Book Title: Hit shiksha Chattrisi
Author(s): Dharmdhurandharsuri
Publisher: Shrutprasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ હિતશિક્ષા તેનાથી વિરુદ્ધ વર્તવું છે, એ કેમ બને? તે દહાડે લોકો વિરુદ્ધ થાય ત્યારે ઘણું શોષવું પડે. લોક-બળ મહાનું બળ છે. છેવટે તે બળ પાસે ધનબળવાળાને કે બુદ્ધિબળવાળાને નમતું જોખવું પડે છે. લોક-વિરુદ્ધ આચરણ નહિ કરનાર પ્રત્યે લોકોની ભાવના હંમેશાં સારી રહે છે. નીતિકારોએ તો આગળ વધીને એટલે સુધી કહ્યું છે કે – યદ્યપિ શુદ્ધ લોકવિરુદ્ધ, નાચરણીય નાદરણીયમ્.” જગતમાં વ્યવહાર એ વડો છે, મુખ્ય છેઃ વ્યવહારને અનુસરવામાં ન આવે તો જગતની વ્યવસ્થા તૂટી પડે. વિશ્વની ઉન્નતિ અને અવનતિનો આધાર સુંદર વ્યવસ્થા અને અવ્યવસ્થા ઉપર છે. દોરાએલી સુંદર વ્યવસ્થાને સ્થિર રાખવાની યોજના એ વ્યવહાર છે. અવ્યવસ્થિત ચિત્તવાળાઓને વ્યવહારનું અનુસરણ કરવું અકારું લાગે છે, પણ તેથી એકંદર ગેરલાભ જ થાય છે. વ્યવહારનાં બંધનોને બંધન સમજીને તોડનારા શક્તિસંપન્ન આત્માઓ વિશ્વને સ્વચ્છેદને માર્ગે દોરી જાય છે. પરિણામે દુઃખદ એ સ્વછંદનો સ્વાદ ચાખ્યા પછી પરિણામે સુખદ વ્યવહારના બંધનમાં રહેવું ભારે પડે છે. કેટલાક શુભ વ્યવહારોમાં પણ માનવસહજ ભૂલોનું મિશ્રણ થવાને કારણે શુદ્ધીકરણ જરૂરી હોય છે, પણ તે શુદ્ધીકરણ કરવાને બદલે તે તે વ્યવહારોને જ મૂળમાંથી ઉખેડી નાખવાની ઝુંબેશ ખૂબ જ ખતરનાક નીવડે છે. જેનાં મૂળ ઘણાં જ ઊંડાં છે એવા વ્યવહારોનો સદંતર વિલોપ કરવા માટે કરવામાં આવતા પ્રયાસોનું ફળ જનતામાં મતભેદ જન્માવીને સંઘર્ષ કરાવવા ઉપરાંત વિશેષ હોતું નથી. જનતાને કડક વ્યવહારપાલનમાં પણ શિસ્તબદ્ધ કરવી અને તે તે વ્યવહારોમાં આવતી અશુદ્ધિઓનું પરિમાર્જન કરી તેને વિશુદ્ધ કરવી તેમાં આયાસ ઓછો છે અને લાભ મહાનું છે. કવિએ પોતે પણ આ શિખામણને ગોત્રકર્મની છઠ્ઠી પૂજાના દુહામાં અર્થાતરન્યાસરૂપે એટલે કોઈ પણ પ્રસંગને પુષ્ટ કરતાં સામાન્ય વચન તરીકે ગૂંથી છે. તે આ પ્રમાણે – નીચ કુલોદય જિનમતિ, દૂરથકી દરબાર; તુજ મુખ દર્શન દેખતાં, લોક વડો વ્યવહાર. ૧ જીવનમાં સારા સંસ્કારો અને ખરાબ સંસ્કારો સારા-નરસા માણસોના સંસર્ગથી આવે છે. તેમાં પણ સારા માણસોના સંસર્ગમાં રહેવા છતાં સારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 142