________________
તીથલનું શિલ્પકામ
૧૯ લઇએઃ સહુથી પહેલાં ચમ્મરધારીઓથી યુક્ત ભગવાન બુદ્ધની 'સિંહાસન પર બેઠેલી શાંતિના સાગરસમી પ્રતિમ છે. સિંહાસનના મધ્ય ભાગ પર ચક્ર છે જે એમના જીવનને મહાન ધાર્મિક વિજય સૂચવે છે. આગળ બે સુંદર હરણે છે જે દુર્ભાગ્યે તૂટી ગયાં છે. બનારસ પાસેનું મૃગદવ ઉદ્યાન જે ભગવાન બુદ્ધથી પુનઃ પુનઃ પવિત્ર થતું હતું તે તે આના પરથી સૂચિત નહિ થતું હોય ! ઉત્તર તરફ ઉપદેશની મુદ્રામાં ભગવાન બુદ્ધની પ્રતિમા છે. એ ચમ્મરધારીઓની જગાએ ભગવાન બુદ્ધના જીવનના ત્રણ પ્રસંગે કર્યા છેઃ ધ્યાનસ્થ બુદ્ધ, ગુરૂ બુદ્ધ અને નિર્વાણ પામતા બુદ્ધ. આ પ્રતિમાની એક બાજુ પર એક ઉંચી પિટીકા છે તેના પર ધ્યાન મુદ્રાવાળી લગભગ એક સરખી સાત મૂર્તિઓ છે. તેમના પર જે બોધિવૃક્ષ કાતરવામાં આવ્યા છે તેમાં છેડે ફેર છે; બાકી બધી રીતે તે સરખી છે. આ મૂર્તિઓ સાત તથાગતની છે. અજન્તાની ૨૨ મી ગુફામાં પણ આવાં સાત તથાગતના ચિત્રો છે.
બૌદ્ધ માન્યતા પ્રમાણે અત્યંત લાંબા સમયના બનેલા કલ્પના અંતે એક કે વધારે બુદ્ધનો જગતના ઉદ્ધસાથે જન્મ થાય છે. તેમાંના પાંચ વર્તમાનકાળને બુદ્ધ નીચે પ્રમાણે છેઃ (૧) ક્રકુચંડ (૨) કનક મુનિ (૩) કાશ્યપ (૪) ગૌતમ (૫) આર્યમય. આ પાંચે બુદ્ધને આવિર્ભાવ પાંચ ધ્યાની બુદ્ધિને આધારે છે જેમને અનુક્રમ નીચે મુજબ છેઃ (૧) વિરેચન (૨) અભય (૩) રત્નસંભવ (૪) અમિતાભ (૫) અમોધસિદ્ધ. આ દરેક ધ્યાની બુદ્ધિ પિતાની પાછળ એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com