Book Title: Ilurana Gufa Mandiro
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 22
________________ પહેલી તથા બીજી ગુફા આઠ ઓરડીઓ કેરી કાઢેલી છે. બીજી ગુફાઓના પ્રમાણમાં તે ખુબ સાદી છે જે એની પ્રાચીનતા સૂચવે છે. ૨ જી ગુફા સુંદર ચિત્ય છે. તેને રંગ મંડપ ૪૮ ફીટ સમરસ છે; તેમાં બાર મોટા થંભ, પત્ર, પુષ્પ તથા ગાંધર્વોના કતરકામથી વિભૂષિત થઈ છતની રક્ષા કરતા ઉભા છે. ચિત્યની મુખ્ય પ્રતિમા સિંહાસન પવિષ્ટ ભગવાન બુદ્ધની છે જે પ્રચંડ ને ભાવવાહી છે. મુખપર દયાનું દેવીસ્મિત ફરકી રહ્યું હોય એમ જણાય છે. તેમણે જમણા હાથના અંગુઠા તથા તર્જનીથી ડાબા હાથની ટચલી આંગળીને ગ્રહણ કરેલી છે. તેમના ડાબા હાથની હથેળીમાંથી ઓઢેલું વસ્ત્ર પસાર થાય છે. બુદ્ધ ભગવાનની આ એક પ્રકારની ઉપદેશમુદ્રા છે. એમની આજુબાજુ બે ચમ્મરધારી છે. તેમાંના એક ડાબી બાજુનાં ચમ્મરધારીને પિશાક સાદો . તેણે ઓઢેલું વસ્ત્ર કમ્મર આગળ એક મેખલાથી બાંધેલું છે. માથા પરની જટા યોગી જેવી છે તેમાં અમિતાભબુદ્ધની મૂર્તિ છે. એના એક હાથમાં માળા છે ને બીજા હાથમાં કમળનું ફૂલ છે. બીજી બાજુ એટલે આપણા જમણા હાથ તરફના દ્વારપાળને મુગટ રત્નજડીત છે. હાથમાં કંકણ, બાજુબંધ ને ખભે રત્નજડીત ઉપવીત છે. તેના જમણું હાથમાં પુષ્પ ગુચ્છ છે. ભીંતમાં બે મોટી મૂર્તિઓ ઉભેલી છે જે બોધિસત્ત્વની છે. એમને જમણે હાથ નીચે લટકે છે જેની હથેળી આપણું સામી છે. ડાબો હાથ છાતી પર છે, જે વડે પરિધાન કરેલું વસ્ત્ર પકડેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66