________________
વિશ્વકર્મા ચય
૧૭. જે એક સુંદર ચિત્ય છે. ૪૬ ફીટ લાંબી, ૪૩ ફીટ ઉંડી ને ૩૪ ફીટ ઉંચાઈવાળી આ ગુફા એટલી ભવ્ય જણાય છે કે જેનારને ત્યાંથી જવું ગમે જ નહિ. આ શિલ્પકારના મગજમાં મંદિરને મકાનોના ઘાટનો ને તેની સપ્રમાણુતાને જે ખ્યાલ હતો તે અર્વાચીન શિલ્પકારોમાં ભાગ્યે જ નજરે પડે છે.
પણ
કાઢી
સાંધાપર જાત ઉપરાંત,
અહીંનું બાંધકામ લાકડાના બાંધકામની પ્રતિકૃતિરૂપ છે જે ખાસ સમજવા લાયક છે. તે પ્રતિકૃતિ એટલે સુધી સંપૂર્ણ છે કે એક ઝીણામાં ઝીણી બાબતમાં પણ કઈ ખેડ કાઢી શકે તેમ નથી. દાખલા તરીકે બે લાકડાના પાટડા મેળવતાં સાંધાપર જળાયા મૂકાય છે, તે પણ ખડકની કરેલી પીઢમાં બતાવ્યા છે. તે ઉપરાંત, એ બધી પીઢોનું લાંબા અંતર સુધી બરાબર સમાંતરપણું જાળવ્યું છે જે અત્યંત કુશળતાનું પરિણામ છે. એક ખડકમાંથી દૂર સુધી મંડપની પીઢો કરવી અને છતાંયે જરા પણ ઉંચી નીચી સપાટી ન જાય એ તીક્ષ્ણ બુદ્ધિ, કુશળ દૃષ્ટિ અને સિદ્ધહસ્તતા વિના ક્યાંથી સંભવે? આ ચિત્ય સ્થાપત્ય અને શિલ્પના દેવ વિશ્વકર્માને અર્પણ કર્યું છે એ પણ એની ખાસ વિશેષતા છે. એના જેવું બીજું ચૈત્ય હજુ સુધી જાણ્યું નથી. રાજર્ષિ અશોકની પણ પહેલાં શિલ્પીઓનાં મહાજન કે મંડળ હતાં અને એના દ્વારાજ તેઓ પોતાની સઘળી વ્યવસ્થા રાજતંત્રની દખલગીરી સિવાય કરતા. આવા શિલ્પીઓએ પોતાના દેવના સ્મરણાર્થે આ ચિત્ય બાંધ્યું છે. એમની મહાન પરિષદો આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com