Book Title: Hit shiksha Chattrisi
Author(s): Dharmdhurandharsuri
Publisher: Shrutprasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ હિતશિક્ષા હે સજ્જન નર અને નારી! સારી હિતશિખામણ તમે સાંભળજો. કોઈ શિખામણ આપે ત્યારે તેના ઉપર રીસ ન કરતાં. શિખામણ દેનારા ઉપર રીસ કરનાર પોતાનું ભાગ્ય પરવારી બેસે છે. કવિ આ વાત નીચે પ્રમાણે કવિતામાં જણાવે છે. સાંભળજો સજ્જન નર-નારી, હિતશિખામણ સારીજી; રીસ કરે દેતાં શિખામણ, ભાગ્યદશા પરવારી – સુણજો સજજન રે, લોકવિરુદ્ધ નિવાર; સુ. જગત વડો વ્યવહારઃ સુ. I 1 I આ પ્રથમ કડીમાં ત્રણ શિખામણો છે. (૧) શિખામણ દેનાર ઉપર રીસ કરનારનું ભાગ્ય ઘટે છે. (૨) લોકવિરુદ્ધ આચરણ કરવું નહિ. * (૩) વિશ્વમાં વ્યવહાર એ પ્રધાન છે. [૧] • જ્યારે કોઈ શિખામણ આપે ત્યારે તેના ઉપર રીસ કરવી એ ઘણું જ અનુચિત છે. અહીં શિખામણ આપનાર વ્યક્તિ તરીકે હિતબુદ્ધિ ધરાવનાર અધિકારવાળી વ્યક્તિ લેવાની છે. જ્યારે એવી વ્યક્તિઓ ઉપર રીસ કરવામાં આવે છે ત્યારે તેમનો સદ્ભાવ ઘટી જાય છે. બે-ચાર વખત એવા પ્રસંગો બન્યા પછી હિતસ્વીજનો શિખામણ આપવાનું છોડી દે છે, એટલે રીસ કરનાર ભૂલોનો ભોગ બનીને ભાગ્ય પરવારી બેસે છે. કિરાત મહાકાવ્યમાં ભારવિએ પણ કહ્યું છે કે – જે રાજા પણ હિતસ્વીના હિતવચનને સાંભળતો નથી તે દુષ્ટ રાજા છે. હિતાત્ર ય સંશશુને સ કિંપ્રભુઃ ' શિખામણ દેનારા ઉપર રીસ કરનારા કેવા હોય છે, તે હકીકત નીચેના એક દૃષ્યન્તમાં સુંદર રીતે ગૂંથાઈ છે. એક શેઠ હતા. તેમને એકનો એક પુત્ર – પૂરો તોફાની અને વક્ર હતો. શેઠ તેને કોઈ પણ હિત-શિખામણ આપે ત્યારે સામે તે દશ શિખામણો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 142