Book Title: Ilurana Gufa Mandiro
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 44
________________ ૨૯ દશાવતારનું શિલ્પકામ અંદરનું શિવલિંગ ખંડિત થયેલું છે. તેની આગલી દિવાલ પર લક્ષ્મી અને વિષણું છે. મંદિરની પ્રદિક્ષણની દક્ષિણ તરફ શિવની શક્તિ બતાવતું એક દશ્ય કરેલું છે. લિંગમાંથી અગ્નિ પ્રગટી રહ્યો છે. શિવ પોતે અંદર છે. નીચે વિષણુ વરાહ અવતારે એ લિંગને પાર પામવા જમીન ખેડે છે. પણ તેમાં નિષ્ફળ નિવડે છે એટલે શિવજીને હાથ જોડી પ્રાર્થના કરે છે. બીજી બાજુ બ્રહ્મા એ લિંગને પાર પામવા હંસરૂપે ઉપર ચડે છે, અને તે પણ નિષ્ફળ થતાં શંકરની સ્તુતિ કરે છે. શિવજી ત્રણે દેવોમાં વધારે બળવાન છે એવું બતાવવાને આ પ્રયત્ન છે. અહીં બીજું દશ્ય તારકાસુર વધ માટે જતા શિવજીના પ્રયાણનું છે. સૂર્યના રથ પર આરુદ્ધ થઈ ચાર વેદને ચાર ઘોડા બનાવી, બ્રહ્માને સારથિ બનાવી શિવજી પ્રયાણ કરે છે. દક્ષિણ દિશાની દિવાલ તરફ પ્રથમ ગોવર્ધનધારી વિષ્ણુ વ્રજવાસીઓની રક્ષા કરતા જણાય છે. પછી શેષશાયી નારાયણ છે. શેષનાગને એક મનુષ્યનું મોઢું ને પાંચ ફણું છે. નાભિમાંથી કમળ નીકળે છે ને ઉપર બ્રહ્મા બેઠા છે. લક્ષ્મીજી ચરણ તળાસે છે નીચે સાત આકૃતિઓ બીજી પણ ઉભી છે. ત્રીજુ દશ્ય ગરૂડારૂઢ વિષ્ણુનું છે. ચોથા દશ્યમાં વેદી છે જેની આગળ એક પડદો કરી કાઢયો છે. પાંચમું દશ્ય વરાહ વિષ્ણુનું છે. છઠું વામન સ્વરૂપનું છે જે બલિરાજાના દર્પનું ખંડન કરે છે. સાતમું દશ્ય નૃસિંહાવતારનું છે. બંને બાજુના બહારના સ્થાપર પ્રચંડ શિવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66