Book Title: Ilurana Gufa Mandiro
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 12
________________ : ૧૦ : ઈલુરાનાં ગુફામંદિરો મહત્તા (લુરાની ગુફામંદિરે ભારતવર્ષને શિલ્પની એક 0 અમરકૃતિ છે. એનાં દર્શન એ જીવનની અનેરી લ્હાણ છે. કોઈ પણ સાચા શિલ્પી, ચિત્રકાર, ઇતિહાસરસજ્ઞ કે ધર્મજિજ્ઞાસુને માટે એમાં અભ્યાસની અખૂટ સામગ્રી ભરેલી છે. ભારતવર્ષને ધાર્મિક સંદેશ શું હતું, કળાને આદર્શ કેટલો ઉચ્ચ હતું અને તેને પૂર્ણ કરવા ભારતવાસીઓએ કેવી આત્મશ્રદ્ધા, ઉપાસના અને આત્મસમર્પણને પરિચય આપ્યો છે તે આ મંદિરે જતાં સમજી શકાય છે. આ શિલ્પધામમાં અકેક ખડકમાંથી જે ભવ્ય ને વિશાળ વિહાર અથવા મંદિરો કરવામાં આવ્યાં છે તે અદ્યાપિપર્યત અજોડ છે; અને તેમાંનું એક કૈલાસ અથવા રંગમહાલ તે જગતભરના ખડકમાંથી કાપેલાં મંદિરોમાં અદ્વિતીય છે. આ ગુફામંદિરોની મૂર્તિઓ અને પૌરાણિક કથાઓનાં આકૃતિવિધાન એટલાં પ્રમાણપત, ભાવવાહી ને તેજસ્વી છે કે પ્રથમ દર્શને જ તેની અદ્ભુત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66