________________
૨૪
શિવ તથા વૈષ્ણવ ધર્મનું મૂર્તિવિધાન તેમનાં પત્ની પાર્વતીજી જે પ્રકૃતિનું સ્વરૂપ છે તેમના પણ અનેક સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યા છે. અંબા, કાલી, મહાકાલી, ભવાની, દુર્ગા, મહિષાસુરમર્દિની, વાઘેશ્વરી વગેરે. શિવજીને બે પુત્રો છેઃ એક ગણેશ અથવા ગજાનન અને બીજા કાર્તિકેય. તેમાં ગણેશ મંગળ ને રિદ્ધિસિદ્ધિના દાતા છે. તેમનું દરેક શુભપ્રસંગે સ્મરણ કરવામાં આવે છે. કાર્તિકેય સ્વામી શૂરવીર સેનાની છે ને યુદ્ધમાં જય અપાવનાર ગણાય છે.
વૈષ્ણવધર્મમાં વિષ્ણુને તેમના પત્ની લક્ષ્મી આરાધ્ય દેવ છે. વિષ્ણુ ભગવાન જગતમાં જ્યારે અત્યંત પાપ વધી જાય છે ત્યારે તેને ઉદ્ધાર કરવા અવતાર લે છે એમાં મુખ્ય અવતાર દસ છે –
મસ્ય, કૂર્મ, વરાહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, નૃસિંહ, ગાતમ ને કલ્કિ. અહીં શિવજી જેટલું આ દેવનું મૂર્તિ વિધાન ખીલ્યું નથી. તેમાંના કેટલાકનાં તો એક જ જાતનાં રૂપ નજરે પડે છે. અલબત, જે કાંઈ તેમનું સ્વરૂપ ખડું કરવામાં આવ્યું છે તેમાં શિલ્પકારોએ પૂર્ણ કુશળતા વાપરી છે. દક્ષિણદિશાથી શરૂ કરીએ તે ગુફામાં નીચે પ્રમાણે મૂતિઓ જોઈ શકાય છે.
(૧) મહિષાસુરમર્દિની. (૨) ચોપાટ રમતાં શિવપાર્વતી.
ગણપતિ વગેરે એ રમત જોતા શિવની પાછળ ઉભા છે. બે સ્ત્રી પાર્વતીજીની પાછળ ઉભી છે. શિવ અને પાર્વતી વચ્ચે થોડે દૂર ભંગી પણ એ રમતમાં ભાગ લેતો જણાય છે. નીચે નંદિ તથા ૧૩ નાના ગણે છે. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com