________________
૧૮
૧૧ મી તથા ૧૨ મી કા
ચૈત્યના વિશાળ રંગમંડપમાં થઈ છે. મંદિર સુથારાનું મહાન યાત્રા સ્થળ ગણાય છે. દરેક સુથાર તેને જીંદગીમાં ઓછાંમાં એછું એક વખત જોવાને અભિલાષ રાખે છે, અને કેટલીક જ્ઞાતિઓમાં તેા એના દર્શન વિના જમાઇ પણ ધારણ કરી શકાતી નથી. ખરેખર ! આવું કળાધામ જોયા વિના સુથારની સાચી દિક્ષા શી રીતે પમાય ?
અગીઆરમી ગુફા : દેાથલ
દાથલ એટલે એ માળ. એ માળવાળી નામ છતાં આજે તા એ ગુફા ત્રણ માળની છે. પહેલાં એના મેજ માળ જણાયા હતા પણ છેલા ખેાદકામમાં તેને ત્રીજો માળ મળી આવ્યે છે. એકજ ખડકમાંથી ત્રણ માળની ગુફા ભવ્ય સ્થા, મનેાહર મૂર્તિ અને સીડીઓ સહીત કારી કાઢવી એમાં કેટલું શીલ્પચાતુ હશે તેના ઘડીભર વિચાર કરે. આ ગુફાની રચના ધણી જ સુંદર છે.
બારમી ગુફાઃ તીનથલ
આ ગુડ્ડા અગીઆરસીની જેમ ત્રણ માળવાળી છે પણ વિશાળતામાં, સ્થંભેામાં અને મૂર્તિઓની સંખ્યામાં તેના કરતાં ચઢી જાય છે. બધી બૌદ્ધ ગુફ઼ામાં આ ગુઢ્ઢા શ્રેષ્ઠ છે. તેના રંગમંડપમાં જ ૪ર માટાચારસ સ્થંભાને ૧૦૩ જેટલી મૂર્તિ છે. ચૈત્યની અને બાજુએ જે મૂર્તિઓ છે તે તરફ દૃષ્ટિ કરી. પહેલી દક્ષિણ બાજુ
* જુઓ ડા. હ્રાવેલકૃત Noto on Indian art' નામના પુસ્તકનું પાંચમું પ્રકરણ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com