________________
અથવા
ચૌદમી ગુફાનું શિલ્પકામ તમાં છાતી પર વીંછીને ધારણ કરતો કાળ છે. પછી કલિ છે. ત્યારબાદ એક નમન કરતી આકૃતિ છે. પછી મોદકપ્રિય ગણપતિજી મોદક ઉડાવતા બેઠા છે. પછી ચતુર્ભુજાવાળી ને હાથમાં બાળકવાળી સાત માતાઓ છે. તેઓ જુદા જુદા વાહન પર આરૂઢ છેઃ (૧) ચામુંડા ઘુવડ પર (૨) ઈંદ્રાણી હાથી પર () વરાહી ભંડપર (૪) લક્ષ્મી ગરૂડ પર (૫) કુમારી મયૂર પર (૬) મહેશ્વરી વૃષભ પર અને (૭) બ્રાહ્મી અથવા સરસ્વતી હંસપર. અહીંથી આગળ જતાં હાથમાં ડમરૂને ત્રિશળ ધારણ કરેલા શિવ આવે છે.
ઉત્તર તરફની દિવાલ પર નીચે પ્રમાણે શિલ્પકામ છે –
(૧) ભવાની અથવા દુર્ગા. ચતુર્ભુજવાળી અને વાઘના માથે પગ મૂકીને ઉભી રહેલી છે. એક હાથમાં ત્રિશળ છે, બીજે હાથ ખંડિત થયેલો છે. (૨) વિષ્ણુપત્ની લક્ષ્મી કમલારૂઢ છે. બંને બાજુ હાથી છે જે પાસે ઉભેલી નાગકન્યાઓએ ધારણ કરેલા ઘડામાંથી અભિષેક કરે છે. (૩) વરાહ અવતાર. વરાહરૂપે પૃથ્વીનો ઉદ્ધાર કરતા વિષ્ણુ પોતાના દાંત ઉપર પૃથ્વીને ઝીલે છે. પગ નીચે શેષનાગ છે. આકૃતિ સુંદર છે. (૪) વૈકુંઠવાસી વિષ્ણુ. વિષ્ણુની ચતુર્ભુજ આકૃતિ વૈકુંઠમાં બેઠેલી હેય તેવું દર્શાવ્યું છે. લક્ષ્મી અને સીતાજી પાસે બેઠેલાં છે. પાછળ ચમ્મરધારી ચાર પરિચારક છે. નીચે ગરૂડ છે. કેટથાએ ગાંધર્વો અહીં ખત્ય તથા વાલ કરતા બતાવ્યા છે. પ) વિલક્ષ્મી. એક તોરણની નીચે વિષ્ણુ તથા લક્ષ્મી પલંગ પર બેઠેલાં છે. પરિવાર પાછળ ઉભા છે. નીચે સાત વ્યા છે. છે જેમાંના ચારતા હશમાં ગીતનાં સાધન છે.
એક હાથમાં
લક્ષ્મી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com