________________
૩૬
કૈલાસ ગુફા
એક વખત આખાએ મદિરમાં હશે એવું અનુમાન થાય. છે. સુવર્ણ સાથે સુગધ મળે તેમ એ ર્ગેાની મને હર હલકથી આ પુતળાંએ જાણે સાચાંજ હાય તેવા ભાસ આપતાં હશે.. મુખ્ય મંદિરથી દક્ષિણ દિશાએ નીચે ઉતરતાં એક ગુઢ્ઢામાં વાઘેશ્વરી, પાર્વતી, વૈશ્નવી, કાર્તિકી વગેરે. દેવીઓની મૂર્તિઓ છે. આ ગુફાના ઉપયાગ યજ્ઞશાળા . તરીકે થતા હશે એમ જણાય છે.
આ મંદિર બંધાવવાની શરૂઆત રાષ્ટ્રકુટ વંશના રાજા કૃષ્ણે પહેલાએ ઇ. સ. ૭૬૦ માં કરી હતી. દક્ષિણમાં પેાતાને મળેલી સર્વોપરી સત્તામાં તે પેાતાના ઇષ્ટદેવ શિવજીનેા જ હાથ જોતા હતા અને એથી એમના પ્રત્યેની . ભકિત આ મંદિરના નિર્માણથી તેણે વ્યક્ત કરી. આ મંદિર કયારે પૂરું થયું હશે તેને ઇતિહાસમાં ઉલ્લેખ નથી પણ એછામાં ઓછું ત્રણ સૈકા ચાલ્યું છે.
આ મંદિરની ઉત્તર તરફ જે મંદિરની હારમાળા જેવું . જણાય છે તે લંકેશ્વરને નામે ઓળખાય છે. તે ૭૫ ફીટ લાંબ્રુ ને ૫૦ ફીટ પહેાળુ છે. તેની અંદરના સ્થંભ પણ ખુબ સુંદર ને શૈવધર્મ તથા વૈષ્ણુવધર્મના દેવદેવીઓથી. ભરપૂર છે. એમાં ગેાપુરમ્ ( વાયવ્ય ખુણામાં ) પાસેના ભાગમાં નગાધિરાજ હિમાલયમાંથી નીકળતી પવિત્ર નદી - એનાં મૂર્તિવિધાન છે. મધ્યમાં ગંગા મકર પર, તેની જમણી . ખાજી સરસ્વતી કમળપર, અને ડાબી બાજુ યમુના કૂમ પર છે. બીજી પણ આર્યવત્તને ફળદ્રુપ બનાવનારી સાત નદી જુદી જુદી સનાથી કારેલી છે.
આ લંકેશ્વરની તદ્ન સામે એટલે મંદિરની દક્ષિણ આએ પણ ગુફાઓ કારેલી છે જે ત્રણ માળની છે. પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com