________________
૨૮
દશાવતારનું શિલ્પકામ ગઢડાપ્ત વિષ્ણુ. (૫) મહિષાસુરમર્દિની (૬) અર્ધનારીશ્વર (૭) ભવાની (2) ગણપતિ (૯) ઉમાનું તપ (૧૦) અર્ધ નારીશ્વર ( ૧૧ ) કાલિ અથવા ભવાની. અહીંથી ઉપર ચડતાં ૯૫ ફીટ પહોળો ને ૧૦૯ ફીટ ઉડે ૪૨ થંભેવાળ મંડપ આવે છે. અહીંના સ્થળે ઉપર ખુબ સુંદર પત્રપુષ્પની ભાત છે. રંગમંડપની બહાર બે મહાન શિવ દ્વારપાળે છે. છેલ્લી ગુફાની જેમ અહીં પણ એક બીજુએ શિવ ને બીજી બાજુએ વૈષ્ણવ ધર્મની મૂર્તિએ કરેલી છે, જેમાંની કેટલીક તો અત્યંત વેગવાળી ને ભાવમય છે. ઉત્તર તરફની દિવાલથી શરૂ કરતાં સહુથી પહેલાં શિવનું ભરવ સ્વરૂપ આવે છે. છેલ્લી ગુફા કરતાં આ રૂ૫ વધારે અસરકારક છે. રૌદ્રભાવની મૂર્તિ સમા શિવજી, તેમના હાથને વેગ, ગળામાં રૂંઢની માળા, હાથમાંનું ત્રિશુળ, રત્નાસુર ને પકડ, ઉપર ઘુવડની આ દશ્ય જેવાની હોંશ, નીચે કલિ વગેરેની રક્તપાન માટેની માગણી, એક ઘણાજ ભયંકર દશ્યને આબેહુબ ખડું કરે છે. બીજામાં તાંડવ કરતાં શિવજી, ત્રીજામાં યજ્ઞ વેદી, ચોથામાં ચોપાટ રમતાં શિવ-પાર્વતી અને પાંચમામાં શિવપાર્વતીનાં લગ્નનું દશ્ય છે. જેમાં ત્રિમુખ બ્રહ્મા બેઠા બેઠા લગ્નના મંત્રાનો ઉચ્ચાર કરે છે. બીજા દેવો જુદા જુદા વાહન પર આરૂઢ થઈને એ દશ્ય નિહાળે છે. છઠ્ઠામાં કેલાસ ઉપાડતા રાવણનું દશ્ય છે. મંદિરની પાછળની પ્રદક્ષિણમાં માર્કડેયને બચાવતા શિવજી છે. સામે એટલે મંદિરની પાછલી ભીંતપર ગણપતિ તથા પાર્વતી તથા સિંહ વગેરેની આકૃતિઓ ખુબ વેગમય છે. મંદિરની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com