતાની તવારીખમાં ઈલુરાનું સ્થાન અદ્વિતિય છે. બૌદ્ધ, બ્રાહ્મણને જન સંસ્કૃતિને અહીં ત્રિવેણી સંગમ છે. આધુનિક કાળ તરફ નજર કરીએ તે અહીં ભવિષ્યના પુનરુત્થાનનું ઉજ્જવળ ચિલું છે. અજન્તા ને છલુરા બન્ને નિઝામ સરકારના રાજ્યમાં છે. આ ચુસ્ત મુસ્લીમ રિયાસતમાં હિંદુ સંસ્કૃતિના આ અનુપમ સ્મારકો સુરક્ષિત છે. એના સંરક્ષણ માટે નિઝામ સરકારે પ્રયાસ કર્યો છે, એ અત્યંત સ્તુત્ય છે. અજન્તા ને છલુરાની સરખામણીમાં પ્રાચીન ગુજરાતના પાટનગર–પાટની દુર્દશા સાંભરે છે ને શોક થાય છે.
છલુરા ને અજન્તા જવું હવે તો જરાએ અઘરું નથી. બન્નેની વચ્ચે મોટરનો રસ્તો છે ને માત્ર ૬૦ માઇલનું જ અંતર છે. મનમાડ કે જળગાવ સ્ટેશનથી મેટર-લોરીઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com