Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 13
________________ શ્રી નમિનાથજી 847 ન થાય અને સર્વત્ર ગુણોનું જ દર્શન થાય. પ્રભુ શાસન અને સ્યાદ્વાદ દર્શન પરિણમે એટલે જીવનમાંથી સ્વાર્થવૃત્તિ, સંકુચિત વૃત્તિ, ક્ષુદ્ર વૃત્તિ, તુચ્છ વૃત્તિ, બીજાને હલકા જોવાની-હલકા ચિતરવાની વૃત્તિઓ વિદાય જ લે. ક્યાંય કોઈનું ખંડન નહિ, કોઇનો વિરોધ નહિ, કોઈ દુશ્મન નહિ, અપરાધી નહિ, વૈરી નહિ, ક્યાંય કોઈનો તિરસ્કાર નહિ-દ્વેષ નહિ-ધિક્કાર નહિ. તો શું હોય? તો કહે છે કે સર્વત્ર જીવમાત્ર પ્રત્યે મૈત્રી-પ્રેમકરૂણા-પ્રમોદ-માધ્યસ્થતા, વાત્સલ્ય, ગંભીરતા, ઉદારતા, સહિષ્ણુતા, પરોપકાર-શીલતા, અનાગ્રહતા, સેવા, સહાનુભૂતિ ચામડા ઉતારનાર કે ફુલોથી પુજનાર નંદક કે નિંદક ઉભય પ્રત્યે-બન્ને ઉપર એક સરખો જ સમભાવ હોય; આ છે, જૈન શાસન અને સ્યાદ્વાદ દર્શન પરિણામ પામ્યાનું ફળ અને આ છે મોક્ષમાર્ગ, આ છે સમાધિ, આ છે ચારિત્ર જીવનની સફળતા અને આ છે આસન સિદ્ધિકતા. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી અને આત્માને સત્નો અર્થાત્ અવિનાશીનો રંગ ચઢાવે તે સત્સંગ છે. યોગીરાજ આનંદઘનજી મહારાજામાં આ તત્ત્વ પરિણમેલું હતું. તેઓમાં સાધનાની ગરિમા હતી. સ્વરૂપની તાલાવેલી હતી, સાધ્યની નિકટતા હતી, હૃદયની ગંભીરતા હતી, બોધની વિશાળતા હતી, પરિણતિનું ઊંડાણ હતું, જીવો પ્રત્યેની અપાર કરૂણા હતી, શાસ્ત્રોના મર્મને પામવાની કુશાગ્રતા હતી માટે આ ૨૧મા ભગવાનના સ્તવનમાં કોઇક જુદીજ દૃષ્ટિથી નમિ જિનના ચરણની ઉપાસના બતાવી રહ્યા છે. આ સ્તવનમાં એમને સમન્વયવાદની શૈલિથી જૈની દર્શનની સર્વાંગીતા, વિશાળતા અને વ્યાપકતા વર્ણવી છે. એમની પાસે પદાર્થને જોવાની જે દૃષ્ટિ છે, જે આત્મવિયાર-સવિયાર-સ્વરૂપવિયાર કરી શકે, તે સમ્યક્ત્વનો અધિકારી.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 464