________________
૩૮
દુમરના ને તેની આગળ નંદિ માટેની જગા છે. મંડપની ત્રણે દિશાઓમાં સુંદર શિલ્પકામ છે. એનો વિષય કૈલાસ ઉપાડતો રાવણ, ચપાટ રમતાં શિવ–પાર્વતી, શિવ પાર્વતીનાં લગ્ન ને માયાયોગી શિવ તથા ભરવસ્વરૂપ શિવ છે. એક પ્રચંડ સ્ત્રીની મૂર્તિ અહીં નજરે પડે છે. એના માથે ચાર દેવ છે. નીચે ત્રણ સ્ત્રીઓ છે. થોડા હંસ એના ચીર ખેંચે છે. એને વિષય બરાબર સમજાતું નથી.
આ ગુફાઓ જોતાં ભારતવર્ષનો એ કળાયુગ નજર સમક્ષ તરી રહે છે ને તેની કળાને માટે અત્યંત ભાન ઉત્પન્ન થાય છે.
જેન ગુફાઓ જેનગુફાઓનો સમૂહ બ્રાહ્મણ ગુફાઓથી દૂર પડી ગયે છે. એમાં ૩૩ મી ગુફા ઇંદ્રસભા ને ૩૪ મી ગુફા પાર્શ્વનાથ ઘણુજ સુંદર છે. ૩૧ મી છોટા કૈલાસ નામની ગુફાનું ખોદકામ પૂરું થયું નથી એટલે કેવી છે તે જાણું શકાતું નથી.
આ ગુફાઓ પાસે બીજી પણ કેટલીક ગુફાઓ છે જે તદ્દન નાશ પામેલી જણાય છે. જન ગુફાઓની સંખ્યા બધી પરિસ્થિતિનો વિચાર કરતાં ઓછી ન હોય એ ચક્કસ છે. હાલતો જે કાંઈ છે તેનાથી સંતોષ માનવાનો છે. આ બધી ગુફાઓ મંદિર તરીકે કેરાયેલી છે. જેનોની બે શાખા પૈકીની દિગમ્બર શાખાનાં આ મંદિરે છે. તેમાંની મૂર્તિઓ વસ્ત્રાલંકારથી રહિત છે એ તીર્થકરેના ઉત્કૃષ્ટ ત્યાગને સૂચવે છે.
જે ધર્મના અનુયાયીઓની સંખ્યા એક વખત ક્રેડની હતી તે ધર્મમાં આજે ફક્ત પંદર લાખ છે. પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com