________________
છત્રીશી: ૨
સંસ્કારો આવતાં જેટલી વાર લાગે છે તે કરતાં ખરાબ માણસોના સંસર્ગથી ખરાબ સંસ્કારો આવતાં ઘણી જ ઓછી વાર લાગે છે, એટલે ખરાબ સંસર્ગ ન કરવો એ અતિ જરૂરી છે. અહીં છત્રીશીકાર એવા સાતનો સંસર્ગ ન કરવા કહે છે.
મૂરખ બાલક જાચક વ્યસની, કારુ ને વળી નારુજી; જો સંસારે સદા સુખ વછો તો, ચોરની સંગત વારુ. ૨
સુણજો સજ્જન રે. આ કડીમાં એક રીતે એક શિખામણ છે અને બીજી રીતે સાત શિખામણો છે. મૂર્ખ, બાળ, યાચક, વ્યસની, કારુ શિલ્પી), નારુ (વસવાયા) અને ચોર, એ સાતની સંગત ન કરવી – એમ એક શિખામણ છે. અને ૧-મૂર્ખની સંગત ન કરવી. ર-બાળકની સંગત ન કરવી. એ પ્રમાણે દરેકને છૂટા પાડીએ તો સાત શિખામણો થાય છે. અહીં સાત શિખામણો ગણીને સમજાવવામાં આવે છે.
[૪] મૂર્ખની સંગત ન કરવી – મૂર્ખની સંગત કરવાથી બુદ્ધિ ઘટે છે. બુદ્ધિના ઘટવા-વધવા માટે કહ્યું છે કે –
“મતિસુ હીયતે તાતા હીનૈઃ સહ સમાગમા ! . સમૈશ સમતામતિ, વિશિષ્ટ વિશિષ્ટતામુ I”
હે તાત! ભાઈ! હીન માણસો સાથે સમાગમ કરવાથી મતિ-બુદ્ધિ ઘટે છે – હલકી થાય છે, સરસા સાથેની સોબતથી હોય એવી ને એવી જ રહે છે અને વિશિષ્ટ માણસોના સંગથી વિશિષ્ટ બને છે.
મૂર્ખ માણસો ગમે તેટલું કરીએ તો પણ જોઈએ તેવા સુધરતા નથી, એમની એવી – ખેદજનક પ્રવૃત્તિઓ અટકાવી અટકી શકતી નથી, એટલે જ છેવટે નીતિકારોને કહેવું પડ્યું કે “મૂર્ખજીંદાનુરોધેન મૂર્ખને રાજી રાખવા માટે તે જેમ કરે તેમ કરવા દેવું, એટલે તેના સંસર્ગથી યથાછંદ પ્રવૃત્તિઓના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org