Book Title: Ilurana Gufa Mandiro
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 62
________________ અને બાગાળાસવાની વાતને તીર્થકરોની મૂર્તિઓનાં લંછન ૪૧ આ બધામાં કેવળ પાર્શ્વનાથને માથે નાગની ફણુએ હેય છે જેની સંખ્યા હજાર સુધી હોય છે. કેવલ્યપદ પામ્યા સિવાયની બીજી મૂર્તિએ પૂજ્ય નથી એટલે તીર્થકરોની બીજી મુદ્રામાં પ્રતિમાઓ જણાતી નથી. પણ તે દરેક તીર્થંકરના ભક્ત એક યક્ષ ને યક્ષિણ હેય છે જેના અનેક પ્રકારના સ્વરૂપવાળી મૂતિઓ નિર્માણ થઈ છે. નિર્વાણલિકા નામના ગ્રંથમાં એ બધાનું યથાર્થ વર્ણન આપેલું છે. આ ઉપરાંત મહાવીરસ્વામીના પટ્ટશિષ્ય ગૌતમ તથા ઈદ-ઇંદ્રાણિ અને બાહુબલિ વગેરેની મૂર્તિઓ પણ રચાયેલી જણાય છે જે સહેલાઈથી ઓળખાય છે. ગૌતમસ્વામી પદ્માસન ઉપરથી, ઈ–ઈદ્રાણી તેમની બેસવાની રીત ઉપ-- રથી તેમજ આસન ઉપરથી અને બાહુબલિ પિતાને વિટાયેલી વેલોથી. ઇકસભાઃ ગુફા નં. ૩૩ આ ગુફા નાની છતાં અત્યંત મનોહર ને સુંદર, કતરણવાળી છે. ઇલુરાની શ્રેષ્ઠ ગુફાઓમાં તેની ગણના. થાય છે. અહીં ચિત્રના થોડા અવશેષ પણ નજરે પડે છે. એટલે એક વખત તે બધી રીતે ખુબ સુશોભિત હશે. અહીં દેવલોકના રાજા ઈન્દ્ર તથા તેની પત્ની ઈંદ્રાણનાં પુતળાં ઘણુજ સુંદર છે. ઈન્દ્ર વડ નીચે હાથી પર બેઠેલ છે. ઈન્દ્રાણુ આંબા નીચે સિંહ ઉપર બેઠેલી છે. તેમનાં પ્રમાણસર શરીર અને સુડોળ અવયવો એ મૂર્તિઓ યાજ કરવાની પ્રેરણ કરે છે. અહીંનું બધું કામ કાવિડીઅન. પદ્ધતિનું છે. ઝીણું કોતરણીવાળા ને મનહર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66